• Home
  • News
  • 102 કોરોનો પોઝિટિવ કેસમાંથી માત્ર નાગરવાડા વિસ્તારના જ 90 કેસ, માસ્ક પહેર્યા વિના નીકળેલા 5 લોકોને 5 હજારનો દંડ
post

વડોદરામાં રવિવારે કોરોના વાઈરસથી એક યુવાનનું મોત થયું હતું, મૃત્યુંઆંક 3 થયો

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-13 11:54:17

વડોદરા: વડોદરા શહેરમાં અત્યાર સુધી કોરોના વાઈરસના 102 પોઝિટિવસ કેસ નોંધાયા છે. જે પૈકી માત્ર નાગરવાડા સૈયદપુરા વિસ્તારમાં 90 પોઝિટિવ કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં આજે સવારે માસ્ક પહેર્યા વિના નીકળેલા કારચાલકને એક હજાર રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે. નરહરી સર્કલ પાસે 5 લોકોને એક-એક હજાર રૂપિયા મળીને કુલ 5 હજાર રૂપિયાનો દંડ કરવામાંં આવ્યો હતો. 

રવિવારે કોરોના વાઈરસથી યુવાનનું મોત થયું

વડોદરા શહેરમાં કોરોના વાઈરસના કેસ સતત વધી રહ્યા છે. જોકે રવિવારે પણ વધુ 7 કેસ નોંધાયા હતા. અને કોરોના વાઈરસની સારવાર લઇ રહેલા 27 વર્ષના યુવાન ભાર્ગવ પટણીનું સારવાર દરમિયાન મોત થયું હતું. રવિવારે તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલા 7 પોઝીટીવ કેસોમાં 4 નાગરવાડા સૈયદપુરાના અને એક આજવા રોડ, એક કારેલીબાગનો અને એક બહાર કોલોનીનો હતો. શનિવારના 95 પોઝિટિવ કેસોમાં આ 7 કેસો ઉમેરાતાં હવે કોરોના વાઇરસના કુલ કેસોની સંખ્યા 102 પર પહોંચી ગઇ છે.
વડોદરામાં 45 સેમ્પલના રિપોર્ટ પેન્ડિંગ 
અત્યાર સુધીમાં આરોગ્ય તંત્ર દ્વારા 978 સેમ્પલ લેવામાં આવ્યાં હતા. જે પૈકી 101 સેમ્પલ પોઝિટિવ આવ્યા છે. અત્યાર સુધીમાં સયાજી હોસ્પિટલમાં 210, ગોત્રી હોસ્પિટલમાં 714 અને સહાયક ખાનગી સંસ્થાઓમાં 54 સેમ્પલ લેવામાં આવ્યાં હતા. હાલ સયાજી હોસ્પિટના 9 અને ગોત્રીના 36 મળીને કુલ 45 સેમ્પલ ચકાસણી હેઠળ છે. આ ઉપરાંત 757 વિદેશી યાત્રીઓની યાદી આપવામાં આવી હતી, એ તમામનું તબીબી નિરિક્ષણ અને હોમ ક્વોરેન્ટાઇન પૂરું થયું છે.

માસ્ક નહીં પહેરનારને 5 હજાર સુધીનો દંડ થશે

વડોદરા શહેરના જાહેર રસ્તા, સ્થળો, કરિયાણા, દૂધ, શાકભાજી કે મોલ અથવા પેટ્રોલપંપ પર જનારા અને ત્યાં કામ કરતા સંચાલકો સહિત કામદારોએ માસ્ક ફરજિયાત પહેરવું પડશે. આજથી માસ્ક નહીં પહેરનારાને 5 હજાર રૂપિયા સુધીનો દંડ કરવામાં આવશે. પહેલી વખત પકડાયા તો એક હજારનો દંડ થશે અને બીજી વખત પકડાશો તો 5 હજાર રૂપિયા દંડની જોગવાઇ કરવામાં આવી છે અને દંડ ભરવામાં આનાકાની કરનાર સામે એફઆઇઆર થશે અને 3 વર્ષની કેદની જોગવાઇ કરવામાં આવી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post