• Home
  • News
  • રાજ્યમાં 105 નવા કેસ નોંધાયા, અમદાવાદમાં 42 અને સુરતમાં 35 નવા કેસ, કુલ કેસ 871 થયાઃ જયંતિ રવિ
post

સૌથી વધુ કેસ અમદાવાદમાં 492 અને વડોદરામાં 127

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-16 11:58:56

ગાંધીનગર. રાજ્યમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં 105 નવા કેસ થયા છે. જેમાં 42 અમદાવાદમાં, 35માં સુરત કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ 871 પોઝિટિવ કેસ થયા છે. રાજ્યમાં કુલ 64 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જ્યારે ત્રણ નવા મોત સાથે મૃત્યાંક 36 થયો છે. રાજ્યમાં 24 કલાકમાં 2971 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે અત્યારસુધીમાં 20204 ટેસ્ટ થયા હોવાનું આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છે.

કોરોના સંભવિત-સંક્રમિતના સંપર્કમાં આવનાર માટે WHOની ગાઈડલાઈન

> જેમને પણ કોરોનાના લક્ષણો દેખાય અથવા જેમનો ટેસ્ટ કરાયો હોય અને રિઝલ્ટ બાકી હોય તેમણે જાહેરમાં સંપર્કમાં આવવાનું ટાળવું.

> કોરોના પોઝિટિવ રિપોર્ટ આવે તે દર્દીના સંપર્કમાં આવનારા તમામ લોકોને ક્વોરન્ટીન કરવા અને તેમના પણ ટેસ્ટ કરાવવા.

> જેમનો પણ કોરોના ટેસ્ટ કરાવ્યો હોય તેમણે રિઝલ્ટ ન આવે ત્યાં સુધી કોઈને સ્પર્શ ન કરવો, 1 મીટરથી નજીકના દાયરામાં ન જવું

> કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોય તેવા દર્દીને 14 દિવસ સુધી કોવિડ હોસ્પિટલમાં સંપૂર્ણ આઈસોલેશનમાં રાખવા.

> તમામ હળવા કેસને આરોગ્ય સુવિધામાં ન લઈ જઈ શકાય તો જોખમી પરિબળોના આધારે તેમને ઘરે કે અન્ય સ્થળે ક્વોરન્ટીન કરવા.

> જે પણ લોકો કોરોના પોઝિટિવ દર્દીના રૂબરૂ સંપર્કમાં આવ્યા હોય તેમણે 14 દિવસ દરમિયાન રિપિટ કોરોના ટેસ્ટ કરાવવા.

રાજ્યમાં 871 પોઝિટિવ કેસ, 36 મોત અને 64 ડિસ્ચાર્જ

શહેર

પોઝિટિવ કેસ

મોત

ડિસ્ચાર્જ

અમદાવાદ

492

17

17

વડોદરા

127

05

07

સુરત 

86

05

09

રાજકોટ

27

00

08

ભાવનગર

26

03

07

આણંદ

25

00

00

ગાંધીનગર

17

01

08

પાટણ

14

01

04

ભરૂચ

13

00

00

પંચમહાલ

06

01

00

બનાસકાંઠા

06

00

00

નર્મદા

06

00

00

છોટાઉદેપુર

05

00

00

કચ્છ

04

01

00

મહેસાણા

04

00

00

પોરબંદર

03

00

03

ગીર-સોમનાથ

02

00

01

દાહોદ

02

00

00

ખેડા

02

00

00

જામનગર

01

01

00

મોરબી

01

00

00

સાબરકાંઠા

01

00

00

બોટાદ

01

01

00

કુલ 

871

36

64

 

adv

Related News

post
post
post
post
post
post
post