• Home
  • News
  • યુવાનોનું સપનું પોતાના નહીં, પણ દેશની પ્રગતિ સાથે જોડાયેલું છે-પીએમ મોદી
post

વડાપ્રધાન નરેન્દ્રમોદી શુક્રવારે 107મી ‘ભારતીય વિજ્ઞાન કોંગ્રેસ’નું ઉદ્ધાટન માટે પહોંચી ગયા છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-03 11:23:36

બેંગલુરુઃ વડાપ્રધાન નરેન્દ્રમોદી શુક્રવારે 107મી ભારતીય વિજ્ઞાન કોંગ્રેસનું ઉદ્ધાટન માટે પહોંચી ગયા છે. અહીંયા કાર્યક્રમમાં સંબોધન કરતા મોદીએ કહ્યું તે, ગત વખતે જ્યારે હું આવ્યો હતો ત્યારે ચંદ્રયાન લોન્ચ થઈ રહ્યું હતું. રિસર્ચનું ઈકોસિસ્ટમ આ શહેરે વિકસિત કર્યું છે, જેની સાથે જોડાવાનું દરેક યુવાનનું સપનું હોય છે. પણ સપનાનો આધાર માત્ર પોતાની પ્રગતિ સાથે નહીં પણ દેશ માટે કંઈક કરવાના સપના સાથે જોડાયલો છે.

આ કાર્યક્રમમાં 2 નોબેલ પુરસ્કાર વિજેતાઓ ઉપરાંત દુનિયાભરના વૈજ્ઞાનિકો સામેલ થશે. સાયન્સ કોંગ્રેસમાં દર વર્ષે કોઈ સમસ્યા અંગે સમાધાન શોધવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ વખતની થીમ કૃષિ વિકાસની રાખવામાં આવી છે.
સાયન્સ કોંગ્રેસ માટે નોબેલ વિજેતા સ્ટીફન હેલ(મેક્સ પ્લેન્ક ઈન્સ્ટીટ્યૂટ, જર્મની)અને અડા ઈ યોનથ(વાઈઝમેન ઈન્સ્ટીટ્યૂટ ઓફ સાયન્સ, ઈઝરાયલ)બેંગલુરુ પહોંચી ગયા છે. આ ઉપરાંત ઈન્ડોનેશિયાના નાનયાંગ ટેક્નોલોજિકલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ અને ભૌતિક વૈજ્ઞાનિક સુબ્રા સુરેશ, હાર્ટ રોગ નિષ્ણાત CN મંજૂનાથ પણ હાજરી આપશે.

અધિકારીઓના જણાવ્યા પ્રમાણે,છેલ્લા ઘણા દાયકાઓમાં પાક ઉત્પાદનમાં વધારો, ખેડૂતોની બજાર સુધીની પહોંચમાં સુધારો, ગામમાં રોજગારીની તકોમાં વિવિધતા લાવવા જેવા પગલા લેવામાં આવ્યા છે, પણ ખેડૂતોને આ યોજનાઓનો પૂરતો લાભ મળી શક્યો નથી. એટલા માટે સાયન્સ કોંગ્રેસની થીમસાયન્સ એન્ડ ટેકનોલોજી ફોર રૂરલ ડેવલપમેન્ટરાખવામાં આવી છે.

આ કાર્યક્રમમાં ઉદ્યોગ અને ખેડૂતો વચ્ચે કોમ્યુનિકેશનની ખોટ અંગે પણ દુનિયાના જાણિતા વૈજ્ઞાનિક અને નિષ્ણાત વિચાર-વિમર્શ કરશે. ખેતી પર સંભવિત જોખમને ઘટાડવાના ઉપાયોનો રોડમેપ તૈયાર કરવામાં આવશે. આ કાર્યક્રમમાં દેશભરના શિક્ષણવિદ, વૈજ્ઞાનિક અને નીતિ નિર્માતાઓ સહિત 15,000 લોકો સામેલ થશે.

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post