• Home
  • News
  • માંડવીમાં 11, આણંદમાં 9 ઈંચ વરસાદ, રાજ્યમાં સિઝનનો 66% વરસાદ, લખતરમાં 8.5 , જાંબુઘોડામાં 7.5 ઇંચ
post

સુરતમાં ખાડીઓ ભયજનક સ્તરે,2-3 ફૂટ પાણી ભરાતાં ઠેરઠેર જળબંબાકાર

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-14 10:33:23

અમદાવાદ: ચોમાસાની વિદાયને આડે 30 દિવસ બાકી છે ત્યારે રાજ્યભરમાં સિઝનનો કુલ 66 ટકા વરસાદ પડી ચૂક્યો છે. ગુરુવારે રાજ્યના કુલ 252માંથી 228 તાલુકાઓમાં 2મીમીથી લઈને 11 ઈંચ સુધી વરસાદ પડ્યો હતો. સુરતના માંડવીમાં 11 અને આણંદમાં સાંજે 6 વાગ્યાથી શરૂ થયેલો વરસાદ રાત્રે 1 વાગ્યા સુધીમાં 9 ઈંચ જેટલો ખાબક્યો હતો. લખતરમાં સાડા આઠ ઇંચ વરસાદ નોંધાયો હતો. ગોંડલમાં સાડા ચાર ઇંચ વરસાદ વચ્ચે ઓવરબ્રીજ નીચે ભરાયેલા પાણીમાં એસટી બસ ફસાઈ જતા તમામ મુસાફરોને સુરક્ષિત બચાવવામાં આવ્યા હતા.

દક્ષિણ સૌરાષ્ટ્રનાં જૂનાગઢ, અમરેલી, પોરબંદર અને ગીર-સોમનાથ જિલ્લામાં અડધા ઇંચથી લઇ ત્રણ ઇંચ સુધીનો વરસાદ થયો છે. વન વિસ્તારમાં ભારે વરસાદથી નદીઓ બે કાંઠે વહી રહી છે. સુરત શહેર અને જિલ્લામાં બે દિવસથી ભારે વરસાદથી જનજીવનને અસર પહોંચી હતી. સુરત શહેરની તમામ ખાડીઓએ ભયજનક સ્તર વટાવ્યું છે.જેમાં મીઠીખાડી ઓવરફલો થતાં પર્વતગામ ખાડી કિનારે નિચાણવાળા વિસ્તારમાં 2થી 3 ફૂટ સુધીના પાણી ભરાઇ ગયા હતા. સુરત શહેરમાં ગત 48 કલાકમાં 9 ઇંચ વરસાદ થતાં મોસમનો કુલ વરસાદનો 85 ટકા ક્વોટો પુરો થઇ ગયો છે. આ તરફ પંચમહાલ જિલ્લાના જાંબુઘોડામાં બુધવારે સાડા સાત ઇંચ વરસાદ નોંધાયો હતો. મંગળવારે રાત્રે ચાર ઇંચ જેટલા વરસાદમાં એક મકાન ધરાશાયી થતા ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા હતા. તાલુકાના અનેક ગામડાઓના કોતરો, નાળા છલકાતા કેટલાક ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા હતા.

વડોદરામાં છેલ્લા 48 કલાકમાં 7 ઇંચ વરસાદ વરસતા વાતાવરણ ઠંડુગાર બન્યું હતું. વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જ્યારે શહેરમાં મંગળવારે રાત્રે 8 વાગ્યાથી વરસાદ વરસવાનું શરૂ થયું હતું.જેમા બુધવારે સવારે 6 વાગ્યા સુધીમાં 86 મી.મી વરસાદ જ્યારે ગુરુવારે સવારે 6 વાગ્યા સુધીમાં 70 મી.મી વરસાદ નોંધાયો હતો. પાવીજેતપુરમાં છેલ્લા બે ત્રણ દિવસથી ધીમી ગતિએ મેઘરાજાની પધરામણી થઈ જતા છેલ્લા 24 કલાકમાં 5 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. વધુ વરસાદ પડવાના કારણે ઓરસંગ નદી બંને કાંઠે વહેવા લાગી હતી.સુખી ડેમ વિસ્તારમાં મંગળવારે ભારે વરસાદથી 15થી વધુ ગામડાઓને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ઉપરવાસમાં વધુ વરસાદ પડવાના કારણે સુખી ડેમનું હાલનુ લેવલ 145.10 મીટર થયું છે.

રાજસ્થાનથી બંગાળની ખાડી સુધી હવામાનમાં પલટો
હવામાન અધિકારી દિલીપ હિંદિયાએ જણાવ્યું કે, રાજસ્થાન ઉપર અપર એર સરક્યુલેશન સિસ્ટમ સક્રિય થઇ છે. બીજી તરફ બંગાળની ખાડીમાં લૉ પ્રેશર એરિયા બનતા રાજસ્થાનથી બંગાળની ખાડી સુધી મોનસૂન ટ્રફ બની છે. જેથી સાઉથ ગુજરાત સાથે ગુજરાતમાં કેટલાક સ્થળોએ બે દિવસથી હળવોથી ભારે. જ્યારે કેટલાક સ્થળોએ અતિભારે વરસાદ પણ થઇ શકે છે.

ઉત્તર ગુજરાતમાં NDRFની 20 ટીમ ખડકી દેવાઈ
ઉત્તર ગુજરાતને વરસાદ આપતી બે સિસ્ટમ સક્રિય થઇ છે.આગામી 17 ઓગસ્ટ સુધીની સાર્વત્રિક મધ્યમથી અતિભારે વરસાદની શક્યતા પ્રબળ થઇ છે. બનાસકાંઠા જિલ્લામાં મેઘ તાંડવની શક્યતા વચ્ચે NDRFની 20 ટીમો તહેનાત કરી દેવાઈ છે. તંત્રને પણ એલર્ટ રહેવા જણાવાયું છે.

ક્યાં કેટલો વરસાદ ઇંચમાં

વિસ્તાર

વરસાદ ઇંચમાં

માંડવી

11

આણંદ

9

લખતર

8.5

જાંબુઘોડા

7.5

મોરબી

6

ભાણવડા

5

ગોંડલ

4.5

ઉમરપાડા

3.5

ધ્રાંગ્રધ્રા

3.5

કામરેજ

3

વડોદરા

3

લીમડી

3

પાવીજેતપુર

5

કલ્યાણપુર

3

વિરમગામ

2.7

 

adv

Related News

post
post
post
post
post
post
post