• Home
  • News
  • હિમાચલમાં રોપવેમાં 11 લોકો ફસાયા, સાડાત્રણ કલાકે છૂટકારો
post

સોલનના પોલીસ વડા વિરેન્દ્ર શર્માએ જણાવ્યું હતું કે લોકોને બચાવવા માટે વધુ એક કેબલ કાર ગોઠવવામાં આવી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2022-06-21 11:00:04

હિમાચલ પ્રદેશમાં સોલન જિલ્લામાં પરવાનૂ ટિમ્બર ટ્રેઇલમાં કેબલ કાર અટવાઈ જતાં પાંચ મહિલા સહિત ૧૧ પ્રવાસીઓ કલાકો સુધી અટવાયેલા રહ્યા હતા. છ કલાક સુધી લાંબા ચાલેલા ઓપરેશન પછી બધા ૧૧ પ્રવાસીઓને બચાવી લેવાયા છે. સોલનના પોલીસ વડા વિરેન્દ્ર શર્માએ જણાવ્યું હતું કે લોકોને બચાવવા માટે વધુ એક કેબલ કાર ગોઠવવામાં આવી હતી. ફસાયેલા બધા ૧૧ પ્રવાસીઓ દિલ્હીના હતા. મુખ્યપ્રધાન જયરામ ઠાકુરને માહિતી મળતા તરત જ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે બચેલા પ્રવાસીઓ સાથે વાત કરી હતી. પછી પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે તેમને આ અંગે બે વખત ફોન પર વાત કરી હતી. તેમણે એનડીઆરએફની ટીમ મોકલી હતી અને એરફોર્સના  હેલિકોપ્ટરને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યું હતું. 

adv

Related News

post
post
post
post
post
post
post