• Home
  • News
  • અત્યાર સુધીમાં 12% વધારે વરસાદ, 35 દિવસમાં 20 રાજ્યોમાં સામાન્ય, 7 રાજ્યમાં સરેરાશથી ઓછો વરસાદ
post

મુંબઈમાં સતત ત્રીજા દિવસે વરસાદ, સમુદ્રમાં ફરી 13 ફૂટ ઊંચા મોજા ઊછળ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-06 09:37:43

નવી દિલ્હી: દેશભરમાં વરસાદનો દોર શરૂ થઈ ગયો છે. રવિવારે લદાખ સિવાય મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઝારખંડ, બિહાર, છત્તીસગઢ, રાજસ્થાન, ગુજરાત સહિત બાકી 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ક્યાંક ઝરમર તો ક્યાંક મુશળધાર વરસાદ પડ્યો હતો. દિલ્હીમાં રાત્રિ દરમિયાન ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. 

સમુદ્રમાં 13 ફૂટ ઊંચા મોજા ઉછળ્યાં
મુંબઈની હાલત તો દયનીય થઇ ચૂકી છે. ત્યાં સતત ત્રીજા દિવસે મોન્સૂનના વરસાદથી અનેક વિસ્તારોમાં માર્ગો પર 3 ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું હતું. સતત બીજા દિવસે હાઈટાઇડ આવતાં સમુદ્રમાં 13 ફૂટ ઊંચા મોજા ઉછળ્યાં હતાં. થાણે અને તેની આજુબાજુના ક્ષેત્રોમાં વરસાદથી જનજીવન ખોરવાયું હતું. મુંબઈમાં ખરાબ હવામાનને લીધે હૈદરાબાદમાં સ્વિસ એરની જ્યૂરિખ-મુંબઈ કાર્ગો ફ્લાઈટને લેન્ડ કરાવાઇ હતી. બીજી બાજુ આસામમાં પૂરનો કેર યથાવત્ છે. ત્યાં રવિવારે વધુ બેનાં મોત સાથે મૃતકાંક 63 થઈ ગયો હતો. રાજ્યના 33માંથી 18 જિલ્લાના 10.75 લાખ લોકો પ્રભાવિત થયા હતા. 

8 રાજ્યોમાં સરેરાશથી વધુ અને 2માં વધુ વરસાદ
ચોમાસાના 35 દિવસ વીતી ચૂક્યા છે અને તે અત્યાર સુધી સારું રહ્યું છે. 5 જુલાઈ સુધી દેશમાં 232.2 મિમી વરસાદ પડ્યો હતો. જોકે આ તારીખ સુધીની સરેરાશ 208.2 મિમી છે. એટલે કે સામાન્ય કરતાં 12 ટકા વધુ. 

રાજ્ય

સરેરાશ

અત્યાર સુધી (મિલીમીટર)

ગુજરાત

156.5

141.4

મધ્યપ્રદેશ

163.6

233.7

આસામ

499.2

585.1

પ. બંગાળ

366.7

423.4

બિહાર

220.5

360.4

યુપી

123.3

160.2

ઉત્તરાખંડ

226.8

208.8

દિલ્હી

81.4

66.5

પંજાબ

70.9

70.7

હિમાચલ

127.7

96.9

રાજસ્થાન

69.9

65.4

ઓડિશા

265.4

292.6

 

adv

Related News

post
post
post
post
post
post
post