• Home
  • News
  • ભારતમાં ત્રીજુ મોત; અત્યાર સુધી 124 કેસ, 3 રાજ્યોમાં પાંચ નવા કેસ સામે આવ્યા
post

મુંબઈમાં તમામ બિનજરૂરી સેવા આપનારા ઓફિસમાં 50% કર્મચારીઓ પાસેથી જ કામ લેવાનો આદેશ જાહેર કરાયો

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-17 11:35:30

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઈરસના 124 કેસ સામે આવી ચુક્યા છે. 17 માર્ચે જ પાંચ નવા કેસ સામે આવ્યા છે. ગત એક સપ્તાહમાં દેશમાં 74 દર્દી વધ્યા છે. 10 માર્ચે દેશમાં કુલ 50 સંક્રમિત હતા. કુલ સંક્રમિતોમાં 17 વિદેશી નાગરિકો પણ સામેલ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, અત્યાર સુધી 12 સંક્રમિત સ્વસ્થ થઈ ચુક્યા છે. કર્ણાટકથી ત્રણ અને જમ્મુ-કાશ્મીર અને મહારાષ્ટ્રમાં સંક્રમણનો એક એક નવા કેસ સામે આવ્યા છે. મહારાષ્ટ્રમાં સંક્રમિતોની સંખ્યા 39 થયા બાદ રાજ્ય સરકારે ત્યાં આઈસોલેશનમાં રાખેલા દર્દીઓના જમણા હાથ પર મહોર લગાવવાની શરૂઆત કરી છે.

અપડેટ્સ

11:05 AM વડાપ્રધાન મોદી સંસદીય પક્ષની બેઠકમાં સાંસદોને કોરોના વાઈરસ અંગે લોકોને જાગૃત કરવા માટે તેમના મત વિસ્તારોની મુલાકાત લેવા માટે કહ્યું છે.

 

10:48 AM મહારાષ્ટ્રના શિરડીના મંદિરને 1500 કલાક એટલે કે 65 દિવસ માટે બંધ કરી દેવાયું છે.

10:54 AM મહારાષ્ટ્રના કસ્તૂરબા હોસ્પિટલમાં કોરોના વાઈરસના કારણે 64 વર્ષીય વૃદ્ધ દર્દીનું મોત થયું છે

10:44 AM તમિલનાડુની જેલમાં આવતા બે અઠવાડિયા સુધી કેદીઓને કોઈની સાથે મુલાકાત કરવા દેવામાં નહીં આવે. આ ઉપરાંત જેલની અંદર તમામ કેદીઓને તપાસવા માટે મોનિટરિંગ રૂમ બનાવાયા છે.

10.30AM મહારાષ્ટ્ર-ગોવા બોર્ડર પર સ્ક્રિનીંગ શરૂ
કોરોના વાઈરસના કારણે મહારાષ્ટ્ર અને ગોવા બોર્ડર પર ચેક પોસ્ટ લગાવાઈ છે. આ ચેક પોસ્ટ બેલાગાવીમાં છે. જેમાં બન્ને બાજુ આવતા જતા લોકોનું સ્ક્રીનીંગ કરવામાં આવી રહ્યું છે.

10.26AM નોઈડામાં બે પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાં એક પુરુષ અને મહિલા સામેલ છે. બન્નેને તેમના પરિવાર સાથે અલગ રાખવામાં આવ્યા છે.

આદિત્યનાથની જાહેરાત-

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી આદિત્યનાથે જાહેરાત કરી જણાવ્યું કે, જો કોઈ વ્યક્તિ કોરોના વાઈરસ અંગે અફવા ફેલાવશે તથા સ્થિતિને કાબુમાં કરવા માટે કોઈ પણ અડચણ પેદા કરશે તો તેના માટે કડક કાર્યવાહી કરવામાં આવશે.આ ઉપરાંત એપીડેમિક ડિસીઝ એક્ટ હેઠળ અધિકારીઓને વાઈરસને ફેલતો અટકાવવા માટેના તમામ પગલા લેવાની છૂટ આપવામાં આવી છે.

આ ઉપરાંત જો કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ ટેસ્ટ કરાવવાનો ઈન્કાર કરશે અથવા અધિકારીઓથી ભાગશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે, આ ઉપરાંત દર્દીઓને છુપાવવાનો કોઈ પ્રયાસ કરશે અથવા આરોગ્ય ટીમને ગેરમાર્ગે દોરશે તો તેની સામે પણ પગલા લેવાશે અને જરૂર જણાશે તો કાયદા પ્રમાણે આવા લોકોને જેલ ભેગા પણ કરી દેવાશે.

9:55 AM કર્ણાટકના કાલબુર્ગીમાં કોરોના વાઈરસના કારણે મૃત્યુ પામનાર 76 વર્ષના વૃદ્ધની સારવાર કરનારા ડોક્ટરનો પણ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. ડોક્ટર અને તેના પરિવારને તેમના ઘરમાં દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત ડોક્ટરને આજે આઈસોલેશન વોર્ડમાં મોકલવામાં આવશે.

9:53 AM ફેડરેશન ઓફ પૂણે ટ્રેડ એસોસિએશને શહેરના ટ્રેડ માર્કેટ અને દુકાન ત્રણ દિવસ સુધી એટલે કે 19 માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.
9:39 AM 
મહારાષ્ટ્રના દાગદુશેઠ હલવાઈ મંદિરને કોરોના વાઈરસના કારણે બંધ રાખવામાં આવ્યું છે. મહારાષ્ટ્રમાં કોરોનાના અત્યાર સુધી 39 કેસ સામે આવી ચુક્યા છે.

8:51 AM મહારાષ્ટ્રનો શનિવાર વાડા ફોર્ટ જાહેર જનતા માટે બંધ કરી દેવાયો છે.

124 સંક્રમિતોમાંથી 3ના મોત

સ્થિતિ

કેસ

હોસ્પિટલમાં દાખલ

110

સ્વસ્થ થયેલા

12

મોત

2

કુલ

124

 

adv

Related News

post
post
post
post
post
post
post