• Home
  • News
  • ગુજરાતના 14 યુવાનનો 3 દિવસથી સંપર્ક તૂટ્યો:શક્તિસિંહ ગોહિલે કહ્યું- 9 જુલાઈએ મનાલીથી ત્રિલોકનાથ સુધી ટ્રેક માટે બાઇક પર નીકળ્યા હતા, PMને ઇ-મેઇલ કરી તાત્કાલિક શોધખોળ કરવા રજૂઆત કરી
post

જરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે વડાપ્રધાન, એનડીઆરએફને ઇ-મેઇલ કરી રજૂઆત કરી છે કે આ યુવાનોની તાત્કાલિક શોધખોળ કરાવો.

Written By newsonline | Ahmedabad | Published: 2023-07-12 18:19:38

હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, રાજસ્થાન સહિતનાં રાજ્યોમાં મેઘતાંડવથી પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. હિમાચલના મનાલીમાં વરસાદનો 52 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે, આથી હિમાચલમાં નેશનલ હાઇવે અને લિંક રોડ સહિત કુલ 1300 રસ્તા ભારે વરસાદને કારણે પ્રભાવિત થયા છે. ત્યારે ગુજરાતથી 14 યુવાન મનાલીથી ત્રિલોકનાથ સુધી બાઇક પર ટ્રેક માટે નીકળ્યા હતા, પરંતુ છેલ્લા 4 દિવસથી એકપણ યુવાનનો સંપર્ક થયો નથી. ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે વડાપ્રધાન, એનડીઆરએફને ઇ-મેઇલ કરી રજૂઆત કરી છે કે આ યુવાનોની તાત્કાલિક શોધખોળ કરાવો.

ઇ-મેઇલનો હજી સુધી જવાબ આવ્યો નથી
શક્તિસિંહે ગોહિલે જણાવ્યું હતું કે આપણા 14 જેટલા ગુજરાતના યુવાનો બાઇક સાથે મનાલીથી લઈને ત્રિલોકનાથ સુધીના ટ્રેક માટે નીકળ્યા હતા. અતિચિંતાનો વિષય છે કે 9 જુલાઈથી આ મિત્રોનો છેલ્લો સંપર્ક થયો છે, પછી સંપર્ક થઈ શક્યો નથી. મને તેમના પરિવારના સભ્યો તરફથી જાણ કરવામાં આવી છે. ત્યાં કેન્દ્ર સરકારની એનડીઆરએફની ટીમ કામ કરી રહી છે. એટલા માટે મેં વડાપ્રધાનને રજૂઆત કરતો એક ઇ-મેઇલ કર્યો છે. એનડીઆરએફને પણ રજૂઆત કરતો એક ઇ-મેઇલ કર્યો છે, પરંતુ હજી સુધી કોઈ સકારાત્મક પ્રતિભાવ અને જવાબ આવ્યો નથી એ મોટી ચિંતાનો વિષય છે.

યુવાનો મનાલી પાસે સલામત પહોંચ્યા હતા
તેમણે વધુમાં જણાવ્યું હતું કે આપણા ગુજરાતના આ યુવાનો ટ્રેક માટે નીકળ્યા હતા, એમાં યશ નીતિનભાઈ વરિયા, સાગરભાઈ, સિદ્ધાર્થ પટેલ, વિવેક પટેલ, પાર્થ ઝવેરભાઈ પટેલ સહિતનો સમાવેશ થાય છે. મારી પાસે તમામ યુવાનોની પૂરેપૂરી ડિટેઇલ છે. ત્યાં બાઇક ભાડે લઈને જવાના હતા, એમાં યશ વરિયા પાસે બાઇક છે, એનો નંબર HP 669518 છે. આ મિત્રો મનાલી પાસે સલામત રીતે પહોંચ્યા હતા.

કાઝાથી ચંદ્રતાલ 8 જુલાઈએ પહોંચ્યા હતા
શક્તિસિંહે જણાવ્યું હતું કે તેઓ મનાલીથી કાઝા અને કાઝાથી ચંદ્રતાલ 8 જુલાઈએ પહોંચ્યા હતા. 9 જુલાઈથી ચંદ્રતાલથી ત્રિલોકનાથ જવા માટે નીકળ્યા છે, પરંતુ હજી સુધી તેમનો કોઈ સંપર્ક થઈ શક્યો નથી એટલે સ્વાભાવિક રીતે પરિવારો પણ ખૂબ ચિંતિત છે. હું વડાપ્રધાન, ગુજરાતના મુખ્યમંત્રીને વિનંતી કરું છું કે આ પરિવારો ખૂબ ચિંતામાં છે ત્યારે હવે કોઈ તપાસ કરવામાં કોઈ વિંલબ કરવામાં ન આવે.

ત્યાંના કોંગ્રેસના આગેવાનોને ભાળ મેળવવા કહ્યું
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ત્યાંની એનડીઆરએફની ટીમ અને સ્થાનિક પ્રશાસન તાત્કાલિક આ બધા યુવાનોની શોધખોળ શરૂ કરે. ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે બધા સલામત હોય, પરંતુ સ્વાભાવિક રીતે આટલા દિવસો સુધી સંપર્કવિહોણા યુવાનો થઈ જાય ત્યારે તેમના પરિવારોની હાલત આપણે સમજી શકીએ છીએ. પુનઃ સરકારને વિનંતી કરું છું કે આમાં ત્વરિત રીતે પગલાં લેવામાં આવે. મેં ત્યાંના કોંગ્રેસના આગેવાનોને પણ કહ્યું છે કે આ યુવાનોની ભાળ મળે તો તાત્કાલિક અમને જણાવે.

adv

Related News

post
post
post
post
post
post
post