• Home
  • News
  • ઉદ્ધવ ઠાકરેના વધુ 15 નેતાઓ શિંદે જૂથમાં જોડાશે, શું દશેરાની રેલી એકનાથ શિંદેના ખાતામાં જશે?
post

ઉદ્ધવ ઠાકરેના જૂથના આ નેતાઓમાં એક સાંસદ, બે ધારાસભ્યો અને લગભગ 5 ભૂતપૂર્વ કાઉન્સિલરનો સમાવેશ થાય છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-09-07 19:03:13

મુંબઈ: મહારાષ્ટ્રનું રાજકાણ હાલ ખૂબ જ ચર્ચામાં છે. ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે વચ્ચેની ખેંચતાણ હવે વધુ તીવ્ર બનવાની છે. બંને નેતાઓ વચ્ચે અસલી શિવસેનાના દાવા બાદ શિવાજી પાર્ક દશેરા રેલીને લઈને બંને નેતાઓ વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. આ દરમિયાન એકનાથ શિંદે જૂથે ઉદ્ધવ ઠાકરેને વધુ નબળા બનાવવાની તૈયારી કરી લીધી છે. વિજયાદશમીના અવસર પર ઉદ્ધવ જૂથના લગભગ 15 નેતાઓ એકનાથ શિંદેના સમર્થનમાં આવી શકે છે. આ નેતાઓમાં એક સાંસદ, બે ધારાસભ્યો અને લગભગ 5 ભૂતપૂર્વ કાઉન્સિલરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અન્ય કેટલાક નેતાઓ એવા છે કે જેઓ વિવિધ કોર્પોરેશનમાં ફરજ બજાવતા હોય અથવા અન્ય કોઈ હોદ્દા પર હોય.

એટલું જ નહીં, એકનાથ શિંદે જૂથે ઉદ્ધવ ઠાકરે જૂથને વિજયાદશમીની રેલીને સંબોધતા અટકાવવા માટે ફિલ્ડિંગ સજા લીધી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, શિવાજી પાર્કમાં કોઈને રેલી ન કરવા દેવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. આ અંતર્ગત માત્ર શિવાજી પાર્ક જ ફ્રિજ થઈ શકે છે. જો આવું થશે તો બાળાસાહેબ ઠાકરેની પરંપરા તૂટી જશે. શિવસેનાની સ્થાપના 1966માં થઈ હતી અને ત્યારથી દશેરા રેલી તેમનું સૌથી મોટું આયોજન રહ્યું છે. દર વર્ષે આયોજિત આ રેલીમાં સમગ્ર મહારાષ્ટ્રમાંથી શિવસૈનિકો એકત્ર થયા છે.

જો ધારાસભ્યો તૂટે છે તો એકનાથ શિંદે જૂથમાં ધારાસભ્યોની સંખ્યા 42થી વધીને 43 થઈ શકે છે. ઉદ્ધવ ઠાકરે જૂથના અનેક નાતઓને તોડ્યા બાદ હવે એકનાથ શિંદે જૂથનો પ્રયત્ન હવે તેમના નજીકના નેતાઓને પણ સામેલ કરવાનો છે. શિંદેએ ઉદ્ધવ ઠાકરેના અનેક જૂના સાથીઓ પર પ્રહાર કરવાના પ્રયાસો તેજ કર્યા છે. સાથે જ પાર્ટીને લઈને ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે વચ્ચેનો મતભેદ વધી ગયો છે. બંને સુપ્રીમ કોર્ટ અને ચૂંટણી પંચમાં અરજી કરીને શિવસેના પર પોતાનો દાવો કર્યો છે. ચૂંટણી પંચમાં અરજી કરીને બંને પક્ષોએ શિવસેનાના ચિહ્ન તીર અને ધનુષ પર દાવો કર્યો છે. 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post