• Home
  • News
  • દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહીના પગલે NDRFની 15 ટીમ તૈનાત
post

માછીમારોને દરિયો ન ખેડવા સૂચના, રાજ્યનો ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ એલર્ટ મોડ પર

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-17 12:16:57

અમદાવાદ: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવતા સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર સાબદુ થયું છે. રાજ્યનો ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ એલર્ટ થયો છે. અતિભારે વરસાદના પગલે NDRFની 15 ટીમો તૈનાત કરવામાં આવી છે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે. 

આગામી 72 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. જેને લઇને 15 NDRFની ટીમ તૈયાર રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાંથી 6 ટીમો સુરતમાં અને વલસાડ, નવસારીમાં 5 ટીમો તૈનાત કરવામાં આવી છે. અમરેલી, પોરબંદર, જામનગર, ભાવનગરમાં 1-1 ટીમ સ્ટેન્ડ ટૂ રાખવામાં આવી છે.  

 

adv

Related News

post
post
post
post
post
post
post