• Home
  • News
  • NEET-JEE પર મોદીને પત્ર:દેશ-વિદેશના 150 શિક્ષકોએ વડાપ્રધાનને લખ્યું- પરીક્ષાઓમાં મોડું થયું તો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત થશે, કેટલાક લોકો રાજકીય એજન્ડા ચલાવી રહ્યાં છે
post

NDAનું શાસન નથી એવા 7 રાજ્યો કોરોનાના કારણે NEET-JEE ટાળવાની માંગ કરી રહ્યાં છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-27 11:00:37

NEET-JEEની પરીક્ષાઓને લઈને દેશ-વિદેશ યુનિવર્સિટીના 150 શિક્ષકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. તેમણે કહ્યું છે કે આ પરીક્ષાઓમાં વધુ મોડું થયું તો તે વિદ્યાર્થીઓના કેરિયરની સાથે સમાધાન થશે. કેટલાક લોકો તેમના રાજકીય એજન્ડના પગલે વિદ્યાર્થીઓના ભવિષ્યની સાથે રમત રમી રહ્યાં છે.

એડ્મિશન અને ક્લાસિસ પર આશંકાઓ દૂર કરવી જરૂરી
ચિઠ્ઠીમાં લખવામાં આવ્યું છે કે, યુવા અને વિદ્યાર્થીઓ દેશનું ભવિષ્ય છે, પરંતુ કોરોના મહામારીના કારણે તેમની કેરિયર મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. એડ્મિશન અને ક્લાસ વિશે બહુ જ આશંકાઓ છે જે ઝડપથી દૂર કરવી જરૂરી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ લાખો વિદ્યાર્થીઓએ 12મું ધોરણ પાસ કર્યું છે, પરંતુ અત્યારે ઘરે બેસીને રાહ જોઈ રહ્યા છે કે, આગળ શું થશે અને શું કરવાનું છે.

યુવાનોના સપનાઓ સાથે સમજૂતી ન થવી જોઈએ
સરકાર JEE-NEET પરીક્ષાઓની તારીખની જાહેરાત કરી ચૂકી છે. હવે જો તેમાં મોડું થશે તો વિદ્યાર્થીઓનું એક કિમતી વર્ષ બરબાદ થઈ જશે. યુવાનોના સપના અને ભવિષ્ય સાથે કોઈ પણ કિંમતે સમજૂતી ન થવી જોઈએ. અમને ચોક્કસ વિશ્વાસ છે કે, સરકારે JEE-NEET પરીક્ષાઓ સુરક્ષા સાથે કરવામાં સફળ રહેશે અને 2020-21નું એકેડેમિક કેલેન્ડર પણ જાહેર કરી દેવામાં આવશે.

મોદીને પત્ર લખનારાઓમાં આ 10 અગ્રણી યુનિવર્સિટીના શિક્ષક પણ સામેલ
1.
દિલ્હી યુનિવર્સિટી
2.
ઈગ્નૂ
3.
લખનઉ યુનિવર્સિટી
4.
જેએનયુ
5.
બીએચયુ
6.
આઈઆઈટી, દિલ્હી
7.
યુનિવર્સિટી ઓફ લંડન
8.
યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા
9.
હિબ્રૂ યુનિવર્સિટી ઓફ જેરુસેલમ
10.
બેન ગુરિયન યુનિવર્સિટી, ઈઝરાયલ

7 રાજ્યોના મુખ્યમંત્રીઓ પરીક્ષાઓ ટાળવા માંગે છે
કોરોનાની વચ્ચે JEE-Mains અને NEET પરીક્ષા હવે સરકાર વિરુદ્ધ વિપક્ષનો મુદ્દો બની ચૂક્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના નેતૃત્વમાં બુધવારે 7 રાજ્યોના મુખ્યમંત્રીઓએ પરીક્ષા ટાળવાની માંગણી કરી છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું કે તમામ રાજ્યો મળીને સુપ્રીમ કોર્ટમાં ગયા છે. તે પછી નિર્ણય લેવામાં આવ્યો કે સુપ્રીમ કોર્ટમાં રિવ્યુ પિટીશન ફાઈલ કરવામાં આવશે. ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને કોર્ટ જતા પહેલા રાષ્ટ્રપતિ સાથે મળવાની વાત કહી.

JEE Mains પરીક્ષા 7-11 એપ્રિલ અને NEET 3 મેના રોજ થવાની હતી, જોકે કોરોનાના કારણે 2 વખત ટાળવામાં આવી. હવે સપ્ટેમ્બરનું શિડ્યુલ છે. આ પરીક્ષાઓને વધુ સમય માટે ટાળવાની અરજી સુપ્રીમ કોર્ટ ફગાવી ચૂકી છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી(એનટીએ) મંગળવારે કહ્યું હતું કે પરીક્ષાઓ હવે નક્કી સમયે એટલે કે JEE 1 સપ્ટેમ્બરથી 6 સપ્ટેમ્બર સુધી અને NEET 13 સપ્ટેમ્બરે લેવામાં આવશે. બીજી તરફ પરીક્ષાઓનો વિરોધ કરનારા રાજ્યોએ દલીલ કરી છે કે કોરોનાની સ્થિતિને જોતા હાલ પરીક્ષાઓ લેવી યોગ્ય નથી.

 

adv

Related News

post
post
post
post
post
post
post