• Home
  • News
  • મહારાષ્ટ્રમાં 18 મંત્રીઓએ શપથ લીધા:ભાજપ-શિંદે જૂથમાંથી 9-9 ધારાસભ્યો મંત્રી બન્યા, મંત્રીમંડળમાં લોઢા સૌથી અમીર; CM સૌથી ઓછું ભણેલા
post

શિંદેની નવી ટીમમાં દરેક મંત્રી કરોડપતિ છે. તેમાં સૌથી વધારે સંપત્તિ માલાબાર હિલ્સ સીટથી ભાજપ ધારાસભ્ય મંગલ પ્રભાત લોઢા પાસે છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-08-09 18:36:01

મહારાષ્ટ્રમાં CM એકનાથ શિંદેના શપથ ગ્રહણના 39 દિવસ પછી આજે મંત્રીમંડળનું વિસ્તરણ થયું છે. મંત્રીમંડળ વિસ્તરણમાં 50-50 ફોર્મ્યુલા લાગુ કરવામાં આવી છે. બંને જૂથમાંથી 9-9 ધારાસભ્યો મંત્રી બન્યા છે. સૌથી પહેલાં ભાજપના રાધાકૃષ્ણ વિખે પાટિલે મંત્રી પદના શપથ લીધા. ત્યારપછી ભાજપના સુધીર મુનગંટીવાર, ચંદ્રકાંત રાધા પાટિલ, વિજય કુમાર ગાવિત અને ગિરીશ મહાજને શપથ લીધા છે. ત્યારપછી શિંદે જૂથના ગુલાબરાવ પાટિલ, દાદા ભૂસે, સંજય રાઠોડ, સુરેશ ખાડે, સંદીપન ભુમરેએ શપથ લીધા છે. 11માં નંબરે શિંદે જૂથના ઉદય સામંતે શપથ લીધા હતા. તેમના પછી તાનાજી સાવંત (શિંદે જૂથ), રવિન્દ્ર ચૌહાણ (ભાજપ), અબ્દુલ સત્તાર (શિંદે જૂથ), દીપક કેસરકર (શિંદે જૂથ), અતુલ સાવે (ભાજપ). શંભૂરાજ દેસાઈ (શિંદે જૂથ), મંગલ પ્રભાત લોઢાએ (ભાજપ) શપથ લીધા છે.

નવા મંત્રીઓમાંથી 70% કલંકિત, દરેકે મંત્રી કરોડપતિ
શિંદેની નવી ટીમમાં દરેક મંત્રી કરોડપતિ છે. તેમાં સૌથી વધારે સંપત્તિ માલાબાર હિલ્સ સીટથી ભાજપ ધારાસભ્ય મંગલ પ્રભાત લોઢા પાસે છે. જ્યારે સૌથી ઓછી એટલે કે 2 કરોડની પ્રોપર્ટી પૈઠાન સીટથી ધારાસભ્ય સંદીપન ભુમરે પાસે છે. કેબિનેટમાં 12 એવા મંત્રી છે જેમની સામે ફરિયાદ નોંધાયેલી છે. તેમાંથી અમુક ઉપર તો ગંભીર કલમ પણ લગાવવામાં આવી છે. ચૂંટણી એફિડેવિટ પ્રમાણે મુખ્યમંત્રી શિંદે પર 18 અને ઉપમુખ્યમંત્રી પર 4 ક્રિમિનલ કેસ દાખલ છે.

મુખ્યમંત્રી સૌથી ઓછું ભણેલા મંત્રી
નવી શિંદે કેબિનેટમાં એક મંત્રી 10મું અને 5 મંત્રી બારમું પાસ છે. તે સિવાય એક એન્જિનિયર, 7 મંત્રી ગ્રેજ્યુએટ, 2 પોસ્ટ ગ્રેજ્યુએટ અને એક મંત્રી ડોક્ટર છે. બીજેપીના ધારાસભ્ય સુરેશ ખાડે સૌથી વધારે ભણેલા મંત્રી છે. રાજ્યના મુખ્યમંત્રી શિંદે 10મું ઘોરણ જ પાસ છે. જ્યારે ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ગ્રેજ્યુએટ કર્યું છે.

મંગલ પ્રભાત લોઢા પાસે 441 કરોડ રૂપિયાથી વધારે સંપત્તિ
વ્યવસાયે બિલ્ડર મંગલ પ્રભાત લોઢા ભારતીય જનતા પાર્ટીના સૌથી અમીર મંત્રી છે. ચૂંટણી એફિડેવિટ પ્રમાણે તેમની પાસે 441 કરોડ રૂપિયાથી વધારે સ્થિર અને અન્ય સંપત્તિ છે. 6 વખતથી ધારાસભ્ય લોઢા પાસે 252 કરોડ રૂપિયાથી વધારે સ્થાઈ સંપત્તિ અને અંદાજે 189 કરોડ રૂપિયાથી વધારે અચલ સંપત્તિ છે. ધારાસભ્ય પાસે 14 લાખ રૂપિયાની એક જેગુઆર કાર, બોન્ડ અને શેરમાં અન્ય રોકાણ છે. તેમની પાસે દક્ષિણ મુંબઈમાં પાંચ ફ્લેટ પણ છે. તેમની પાસે રાજસ્થાનમાં એક પ્લોટ છે અને તેમની પત્ની પાસે માલાબાર હિલ્સમાં એક મકાન છે. એફિડેવિટ પ્રમાણે લોઢા ઉપર પાંચ કેસ નોંધાયેલા છે.

NCP કોમેન્ટ: મહિલાઓને જગ્યા ના આપી
શિંદે મંત્રીમંડળનું ગઠન થયા પછી આ વિશે પહેલી પ્રતિક્રિયા રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી (NCP)એ આપી છે. પાર્ટીના સુપ્રીમો સુપ્રીયા સુલેએ કહ્યું છે કે, એકનાથ શિંદેએ તેમના મંત્રીમંડળમાં અડધી વસતી એઠલે કે મહિલાઓને જગ્યા નથી આપી. આ ખૂબ ખોટી વાત છે.

adv

Related News

post
post
post
post
post
post
post