• Home
  • News
  • મધ્યપ્રદેશમાં ધારાસભ્યોના રાજીનામા / ‘હું મારા પદનો ત્યાગ કરું છું..’19 ધારાસભ્યોએ સ્પીકરના હાથ વડે લખેલું રાજીનામું મોકલ્યું
post

એક ધારાસભ્ય બિસાહૂલાલ સિંહે મીડિયા સામે પોતાના રાજીનામાની જાહેરાત કરી

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-11 08:29:09

ભોપાલઃ મધ્યપ્રદેશમાં હોળીના દિવસે મંગળવારે કોંગ્રેસના 20 ધારાસભ્યોએ મુખ્યમંત્રી કમલનાથે પોતાનું રાજીનામું સોપ્યું હતું. જેમાંથી 19 ધારાસભ્યોએ પોતાના રાજીનામા એક-એક લાઈનમાં અને હાથ વડે લખીને સીએમને મોકલ્યા હતા. એક ધારાસભ્ય બિસાહૂલાલ સિંહે મીડિયા સામે પોતાના રાજીનામાની જાહેરાત કરી છે. તેમણે ભાજપ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ સાથે પ્રેસ કોન્ફરન્સ કરી હતી.

માત્ર કમલેશ જાટવે રાજીનામામાં એક કરતા વધારે પંક્તિઓ લખી
કમલેશ જાટવે પોતાના રાજીનામામાં એક કરતા વધારે પંક્તિઓ લખી, તેમણે લખ્યું કે, હું અમ્બા જિલ્લાના મુરૈનાથી વિધાનસભા માટે ચૂંટાયો હતો. હું સ્વેચ્છાએ સભ્યતા ત્યાગું છું. કુપીયા કરીને આનો સ્વીકાર કરજો. આ સૂચના મારા દ્વારા મધ્યપ્રદેશ વિધાનસભાને આપવામાં આવી છે.

adv

Related News

post
post
post
post
post
post
post