• Home
  • News
  • 24 કલાકમાં 2.76 લાખ કેસ નોંધાયા, 3.68 લાખ સાજા થયા; સતત સાતમો દિવસ, જ્યારે સાજા થયેલા દર્દીની સંખ્યા નવા દર્દીઓ કરતાં વધુ
post

ગઈકાલે નવા દર્દીઓની સંખ્યા કરતાં વધુ દર્દીઓ સાજા થયા

Written By newsonline | Ahmedabad | Published: 2021-05-20 11:28:13

દેશમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 2 લાખ 76 હજાર 59 નવા પોઝિટિવ લોકોની ઓળખ કરવામાં આવી છે. 3 લાખ 68 હજાર 788 લોકો સાજા થયા, જ્યારે 3,876 લોકોનાં મોત થયાં. એ સતત સાતમા દિવસે હતો, જ્યારે નવા દર્દીઓની સંખ્યા કરતાં વધુ દર્દીઓ સાજા થયા. બુધવારે એક્ટિવ દર્દીઓની સંખ્યા એટલે કે જે દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે એમાં 96,647નો ઘટાડો થયો છે. હવે 31 લાખ 25 હજાર 140 દર્દી સારવાર હેઠળ છે. 11 દિવસ પહેલાં 9 મેના રોજ આ આંકડો 37.41 લાખની પીક પર પહોંચ્યો હતો.

દેશમાં કોરોના મહામારીના આંકડા

છેલ્લા 24 કલાકમાં કુલ નવા કેસ આવ્યા: 2.76 લાખ

છેલ્લા 24 કલાકમાં કુલ સાજા થયા: 3.68 લાખ

છેલ્લા 24 કલાકમાં કુલ મૃત્યુ: 3,876

અત્યારસુધીમાં કુલ કેસ: 2.57 કરોડ

અત્યારસુધી સાજા થયા: 2.23 કરોડ

અત્યારસુધીમાં કુલ મૃત્યુ: 2.87 લાખ

હાલમાં સારવાર લઈ રહેલા દર્દીઓની કુલ સંખ્યા: 31.25 લાખ

19 રાજ્યમાં લોકડાઉન જેવા પ્રતિબંધો
દેશનાં 19 રાજ્યમાં પૂર્ણ લોકડાઉન જેવા પ્રતિબંધો છે. એમાં હિમાચલ પ્રદેશ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, ઓડિશા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, તામિલનાડુ, મિઝોરમ, ગોવા, તેલંગાણા, પશ્ચિમ બંગાળ અને પુડુચેરી સામેલ છે. અહીં અગાઉના લોકડાઉન જેવા જ કડક પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે.

13 રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશોમાં આંશિક લોકડાઉન
દેશનાં 13 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આંશિક લોકડાઉન છે, એટલે કે અહીં પ્રતિબંધો તો છે જ, જોકે છૂટ પણ છે. એમાં પંજાબ, જમ્મુ-કાશ્મીર, લદાખ, ઉત્તરાખંડ, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, મેઘાલય, નાગાલેન્ડ, આસામ, મણિપુર, આંધ્રપ્રદેશ અને ગુજરાત સામેલ છે.

જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ જિલ્લા અધિકારીઓને રાજ્યની દરેક પંચાયતમાં કોવિડ કેર સેન્ટર ખોલવા સૂચના આપી છે. આ સેન્ટરમાં 5 લોકોને ભરતી કરવાની વ્યવસ્થા હશે. આ કામ માટે તેમણે દરેક જિલ્લાને 1 લાખ રૂપિયા મંજૂર કર્યા છે.

કોરોના સંક્રમણની વચ્ચે આર્મીની દક્ષિણી નેવલ કમાન્ડની ડાઇવિંગ સ્કૂલે ઓક્સિજન રિસાઇક્લિંગ સિસ્ટમ (ORS)ની ડિઝાઇન તૈયાર કરી છે. આ ઓક્સિજનની સમસ્યાથી છુટકારો મેળવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. એને લેફ્ટનન્ટ કમાન્ડર મયંક શર્માએ તૈયાર કર્યો છે. એની પેટન્ટ પણ કરાવવામાં આવી છે.

દિલ્હી સરકાર દ્વારા જારી કરવામાં આવેલા હેલ્થ બુલેટિન અનુસાર, પોઝિટિવિટી રેટ ઘટીને 5.78% થયો છે. 6 એપ્રિલ બાદનો આ સૌથી ઓછો છે, ત્યારે એ દર 4.9% હતો. આરોગ્યમંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યું હતું કે દિલ્હીની પરિસ્થિતિમાં ઘણો સુધારો થઈ રહ્યો છે, પરંતુ આપણું લક્ષ્ય પોઝિટિવિટી રેટને 2% સુધી લાવવાનું હોવું જોઈએ. 22 એપ્રિલના રોજ પોઝિટિવિટી રેટ સૌથી વધુ 36.2% હતો.

મુખ્ય રાજ્યની પરિસ્થિતિ

1. મહારાષ્ટ્ર
બુધવારે 34,031 લોકોને સંક્રમણ લાગ્યું હતું. 51,457 લોકો સાજા થયા અને 594 લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યારસુધીમાં 54.67 લાખ લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી 49.78 લાખ લોકો સાજા થયા છે, જ્યારે, 84,371 લોકોનાં મોત નીપજ્યાં છે. હાલમાં 4.01 લાખ દર્દીની સારવાર કરવામાં આવી રહી છે.

2. ઉત્તરપ્રદેશ
બુધવારે 7,186 લોકો પોઝિટિવ મળ્યા હતા. 19,669 લોકો સાજા થયા અને 280 લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યારસુધીમાં 16.44 લાખ લોકોને સંક્રમણ લાગ્યું છે. તેમાંથી 15.02 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 18,352 દર્દી મૃત્યુ પામ્યા હતા. અહીં 1.23 લાખ દર્દીની સારવાર કરવામાં આવી રહી છે.

3. દિલ્હી
દિલ્હીમાં બુધવારે 3,846 લોકો કોરોના પોઝિટિવ જોવા મળ્યા. 9,427 લોકો સ્વસ્થ થયા અને 235 લોકો મૃત્યુ પામ્યા. અત્યારસુધીમાં 14.06 લાખ લોકોને સંક્રમણ લાગ્યું છે. તેમાંથી 13.39 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 22,346 દર્દી મૃત્યુ પામ્યા છે. અહીં 45,047ની સારવાર કરવામાં આવી રહી છે.

4. છત્તીસગઢ
બુધવારે 5680 લોકો કોરોના પોઝિટિવ સામે આવ્યા હતા. 10,048 લોકો સ્વસ્થ થયા અને 146 લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યારસુધીમાં 9.31 લાખ લોકો સંક્રમણથી અસરગ્રસ્ત થયા છે. તેમાંથી 8.33 લાખ લોકો સાજા થઈ ગયા છે, જ્યારે 12,182 દર્દી મૃત્યુ પામ્યા છે. 85,868 દર્દી સારવાર લઈ રહ્યા છે.

5. ગુજરાત
બુધવારે રાજ્યના 5,246 લોકો કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. 9,001 લોકો સ્વસ્થ થયા અને 71 લોકો મૃત્યુ પામ્યા. અત્યારસુધીમાં 7.71 લાખ લોકોને સંક્રમણ લાગ્યું છે. તેમાંથી 6.69 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 9,340 દર્દી મૃત્યુ પામ્યા છે. અહીં 92,617 લોકોની સારવાર કરવામાં આવી રહી છે.

6. મધ્યપ્રદેશ
રાજ્યમાં બુધવારે 5,065 લોકો કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. 10,337 લોકો સાજા થયા અને 88 લોકો મૃત્યુ પામ્યા. અત્યારસુધીમાં 7.47 લાખ લોકોને સંક્રમણ લાગ્યું છે. તેમાંથી 6.62 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 7,227 લોકો મૃત્યુ પામ્યા છે. અહીં 77,607 દર્દી સારવાર લઈ રહ્યા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post