• Home
  • News
  • જોશીમઠમાં 2 લક્ઝરી હોટલ તોડી પડાશે:678 ઇમારતો અસુરક્ષિત, સુપ્રીમનો તાત્કાલિક સુનાવણી માટે ઇનકાર, કહ્યું- દરેક વાત અમારી પાસે લાવવી જરૂરી નથી
post

હોટેલ મલારી ઇનના માલિક ઠાકુર સિંહ રાણાએ જણાવ્યું કે તે 2011માં બનાવવામાં આવી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2023-01-10 20:08:58

ઉત્તરાખંડના જોશીમઠમાં જમીન ધસી રહી છે. સોમવારે કેન્દ્રની એક ટીમે અહીં પહોંચીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. આ દરમિયાન આજે એક્સપર્ટ તરફથી હોટલ મલારી ઇન અને હોટલ માઉન્ટ વ્યૂને અસુરક્ષિત જાહેર કરાયા બાદ એને તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બુલડોઝર સાથે ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. એને તોડી પાડવાનું કામ સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CBRI)ની દેખરેખ હેઠળ કરવામાં આવશે.

SDRFએ બે હોટલને તોડી પાડવાનો એક્શન પ્લાન જણાવ્યો હતો
બે હોટલ મલારી ઇન અને હોટલ માઉન્ટ વ્યૂ તોડી પાડવામાં આવશે. SDRFના કમાન્ડન્ટ મણિકાંત મિશ્રાએ કહ્યું હતું કે આજે ટીમે હોટલ મલારી ઇનને તોડી પાડવાનો નિર્ણય કર્યો છે. પહેલા ઉપરનો ભાગ તોટી નાખવામાં આવશે. બંને હોટલ એકબીજાની ખૂબ નજીક આવી ગઈ છે. તેમની આસપાસ ઘરો છે, તેથી એને તોડી પાડવી જરૂરી છે. જો હોટલ વધુ ધસી પડશે તો એ પડી જશે. SDRF તહેનાત કરવામાં આવી છે. લાઉડસ્પીકર દ્વા

સુપ્રીમ કોર્ટે તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો
સુપ્રીમ કોર્ટે જોશીમઠ કેસ પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. જોશીમઠ મામલે કેસની સુનાવણી 16 જાન્યુઆરીએ કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે દરેક કેસની સુનાવણી ઝડપથી થઈ શકતી નથી. આ બાબતો માટે લોકતાંત્રિક સંસ્થાઓ છે, જે કામ કરી રહી છે.

હોટલ તોડી પાડવાની નોટિસ મળી નથી- હોટલમાલિક
હોટલ મલારી ઇનના માલિક ઠાકુર સિંહ રાણાનું કહેવું છે કે તેમને વહીવટીતંત્ર તરફથી કોઈ નોટિસ મળી નથી. હું લોકોના હિતમાં પોતાની હોટલ તોડી પાડવાના સરકારના નિર્ણયની સાથે છું, પરંતુ મને એ પહેલાં નોટિસ મળવી જોઈતી હતી. હોટલનું મૂલ્યાંકન કરવું જોઈએ.

હોટેલ મલારી ઇન 2011માં બનાવવામાં આવી હતી
હોટેલ મલારી ઇનના માલિક ઠાકુર સિંહ રાણાએ જણાવ્યું કે તે 2011માં બનાવવામાં આવી હતી. આ દરમિયાન નકશો પણ પાસ કરવામાં આવ્યો હતો. હોટેલ માલિક દાવો કરે છે કે આજ સુધી 2011-2022 સુધી કોઈએ કહ્યું નથી કે આ જમીન આપત્તિગ્રસ્ત વિસ્તારમાં છે. માલિકના જણાવ્યા અનુસાર હોટલ જોશીમઠ નગરપાલિકાની પરવાનગીથી બનાવવામાં આવી હતી. પરંતુ હવે નોટિસ આપ્યા વિના હોટલ તોડી પાડવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે સરકારે આ વિસ્તારને રાષ્ટ્રીય આપત્તિ જાહેર કરવો જોઈએ.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post