• Home
  • News
  • 200 કરોડની ખંડણીનો કેસ:મની લોન્ડરિંગ કેસમાં દિલ્હી પોલીસે નોરા ફતેહીને કર્યા 50 સવાલ, 1 કરોડની BMW ગિફ્ટની વાત સ્વીકારી
post

કાર ગિફ્ટ અંગે 200 કરોડની મની લોન્ડરિંગના કેસમાં EDની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આરોપી સુકેશ ચંદ્રશેખરે નોરા ફતેહી અને જેકલીન ફર્નાન્ડિસને લક્ઝરી કાર સહિત ઘણી મોંઘી ગિફ્ટ્સ આપી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2022-09-03 12:39:05

નવી દિલ્લી: દિલ્હી પોલીસની ઇકોનોમિક ઓફેન્સ વિંગ (EOW) એ શુક્રવારે તિહાર જેલમાં બંધ સુકેશ ચંદ્રશેખર સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં એક્ટ્રેસ અને ડાન્સર નોરા ફતેહીની પૂછપરછ કરી હતી. રિપોર્ટ અનુસાર, દિલ્હી પોલીસે 6 કલાક સુધી લગભગ નોરાની પૂછપરછ કરી હતી. આ કેસમાં EDએ જેકલીન ફર્નાન્ડીઝને આરોપી બનાવી છે.

જેકલીન સાથે મારું કોઈ કનેક્શન નથી: નોરા
ન્યૂઝ એજન્સી ANI અનુસાર, દિલ્હી પોલીસે 6 કલાકમાં નોરાને લગભગ 50 પ્રશ્નો પૂછ્યા. જેમાં તમે સુકેશ પાસેથી ક્યારે ગિફ્ટ લીધી?તમે તેને ક્યાં મળ્યા? જેવા કેટલાક પ્રશ્નો હતા. નોરાએ સમગ્ર પૂછપરછમાં મદદ કરી હતી.તે જ સમયે, નોરાએ જવાબ આપ્યો કે હું સુકેશની પત્નીને નેઈલ આર્ટ ફંક્શનમાં મળી હતી. અહીં તેણે મને 1 કરોડની BMW કાર ગિફ્ટ કરી હતી. બંનેના ગુનાહિત ઇતિહાસ વિશે મને ખબર નહોતી.આ સાથે નોરાએ કહ્યું કે મારું જેકલીન સાથે કોઈ કનેક્શન નથી.

નોરાએ કબૂલી હતી ગિફ્ટની વાત
કાર ગિફ્ટ અંગે 200 કરોડની મની લોન્ડરિંગના કેસમાં EDની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આરોપી સુકેશ ચંદ્રશેખરે નોરા ફતેહી અને જેકલીન ફર્નાન્ડિસને લક્ઝરી કાર સહિત ઘણી મોંઘી ગિફ્ટ્સ આપી હતી.14 ઓક્ટોબરે નોરા અને સુકેશની સામસામે પૂછપરછ કરવામાં આવી હતી.આ દરમિયાન નોરાએ પોતે 1 કરોડથી વધુની કિંમતની લક્ઝુરિયસ કાર ગિફ્ટમાં લીધી હોવાનું કબૂલ્યું હતું.

દિલ્હી પોલીસ 12 સપ્ટેમ્બરે પૂછપરછ કરશે,
ED
એ જેકલીનને પણ આ કેસમાં આરોપી બનાવી છે. દિલ્હીની પટિયાલા કોર્ટે બુધવારે આ મામલે સુનાવણી કરી હતી.આ પછી અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝને સમન્સ પાઠવીને 26 સપ્ટેમ્બરે કોર્ટમાં હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ સાથે 12 સપ્ટેમ્બરે દિલ્હી પોલીસ અભિનેત્રીની પણ પૂછપરછ કરશે.

200 કરોડ ખંડણીનો કેસ શું છે?
તિહાડ જેલમાં જ રહેતા સુકેશે રેનબેક્સીના પૂર્વ પ્રમોટર શિવિન્દર સિંહ અને માલવિંદર સિંહને જેલમાંથી બહાર કઢાવવાની લાલચ આપી. એના માટે તેમની પત્ની સાથે 200 કરોડથી વધુની ઠગાઈ કરી. તે ખુદને ક્યારેક PM ઓફિસ અને ક્યારેક ગૃહ મંત્રાલય સાથે સંકળાયેલો અધિકારી ગણાવતો. તેની આ છેતરપિંડીમાં તિહાડ જેલના અનેક અધિકારીઓ પણ સામેલ હતા. સુકેશ આ તમામને મોટી રકમ આપતો હતો. એ પછી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે સુકેશ વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો. આ કેસમાં સુકેશની પત્ની લીના પૉલ પણ આરોપી છે. તેમના પર આરોપ છે કે તેણે રકમની ચેન્નઈની એક કંપની દ્વારા હેરફેર કરાવી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post