• Home
  • News
  • AAPના વધુ 21 ઉમેદવાર જાહેર:વિરમગામમાં હાર્દિક પટેલ સામે 'આપ'એ કુંવરજી ઠાકોરને ઉતાર્યા, સુરત પશ્ચિમથી મોક્ષેશ સંઘવીને ટિકિટ આપી
post

અત્યારસુધીમાં AAP 139 જેટલા ઉમેદવારો જાહેર કરી ચૂકી છે.

Written By newsonline | Ahmedabad | Published: 2022-11-05 18:20:23

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત બાદ કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પહેલી યાદી જાહેર થઈ ચૂકી છે. આમ આદમી પાર્ટી (AAP)એ જાહેરાત પહેલાં જ 118 ઉમેદવાર જાહેર કરી ચૂકી છે. ત્યારે આજે વધુ 21 જેટલા ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. એમાં મહત્ત્વની બેઠકો એવી વિરમગામમાં કુંવરજી ઠાકોર, સુરત પશ્ચિમથી મોક્ષેશ સંઘવી, ઠક્કરબાપાનગરમાં સંજય મોરી, બાપુનગરથી સંજય દીક્ષિતને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આમ, અત્યારસુધીમાં AAP 139 જેટલા ઉમેદવારો જાહેર કરી ચૂકી છે.

તમામ ઝોનની બેઠક માટે ઉમેદવારો જાહેર કરાયા
આમ આદમી પાર્ટી દ્વારા ચૂંટણીની જાહેરાત પહેલાં જ ઉમેદવારો નક્કી કરીને જાહેર કરવામાં આવ્યા હતા. એમાં બે દિવસ પહેલાં 10 ઉમેદવારનાં નામ સાથેની યાદી જાહેર કર્યા બાદ આજે વધુ 21 ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે. એમાં મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની બેઠકોનો સમાવેશ થાય છે. દક્ષિણ ગુજરાતની પણ ત્રણ બેઠક પરથી પણ ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે.

AAPએ આજે 21નું ઉમેદવાર લિસ્ટ જાહેર કર્યું

·         વાવ - ડો. ભીમ પટેલ

·         ઠક્કરબાપાનગર - સંજય મોરી

·         બાપુનગર - રાજેશભાઈ દીક્ષિત

·         દસ્ક્રોઈ - કિરણ પટેલ

·         ધોળકા - જટુભા ગોળ

·         ધ્રાંગધ્રા - વાગજીભાઈ પટેલ

·         વિરમગામ - કુંવરજી ઠાકોર

·         માણાવદર - કરશનબાપુ ભદ્રકા

·         ધારી - કાંતિભાઈ સતાસિયા

·         સાવરકુંડલા - ભરત નાકરાણી

·         મહુવા અમરેલી - અશોક જોલિયા

·         તળાજા - લાલુબેન નરશીભાઈ ચૌહાણ

·         ગઢડા - રમેશ પરમાર

·         ખંભાત - ભરતસિંહ ચાવડા

·         સોજીત્રા - મનુભાઈ ઠાકોર

·         લીમખેડા - નરેશ પૂનાભાઈ બારિયા

·         પાદરા - જયદીપસિંહ ચૌહાણ

·         વાગરા - જયરાજસિંહ

·         અંકલેશ્વર - અકુંર પટેલ

·         માંગરોળ બારડોલી - સ્નેહલ વસાવા

·         સુરત પશ્ચિમ - મોક્ષેશ સંઘવી

 

adv

Related News

post
post
post
post
post
post
post