• Home
  • News
  • દેશમાં 23 લાખ લોકો આઈસોલેશનમાં, સૌથી વધુ 6.02 લાખ મહારાષ્ટ્રમાં
post

ગુજરાતમાં 4.42 લાખ લોકો આઈસોલેશનમાં

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-29 10:43:45

નવી દિલ્હી: લૉકડાઉનમાં વિદેશથી કે દેશમાં એક સ્થળેથી બીજા સ્થળે જનારા આશરે 23 લાખ લોકો હાલ આઈસોલેશન સેન્ટરમાં છે. મોટા ભાગની રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત ક્ષેત્રોની સરકારોએ તેમના ક્ષેત્રમાં બહારથી આવનારા માટે ઓછામાં ઓછા 7 દિવસ ફરજિયાત આઈસોલેશનનો નિયમ બનાવ્યો છે. જ્યારે અમુક રાજ્યોએ બહારથી આવનારા માટે હોમ આઈસોલેશન ફરજિયાત બનાવ્યું છે. 


ગુજરાતમાં 4.42 લાખ લોકો એવા કેન્દ્રોમાં રહી રહ્યાં છે
એક સત્તાવાર સરવે મુજબ 26 મેની સ્થિતિ અનુસાર જુદા જુદા આઈસોલેશન સેન્ટરમાં 22.81 લાખ લોકો છે. 14 મેના રોજ આ આંકડો તેનાથી અડધો હતો અને ત્યારે 11.95 લાખ લોકો આઈસોલેશનમાં હતા. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 6.02 લાખ લોકો આઈસોલેશનમાં છે. તેના પછી ગુજરાતમાં 4.42 લાખ લોકો એવા કેન્દ્રોમાં રહી રહ્યાં છે.

adv

Related News

post
post
post
post
post
post
post