• Home
  • News
  • શ્રીકાંત ત્યાગી પર 25 હજારનું ઈનામ જાહેર, સર્ચ ઓપરેશનમાં STF પણ જોડાઈ
post

સોસાયટીમાં રહેતા લોકો વર્ષ 2019થી શ્રીકાંત ત્યાગીના ગેરકાયદેસર બાંધકામ અંગે ફરિયાદ કરી રહ્યા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2022-08-08 17:54:26

નવી દિલ્હી: નોઈડાના દબંગ નેતા શ્રીકાંત ત્યાગીની ધરપકડ કરવા માટે યુપી સરકારે કમર કસી લીધી છે. સોમવારે સેક્ટર-93 સ્થિત ઓમેક્સ સોસાયટીમાં આરોપીનું ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું. હવે શ્રીકાંત ત્યાગી પર 25 હજારનું ઈનામ પણ જાહેર કરવામાં આવ્યું છે. ફરાર આરોપીના સર્ચ ઓપરેશનમાં હવે પોલીસ ટીમો ઉપરાંત સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) પણ જોડાઈ ગઈ છે. સર્ચિંગ દ્વારા જાણવા મળ્યું કે, હરિદ્વારમાં થોડા સમય માટે શ્રીકાંતનો ફોન ઓન થયો હતો અને તે ફરી બંધ થઈ ગયો હતો. હવે પોલીસ આરોપીને ટૂંક સમયમાં ધરપકડ કરી લેવાનો દાવો કરી રહી છે. નોઈડાની સોસાયટીમાં દબાણને લઈને એક મહિલા સાથે શ્રીકાંત ત્યાગીનો વિવાદ થઈ ગયો હતો. પોતાને બીજેપી નેતા ગણાવનાર શ્રીકાંતે મહિલાને અપમાનજનક શબ્દો બોલ્યો હતો. આ સાથે જ માર-પીટ પર પણ ઉતરી ગયો હતો. 

એવું કહેવામાં આવ્યું હતું કે, સોસાયટીમાં રહેતા લોકો વર્ષ 2019થી શ્રીકાંત ત્યાગીના ગેરકાયદેસર બાંધકામ અંગે ફરિયાદ કરી રહ્યા હતા પરંતુ તેણે તેના પ્રભાવને કારણે કાર્યવાહી મહોતી કરવા દીધી. પરંતુ મહિલા સાથે ગેરવર્તણૂક કર્યાનો વીડિયો વાયરલ થયા બાદ તંત્ર એક્શનમાં આવ્યું છે અને તેનું ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. નોઈડા ઓથોરિટીની આ કાર્યવાહીથી ખુશ થઈને સોસાયટીમાં રહેતી મહિલાઓએ તાળી પાડી અને મિઠાઈ વહેંચી હતી. 

આ મામલે નોઈડા પોલીસ કમિશનર આલોક સિંહે કહ્યું કે, આરોપીઓ વિરુદ્ધ ગેંગસ્ટર એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવશે. આરોપીઓને પકડવા માટે 8 ટીમો બનાવવામાં આવી છે. અલગ-અલગ રાજ્યોમાં શોધખોળ ચાલી રહી છે. જૂના ગુનાહિત ઈતિહાસને જોતા ગેંગસ્ટર એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવી રહ્યો છે. કડક કાર્યવાહી કરવામાં આવશે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post