• Home
  • News
  • પદ્મનાભ મંદિરમાં અગાઉ મહિને 3 કરોડનું દાન, હવે 25 હજાર; દેશના પાંચ સૌથી વધુ આવક ધરાવતા મંદિરોનો રિપોર્ટ
post

સાંઈબાબા ટ્રસ્ટ પાસે પોતાની એફડી તોડવા સિવાય વિકલ્પ નથી

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-15 10:57:23

નવી દિલ્હી: 22 માર્ચથી શરૂ થયેલા લૉકડાઉન પછી દેશના તમામ મોટા મંદિરોમાં શ્રદ્ધાળુઓ દ્વારા અપાતું દાન લગભગ બંધ છે. એવામાં મંદિરોએ પોતાની મૂડીના સહારે સંચાલન કરવું પડી રહ્યું છે. દેશમાં સૌથી વધુ સંપત્તિ ધરાવતા કેરળના પદ્મનાભ સ્વામી મંદિરમાં દર મહિને 3 કરોડ રૂપિયાનું દાન આવતું હતું. પરંતુ લૉકડાઉનમાં માત્ર 25 હજાર રૂપિયાનું જ દાન આવ્યું. વૈષ્ણોવદેવી મંદિર ઓનલાઈન દાન લેવાના વિકલ્પ અંગે વિચારી રહ્યું છે. તો સાંઈબાબા ટ્રસ્ટ પાસે પોતાની એફડી તોડવા સિવાય વિકલ્પ નથી. 
દાન દ્વારા વધુ આવક મેળવતા મંદિરોનો રિપોર્ટ...


જમા રકમના વ્યાજમાંથી વેતન, 6 કરોડનું નુકસાન: પદ્મનાભ સ્વામી, કેરળ
કેરળનું તિરુઅનંતપુરમનું પદ્મનાભ સ્વામી મંદિર દેશમાં સૌથી વધુ સંપત્તિ ધરાવતું મંદિર છે. લૉકડાઉનથી મંદિરને લગભગ 6 કરોડ રૂપિયાનું નુકસાન થઈ ચૂક્યું છે. મંદિરને મહિને સરેરાશ અઢીથી ત્રણ કરોડ રૂપિયાની આવક થાય છે. મંદિરના 307 કર્મચારીઓને દર મહિને 1.1 કરોડ રૂપિયા વેતન તરીકે અપાય છે. ગયા મહિને બેન્કમાં ભેગી થયેલી રકમ અને આ મહિને એફડી પર મળનારા વ્યાજમાંથી વેતન અપાયું હતું. ઓનલાઈન દાન દ્વારા રોજના લગભગ 25 હજાર રૂપિયા જ મળે છે.


ઓનલાઈન દાનવાળો વિકલ્પ હોવા છતાં આવક ઘટી: સિદ્ધિવિનાયક, મુંબઈ
મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરમાં છેલ્લા બે મહિનામાં દાનની આવક 90 ટકા સુધી ઘટી છે. મંદિરની વેબસાઈટ પર દર્શાવેલા આંકડા અને છેલ્લા વર્ષનું સરવૈયું જોતાં મંદિરમાં 150 કર્મચારી છે. તેમના વેતન અને સારસંભાળ પાછળ લગભગ 6-7 કરોડ રૂપિયાનો માસિક ખર્ચ થાય છે. મંદિરની વાર્ષિક આવક 410 કરોડ રૂપિયા છે. આ એ હિસાબ સરેરાશ 21-22 લાખ શ્રદ્ધાળુ મંદિરમાં આવ્યા નહીં અને મંદિરને લગભગ 60-65 કરોડ રૂપિયાનું દાન મળી શક્યું નહીં.


એફડી તોડી 15 કરોડનું વેતન આપ્યું, મળ્યા માત્ર અઢી કરોડ: સાંઈબાબા ટ્રસ્ટ, શિરડી, મહારાષ્ટ્ર
શિરડીના સાંઈબાબા ટ્રસ્ટની વાર્ષિક આવક લગભગ 700 કરોડ રૂપિયા છે. છેલ્લા બે મહિનામાં લગભગ અઢી કરોડનું ઓનલાઈન દાન મળ્યું. જ્યારે દાનપેટીમાં આ દરમિયાન લગભગ 100 કરોડ રૂપિયા આવ્યા નહીં. મંદિરના 6 હજાર કર્મચારીને એપ્રિલનું વેતન આપવા એફડી તોડાવવી પડી. મંદિર પાસે લગભગ 2500 કરોડ રૂપિયાની એફડી છે. લૉકડાઉન પૂરું થઈ ગયા પછી દર્શનાર્થીઓની સંખ્યા ત્રીજા ભાગની કરાશે.


FD-
જમા સોનાના વપરાશના બદલે નવા વિકલ્પ શોધશે: તિરૂપતિ બાલાજી, આંધ્રપ્રદેશ
રોજ સૌથી વધુ દાન મેળવનારા તિરૂપતિના વેંકટેશ્વર બાલાજી દેવસ્થાનમને દર મહિને લગભગ 200 કરોડ રૂપિયાનું નુકસાન ભોગવવું પડે છે. છેલ્લા બે મહિનામાં 400 કરોડ રૂપિયાનું નુકસાન થઈ ગયું છે. મંદિરના લગભગ 22 હજાર કર્મચારીઓના વેતન, સારસંભાળ અને સુરક્ષા પાછળ દર મહિને 110 કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે. સમિતિના જણાવ્યા મુજબ મેનું વેતન તો આપીશું પણ જૂનથી નવા સાધનો શોધવા પડશે.


હવે ઓનલાઈન દાન-પ્રસાદનો વિકલ્પ અજમાવવો પડશે: માતા વૈષ્ણોદેવી, કટરા, જમ્મુ
કટરા સ્થિત માતા વૈષ્ણોદેવી મંદિરમાં દર મહિને 25થી 30 કરોડ રૂપિયાનું દાન આવે છે. લૉકડાઉનને કારણે લગભગ 60 કરોડ રૂપિયાની આવક ઘટી છે. મંદિરના 3 હજાર કર્મચારીઓનું વેતન 13 કરોડ જેટલું છે. સારસંભાળ અને અન્ય ખર્ચ પાછળ 4-5 કરોડ ખર્ચાય છે. શ્રાઈન બોર્ડ બે મહિનાથી વેતન અને અન્ય ખર્ચા જમા રકમમાંથી આપી રહ્યું છે પણ હવે રોકડ નહીં હોવાથી મુશ્કેલી આવી શકે છે. આથી ઓનલાઈન દાન-પ્રસાદનો વિકલ્પ અજમાવાશે.

adv

Related News

post
post
post
post
post
post
post