• Home
  • News
  • ફ્રાન્સથી 7364 કિમીનું અંતર કાપી 3 રાફેલ ભારત પહોંચ્યા, ત્રણવાર હવામાં ફયુલ ભરવામાં આવ્યું
post

આગામી બે વર્ષમાં ફ્રાન્સ તમામ 36 ફાઈટર જેટની ડિલીવરી કરશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-05 09:18:25

ઈન્ડિયન એરફોર્સને આજે સાંજે વધુ 3 રાફેલ ફાઇટર જેટ મળી ગયા. ત્રણેય રાફેલ ફ્રાંસથી ઉડ્ડયન શરૂ કર્યા પછી 8 કલાકમાં 7,364 કિમીની સફર અટક્યા વિના પૂરી કરી હતી. સાંજે 8.14 વાગ્યે આ ત્રણેય રાફેલ ગુજરાતના જામનગર એરબેઝ પર લેન્ડ થયા. ઉડાન દરમિયાન ત્રણવાર હવામાં ફયુલ ભરવામાં આવ્યું હતું. ઈન્ડિયન એર ફોર્સે ટ્વિટ કરી આ જાણકારી આપી હતી. ભારતમાં રાફેલની સંખ્યા 8 થઈ ગઈ છે. આગામી બે વર્ષમાં ફ્રાન્સ તમામ 36 ફાઈટર જેટની ડિલીવરી કરશે.

ભારતે ફ્રાંસ સાથે 2016માં 58 હજાર કરોડમાં 36 રાફેલ ફાઈટર જેટની ડીલ કરી હતી. 36માંથી 30 ફાઈટર જેટ્સ હશે અને 6 ટ્રેનિંગ એરક્રાફ્ટ હશે. ટ્રેનર જેટ્સ ટૂ-સીટર હશે અને એમાં પણ ફાઈટર જેટ્સ જેવાં તમામ ફીચર હશે.

રાફેલની વિશેષતા શું છે?

- રાફેલનું ઉત્પાદન ફ્રાંસની ડસોલ્ટ એવિએશન કંપની દ્વારા કરવામાં આવે છે. - ભારતે ફ્રાંસ પાસેથી 36 રાફેલની ખરીદ્યા છે, જે 2022 સુધીમાં ભારતને મળશે. - રાફેલ એક મિનિટમાં 60 હજાર ફૂટની ઉંચાઈ પર જઈ શકે છે. - રાફેલની ફ્યુલ કેપેસિટી 17 હજાર કિલોગ્રામની છે. - રાફેલ 24500 કિગ્રા સુધીનું વજન લઈ જવા માટે સક્ષમ છે - રાફેલ 60 કલાકની વધારાની ઉડાણ ભરી શકે છે. - રાફેલ એક મિનિટમાં 18 હજારની ઊંચાઈ પર જઈ શકે છે.- એકવખતમાં આ જેટ 3700 કિ.મી. સુધીની સફર કાપી શકે છે. - રાફેલ હવાથી હવા અને જમીન બંને પર હુમલો કરનારી મિસાઇલથી સજ્જ છે. - રાફેલ પર ઈલેક્ટ્રોનિક વૉરફેયર સૂટ સ્પેક્ટ્રા લાગેલું હોય છે. જે કોઈ પણ પ્રકારે દુશ્મનને શોધી શકે છે અને હથિયાર ચલાવી શકે છે.

રાફેલ સિન્થેટિક અપર્ચર રડાર (એસએઆર) પણ છે, જે આસાનીથી જામ થઈ શક્તું નથી. જ્યારે એમાં લાગેલું સ્પેક્ટ્રા લાંબા અંતરના ટાર્ગેટને પણ ઓળખી શકે છે. આ બધા ઉપરાંત કોઈપણ જોખમની આશંકાની સ્થિતિમાં એમાં લાગેલું રડાર વોર્નિંગ રિસીવર, લેઝર વોર્નિંગ અને મિસાઈલ એપ્રોચ વોર્નિંગ એલર્ટ થઈ જાય છે અને રડારને જામ થતાં બચાવે છે. આ ઉપરાંત રાફેલની રડાર સિસ્ટમ 100 કિમીના વ્યાપમાં પણ ટાર્ગેટને ડિટેક્ટ કરી લે છે. રાફેલમાં આધુનિક હથિયાર પણ છે, જેમ કે એમાં 125 રાઉન્ડની સાથે 30 એમએમની કેનન છે. આ એકવારમાં સાડા નવ હજાર કિલોનો સામાન લઈ જઈ શકે છે.

વિમાનોને પાવરફુલ બનાવવામાં આવી રહ્યાં છે
રાફેલ ફાઈટર જેટને વધુ શક્તિશાળી બનાવાઈ રહ્યાં છે. વાયુસેના એને હેમર મિસાઈલથી સજ્જ કરાવી રહી છે. એના માટે ઈમર્જન્સી ઓર્ડર કરાયા હતા. વાયુસેનાની આવશ્યકતાને જોઈને ફ્રાંસના અધિકારીઓએ કોઈ અન્ય માટે તૈયાર કરાયેલા સ્ટોકમાંથી ભારતને હેમર આપવાનો નિર્ણય કર્યો હતો. હેમર (હાઈલી એજાઈલ મોડ્યુલર મ્યુનિશન એક્સ્ટેન્ડેડ રેન્જ) મીડિયમ રેન્જ મિસાઈલ છે, જેને ફ્રાંસની વાયુસેના અને નેવી માટે બનાવાઈ હતી. એ આકાશથી જમીન પર પ્રહાર કરે છે. હેમર લદાખ જેવા પહાડી વિસ્તારોમાં પણ મજબૂતથી અતિ મજબૂત શેલ્ટર અને બંકરોને નાશ કરી શકે છે.

મીટિયર અને સ્કાલ્પ જેવી મિસાઈલોથી સજ્જ છે
રાફેલ ફાઈટર જેટ્સ મીટિયર અને સ્કાલ્પ જેવી મિસાઈલોથી પણ સજ્જ છે. મીટિયર વિઝ્યુઅલ રેન્જને પાર પણ પોતાના ટાર્ગેટ હિટ કરનારી અત્યાધુનિક મિસાઈલ છે. એને પોતાની આ જ ખાસિયત માટે દુનિયામાં ઓળખવામાં આવે છે. મીટિયરની રેન્જ 150 કિમી છે. સ્કાલ્પ ડીપ રેન્જમાં ટાર્ગેટ હિટ કરી શકે છે. સ્કાલ્પ લગભગ 300 કિમી સુધી પોતાના ટાર્ગેટ પર સચોટ નિશાન સાધી એને નાશ કરી શકે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post