• Home
  • News
  • પંજાબમાં 1 જૂલાઈથી દરેક ઘરમાં 300 યુનિટ વીજળી ફ્રી, 'આપ' સરકારનું મોટુ એલાન
post

પંજાબમાં ચૂંટણી પ્રચાર દરમિયાન 300 યૂનિટ મફત વીજળી આપના સૌથી મોટા વચનોમાંથી એક હતું

Written By newsonline | Ahmedabad | Published: 2022-04-16 14:20:19

ચંદીગઢ: પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકારે મફત વીજળીનું વચન પૂરું કર્યું છે. રાજ્યના લોકોને 1 જુલાઈથી 300 યૂનિટ મફત વીજળી આપવામાં આવશે. સરકારે આ વાતની જાણકારી શનિવારે આપી છે. હાલમાં જ રાજ્યના મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું હતું કે, તેઓ લોકોને ખુશ ખબરી આપવા જઈ રહ્યા છે. 117માંથી 92 સીટ જીતીને સત્તા બનાવનારી 'આપ' સરકારનો એક મહીનો પૂરો થઈ ગયો છે.  હવે આપ સરકાર પુરેપુરી એક્શનમાં આવી રહી છે, સરાકારે કરેલા વાયદાને એકપછી એક પુરા કરવા માટેની શરૂઆત કરી દેવામાં આવી છે. આપે ચૂંટણી પહેલા રાજ્યમાં 300 યુનિટ ઘરેલુ વીજળી ફ્રી આપવાનો વાયદો કર્યો હતો, હવે તેને મુખ્યમંત્રી ભગવંત માને પુરો કર્યો છે. 

થોડા દિવસ અગાઉ જ 'આપ'ના પ્રવક્તા માલવિંદર સિંહ કાંગે મીડિયાને જણાવ્યું હતું કે, પંજાબમાં લોકોને 300 યૂનિટ વીજળી ફ્રી આપવાની યોજનાની બ્લૂપ્રિન્ટ લગભગ તૈયાર થઈ જ ગઈ છે. બીજી તરફ ગયા મંગળવારે મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું હતું કે, તેમની સરકાર રાજ્યના લોકોને ટૂંક સમયમાં એક ખુશ ખબરી આપશે. તેમણે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, આ વિષયમાં તેમની પાર્ટીના નેતા અને દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલ સાથે ચર્ચા થઈ હતી. 

મહત્વની વાત એ છે કે, પંજાબમાં ચૂંટણી પ્રચાર દરમિયાન 300 યુનિટ મફત વીજળી આપના સૌથી મોટા વચનોમાંથી એક હતું. આ અગાઉ સરકારે ઘર-ઘર રાશન પહોંચાડવાની યોજનાની પણ શરૂઆત કરી હતી. 

પંજાબ સરકારે 300 યુનિટ વીજળી મફતમાં આપવા માટે પંજાબ સ્ટેટ પાવર કોર્પોરેશન પાસેથી પહેલેથી જ ડેટા મેળવી લીધો હતો. રાજ્ય સરકારે આ મામલે બે પ્રકારે કામ કરવા માટે કહ્યું છે. એક કે, દરેક ઘરને 300 યુનિટ મફત વીજળી આપવી અથવા 300 યુનિટથી વધુ વપરાશ થાય તો પૂરું બિલ ચૂકવવું. આંકડા દર્શાવે છે કે, PSPCL 72 લાખ સ્થાનિક ગ્રાહકો પાસેથી દર વર્ષે 8500 કરોડ રૂપિયા પ્રાપ્ત કરે છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post