• Home
  • News
  • 22 વર્ષ પહેલા ગૂગલની સત્તાવાર શરૂઆત થઈ હતી; 35 વર્ષ પહેલા દુનિયાએ પહેલી વખત ટાઈટેનિકની ડૂબતી તસવીર જોઈ હતી
post

ચાર વર્ષ પછી યાહૂ પોતે 3 બિલિયન ડોલરમાં ગૂગલને ખરીદવાનો પ્રસ્તાવ લઈને આવ્યું હતું

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-04 12:01:46

આજનો દિવસ મહત્વનો છે. 1998માં ગૂગલની સત્તાવાર શરૂઆત થઈ હતી. આમ તો આ કહાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીથી શરૂ થઈ હતી અને એ પણ 1995માં. લેરી પેજ નવા નવા ત્યાં પહોંચ્યા હતા અને સર્ગેર્ઈ બ્રિનને તેમની આસપાસનો માહોલ બતાવવાની જવાબદારી સોંપવામાં આવી હતી.

એ દિવસ હતો અને આજનો દિવસ છે. બન્નેની મિત્રતાએ આખી દુનિયાને જોવાનો અંદાજ જ બદલી દીધો હતો. બન્નેએ googol નામનું પેજ લિસ્ટ કરાવવા અંગે વિચાર્યું હતું. પણ સ્પેલિંગ મિસ્ટેકના કારણે Google નામથી ડોમને રજિસ્ટર થયું. આ રીતે 4 સપ્ટેમ્બર 1998થી ગૂગલ ઈંકની સત્તાવાર શરૂઆત થઈ. એક વધુ રસપ્રદ કહાની છે.

પેજ અને બ્રિન તેમના બ્રેનચાઈલ્ડને 1998માં જ યાહૂને એક મિલિયન ડોલરમાં વેચવા માટે નીકળ્યા હતા, જેથી અભ્યાસને સમય આપી શકાય. પરંતુ યાહૂએ રસ નહોતો લીધો. ચાર વર્ષ પછી યાહૂ પોતે 3 બિલિયન ડોલરમાં ગૂગલને ખરીદવાનો પ્રસ્તાવ લઈને આવ્યું હતું. આજે ગૂગલ 400 બિલિયન ડોલરથી પણ મોટી કંપની છે.

દુનિયાની સામે ડૂબેલું ટાઈટેનિક આવ્યું હતું

તમે ટાઈટેનિક વિશે તો ચોક્કસ સાંભળ્યું હશે. ફિલ્મ પણ જોઈ હશે. 10 એપ્રિલ 1912ના રોજ ઈંગ્લેન્ડના સાઉથેપ્ટનથી પહેલી જ યાત્રા માટે નીકળ્યું હતું. પરંતુ બદનસીબે ચાર દિવસ પછી હિમશિલા સાથે અથડાઈને ડૂબી ગયું હતું. દોઢ હજાર લોકો માર્યા ગયા હતા. 1985માં એટલે કે 73 વર્ષ પછી, 4 સપ્ટેમ્બરે જ સબમરીન આર્ગોએ સમુદ્ર કાંઢેથી દોઢ કિમીના ઊંડેથી જહાજના કાટમાળની તસવીર લીધી હતી. 1997માં આની પર હોલીવુડમાં ફિલ્મ બની હતી, જે સુપરહિટ રહી હતી.

રોલ-ફિલ્મ કેમેરા પેન્ટન્ટથી કોડકનો જન્મ

આજે આપણી સૌની પાસે મોબાઈલ કેમેરો છે કે પછી ડિઝીટલ કેમરો. પરંતુ અહીંયા સુધી પહોંચવામાં કેમેરાએ એક લાંબી મુસાફરી નક્કી કરી છે. 1988માં આજના દિવસે જ્યોર્જ ઈસ્ટમેનને રોલ-ફિલ્મ કેમેરાની પેટેન્ટ મળી હતી. જેને ફોટોગ્રાફીની દુનિયા જ બદલી નાંખી. આની મદદથી એવા કેમેરા બનાવાયા જેમાં પહેલાથી રોલ લાગેલા હતા.

આનાથી 100 ફોટોગ્રાફ્સ પાડી શકાતા હતા. ઈસ્ટમેને આજના દિવસે કોડકને પણ રજિસ્ટર કર્યું હતું. ઈસ્ટમેન કોડક કંપનીએ આ 132 વર્ષોમાં ઘણા ઉતાર-ચઢાણ જોયા હતા. 2012માં દેવાદાર બનવાના આરે આવેલી કંપની હવે નવેસરથી તેના બજારનો વિસ્તાર કરી રહી છે.

ઈતિહાસના પાનામાં આજના દિવસને આ ઘટનાઓ માટે પણ યાદ કરવામાં આવે છે

·         1665- મુગલો અને છત્રપતિ શિવાજી મહારાજ વચ્ચે પુરંદરમાં સંધિ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

·         1781-સ્પેનના નિવાસિઓએ અમેરિકામાં લોસ એન્જિલ્સની સ્થાપના કરી હતી

·         1888- મહાત્મા ગાંધીએ ઈંગ્લેન્ડ માટે સમુદ્રી યાત્રાની શરૂઆત કરી હતી

·         1967- 6.5 તીવ્રતા વાળા ભૂકંપના સંકજામાં આવેલો મહારાષ્ટ્રનો કોયના બંધ, જેમાં 200થી વધુ લોકોના મોત

·         1999- ઈસ્ટ તિમોરમાં જનમત સંગ્રહ થયો.78.5% જનતાએ ઈન્ડોનેશિયા આઝાદી માંગી

·         2000- શ્રીલંકાના ઉત્તરી જાફનાની બહારની સરહદ પર શ્રીલંકાની સેના તથા લિબરેશન ટાઈગર્સ ઓફ તમિલ ર્ઈલમ વચ્ચે સંઘર્ષમાં 316 લોકોના મોત

 

adv

Related News

post
post
post
post
post
post
post