• Home
  • News
  • દિલ્હીમાં AAPના 4 ઉમેદવાર જાહેર:નવી દિલ્હીથી સોમનાથ ભારતી, પશ્ચિમ દિલ્હીથી મહાબલ મિશ્રાને ટિકિટ, હરિયાણાની કુરુક્ષેત્ર સીટથી સુશીલ ગુપ્તા ઉમેદવાર
post

પાર્ટીએ હરિયાણાની કુરુક્ષેત્ર સીટથી સુશીલ ગુપ્તાને ટિકિટ આપી છે.

Written By newsonline | Ahmedabad | Published: 2024-02-27 19:15:27

આમ આદમી પાર્ટી (AAP)એ દિલ્હીમાં લોકસભાની ચૂંટણી માટે પોતાના 4 ઉમેદવારો જાહેર કરી દીધા છે. દિલ્હીમાં 7 લોકસભાની બેઠકો છે. I.N.D.I.A ગઠબંધનના ભાગરૂપે AAP-કોંગ્રેસ વચ્ચે અનુક્રમે 4-3 બેઠકોને લઇને ગઠબંધન થયું છે. મંગળવારે યોજાયેલી પાર્ટીની સંસદીય બોર્ડની બેઠકમાં નવી દિલ્હી બેઠક પરથી સોમનાથ ભારતીને, પશ્ચિમ દિલ્હીથી મહાબલ મિશ્રાને, પૂર્વ દિલ્હીથી કુલદીપ કુમાર અને દક્ષિણ દિલ્હીથી સહીરામને ટિકિટ આપવામાં આવી છે. આ સાથે પાર્ટીએ હરિયાણાની કુરુક્ષેત્ર સીટથી સુશીલ ગુપ્તાને ટિકિટ આપી છે.

AAPએ દિલ્હી માટે 4 ઉમેદવારના નામ જાહેર કર્યા
AAPએ દિલ્હી માટે ચારેય ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. જે ચારેય ઉમેદવારોના નામ જાહેર થયા છે તેમાંથી ત્રણ હાલમાં AAPના ધારાસભ્ય છે. સોમનાથ ભારતી, કુલદીપ કુમાર અને સહીરામ આમ આદમી પાર્ટીના ધારાસભ્યો છે. આ સાથે જ હરિયાણાની કુરુક્ષેત્ર લોકસભા સીટ માટે પણ ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે. પાર્ટીએ અહીંથી સુશીલ ગુપ્તાને મેદાનમાં ઉતાર્યા છે.

જીતી શકે તેવા ઉમેદવાર ઉતાર્યા: AAP
દિલ્હી સરકારના મંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ રાયે કહ્યું કે પાર્ટીએ એવા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે જેઓ I.N.D.I.A ગઠબંધન માટે બેઠકો જીતી શકે. પાર્ટીએ અત્યાર સુધીમાં તમામ રાજ્યોમાં 10 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. પંજાબમાં લોકસભા ચૂંટણી માટે પણ નામો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.મહાબલ મિશ્રા પશ્ચિમ દિલ્હીના ભૂતપૂર્વ સાંસદ છે

કોંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ છે અને 2022ની દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પહેલાં જ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. પાર્ટીએ હવે તેમને પશ્ચિમ દિલ્હીથી મેદાનમાં ઉતારવાનો નિર્ણય કર્યો છે. મહાબલ મિશ્રા પશ્ચિમ દિલ્હીથી એક વખત સાંસદ રહી ચૂક્યા છે અને તે પહેલા તેઓ દ્વારકા બેઠક પરથી ત્રણ વખત ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે.
દિલ્હીમાં રહેતા પૂર્વાંચલના મતદારો પર મહાબલ મિશ્રાની સારી પકડ છે અને પશ્ચિમ દિલ્હીમાં મોટી સંખ્યામાં પૂર્વાંચલના મતદારો પણ રહે છે. મહાબલ મિશ્રાના પુત્ર વિનય મિશ્રા 2020ની વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા અને હાલમાં તે દ્વારકા બેઠક પરથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે.

AAP હરિયાણા અને ગુજરાતમાં પણ ચૂંટણી લડશે
I.N.D.I.A ગઠબંધન હેઠળ આમ આદમી પાર્ટીને હરિયાણામાંથી કુરુક્ષેત્ર લોકસભા સીટ મળી છે જ્યારે ગુજરાતમાં ભરૂચ અને ભાવનગર લોકસભા સીટ આમ આદમી પાર્ટીના ફાળે ગઈ છે. AAPએ ભાવનગર લોકસભા બેઠક માટે બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાને ઉમેદવાર બનાવ્યા છે, જ્યારે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને ભરૂચ લોકસભા બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા છે. સુશીલ ગુપ્તાને હરિયાણાની કુરુક્ષેત્ર લોકસભા સીટ પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

પંજાબમાં AAP-કોંગ્રેસ અલગ-અલગ ચૂંટણી લડશે
કોંગ્રેસ અને AAP વચ્ચે થયેલી સમજૂતી મુજબ પંજાબમાં AAP-કોંગ્રેસ તમામ 13 લોકસભા બેઠકો પર અલગ-અલગ ચૂંટણી લડશે. પંજાબની આ 13 બેઠકો પર પણ આજે યોજાનારી PACમાં નિર્ણય લેવામાં આવશે. આમ આદમી પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર, પાર્ટી પંજાબની 13 લોકસભા સીટોમાંથી કેટલીક સીટો પર તેના વર્તમાન ધારાસભ્યોને પણ તક આપી શકે છે.

આસામમાં 3 બેઠકો પર ચૂંટણી લડવાનો AAPનો નિર્ણય
તે જ સમયે, આસામમાં આમ આદમી પાર્ટીએ ત્રણ બેઠકો પર ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. પરંતુ આ અંગેનો અંતિમ નિર્ણય આસામમાં તમામ વિપક્ષી પક્ષો દ્વારા બનાવવામાં આવેલ સંયુક્ત વિરોધ પક્ષે લેવાનો છે. આ પછી, આમ આદમી પાર્ટી તેના ઉમેદવારોના નામ પર ઔપચારિક સંમતિ આપશે.

adv

Related News

post
post
post
post
post
post
post