• Home
  • News
  • સીરમ ઇન્સ્ટિટ્યૂટમાં પૂજા પછી 478 બોક્સ રવાના, વેક્સિન 13 શહેરમાં જશે, સૌથી પહેલા અમદાવાદનો નંબર
post

વેક્સિનથી ભરેલી ટ્રકોને રવાના કરતાં પહેલાં સીરમ ઇન્સ્ટિટ્યૂટમાં પૂજા કરવામાં આવી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-12 09:07:13

કોરોના વેક્સિનની પ્રથમ ખેપ મંગળવારે સવારે પુણેની સીરમ ઇન્સ્ટિટ્યૂટથી રવાના થઈ ગઈ. જે ટ્રકોમાં એને લઈ જવાઈ એમાં ટેમ્પરેચર ત્રણ ડીગ્રી રાખવામાં આવ્યું. અહીંથી વેક્સિનનાં 478 બોક્સ દેશનાં 13 શહેરમાં પહોંચાડવામાં આવશે. દરેક બોક્સનું વજન 32 કિલો છે. વેક્સિનથી ભરેલી ટ્રકોને રવાના કરતાં પહેલાં સીરમ ઇન્સ્ટિટ્યૂટમાં પૂજા કરવામાં આવી હતી.

પ્રથમ તબક્કામાં દિલ્હી, અમદાવાદ, કોલકાતા, ચેન્નઈ, બેંગલુરુ, કરનાલ, હૈદરાબાદ, વિજયવાડા, ગુવાહાટી, લખનઉ, ચંડીગઢ અને ભુવનેશ્વરમાં હવાઈ માર્ગેથી વેક્સિન પહોંચાડવામાં આવી રહી છે. મુંબઈમાં સીધા જ ટ્રક દ્વારા વેક્સિન મોકલવામાં આવશે.

ગુજરાતને સૌથી પહેલા મળશે વેક્સિન
કોરોના વેક્સિનની પ્રથમ ખેપ સૌથી પહેલા એર ઈન્ડિયાની ફ્લાઈટથી ગુજરાત મોકલવામાં આવી રહી છે. ગુજરાતના ઉપમુખ્યમંત્રી નીતિન પટેલે સોમવારે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે તેમના રાજ્યમાં વેક્સિનની પ્રથમ ખેપ સવારે પોણા અગિયાર વાગ્યે પહોંચશે. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પર વેક્સિનની ડિલિવરી થશે.

કેન્દ્રએ છ કરોડથી વધુનો ડોઝનો ઓર્ડર આપ્યો
કેન્દ્ર સરકારે સોમવારે સીરમ ઇન્સ્ટિટ્યૂટ અને ભારત બાયોટેકને કોરોના વેક્સિનને છ કરોડથી વધુ ડોઝનો ઓર્ડર આપવામાં આવ્યો. સરકાર સૌથી પહેલા દેશના ત્રણ કરોડ ફ્રન્ટલાઈન હેલ્થવર્કર્સને કોરોનાની રસી લગાવાશે, જેની શરૂઆત 16 જાન્યુઆરીથી થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી હતી અને રસીકરણ અંગેની તૈયારીઓની સમીક્ષા કરી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post