• Home
  • News
  • સૌરાષ્ટ્રમાં 49 %, કચ્છમાં 51%, મધ્ય ગુજરાતમાં 17%, દક્ષિણ ગુજરાતમાં 16 % તો ઉત્તર ગુજરાતમાં માત્ર 14 % વરસાદ
post

1 હજારનું સ્થળાંતર, રાજ્યમાં સિઝનનો કુલ 25 % વરસાદ નોંધાયો

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-08 11:23:01

અમદાવાદ: ઉત્તર ગુજરાત તથા પૂર્વ ગુજરાતના કેટલાક જિલ્લાઓને બાદ કરતા સમગ્ર રાજ્યમાં મંગળવારે પણ મેઘમહેર યથાવત રહી હતી. રાજ્યના 13 જિલ્લામાં 1થી 8 ઇંચ સુધી વરસાદ નોંધાયો હતો. જામનગરમાં સૌથી વધુ 8 ઇંચ તો દેવભૂમિ દ્વારકામાં 4 ઇંચ વરસાદ નોંધાયો હતો. જામનગર જિલ્લાના કાલાવાડ તાલુકામાં 15 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકામાં 8 ઇંચ વરસાદ નોંધાયો હતો.

રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો કુલ 25 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે. જ્યારે સૌરાષ્ટ્રમાં 49%, કચ્છમાં 51%, મધ્ય ગુજરાતમાં 16% , દક્ષિણ ગુજરાતમાં 17 %  જ્યારે ઉત્તર ગુજરાતમાં સિઝનનો કુલ 14 % વરસાદ નોંધાઈ ચૂક્યો છે. ભારે વરસાદને પગલે સૌરાષ્ટ્રમાં છેલ્લા બે દિવસમાં નીચાણવાળા વિસ્તારોમાંથી 1 હજાર લોકોનું સ્થળાંતર કરાયું છે. જામનગરમાં એનડીઆરએફની ટીમે રાહત અને બચાવ કામગીરી કરી હતી.  સૌરાષ્ટ્રમાં NDRFની 6 તો દક્ષિણ ગુજરાતમાં 3 ટીમ તહેનાત છે.

તાલુકામાં મેઘમહેર
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં મંગળવારે 9  ઇંચ વરસાદ નોંધાયો હતો. દ્વારકા જિલ્લામાં સિઝનનો 105 ટકા વરસાદ થઈ ચૂક્યો છે.  પડધરીમાં 9 ઇંચ,  ધ્રોલમાં 8 ઇંચ, કાલાવાડમાં 15 ઇંચ થયો હતો. 

કચ્છ અને દેવભૂમિ દ્વારકામાં અતિભારે વરસાદની શક્યતા
હવામાન વિભાગે બુધવારે કચ્છ તથા દેવભૂમિ દ્વારકા તથા આસપાસના વિસ્તારોમાં બુધવારે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર નજીક સમુદ્રમાં લૉ-પ્રેશર સર્જાયું હોવાથી સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં ભારે વરસાદ થઈ રહ્યો છે, જે હજુ પણ ચાલુ રહેશે. 

અત્યાર સુધી ક્યાં કેટલો વરસાદ, સૌથી વધુ અને સૌથી ઓછો

સૌથી વધુ વરસાદ

24 કલાક

કુલ

કુલ ટકા

જામનગર

8 ઇંચ

19 ઇંચ

73.53%

દેવભૂમિ દ્વારકા

4 ઇંચ

27 ઇંચ

105 %

રાજકોટ

3 ઇંચ

12 ઇંચ

44.90%

મોરબી

3 ઇંચ

10 ઇંચ

49.12%

ગીર સોમનાથ

2.79 ઇંચ

18 ઇંચ

47.00%

છોટાઉદેપુર

0.03 ઇંચ

5 ઇંચ

13.67%

બનાસકાંઠા

0.47 ઇંચ

2.60 ઇંચ

10.54%

સાબરકાંઠા

0.19 ઇંચ

5 ઇંચ

14.84%

દાહોદ

0.11 ઇંચ

2.67 ઇંચ

9.12%

નર્મદા

0.15 ઇંચ

6 ઇંચ

14.44%

 

adv

Related News

post
post
post
post
post
post
post