• Home
  • News
  • 5 દિવસ ગુજરાતમાં મેઘરાજાનાં ખમૈયા:અમદાવાદ, ગાંધીનગર અને સૌરાષ્ટ્ર-કચ્છમાં છૂટાછવાયા વરસાદની સંભાવના, ભારે પવન ફૂંકાવાની શક્યતા
post

મનોરમા મોહંતીએ વધુમાં જણાવ્યું હતું કે, ઉત્તર ગુજરાત રીજનલમાં એક સર્ક્યુલેશન બની શકે છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-08-03 19:34:05

હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ રાજ્યમાં પાંચ દિવસમાં ભારે વરસાદી વાતાવરણ ન હોવાની શક્યતાઓ જણાઈ રહી છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ-ગાંધીનગર સહિત આસપાસના ગામડાઓમાં પણ 5 દિવસ સામાન્ય વરસાદ રહેવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જો કે, દરિયામાં કરંટ હોવાના કારણે 5 દિવસ સુધી માછીમારોને દરિયામાં ન ઊતરવા માટે ચેતવણી આપવામાં આવી છે

ચોમાસાના ચોથા તબક્કાની શરુઆત
ગઈકાલથી રાજ્યમાં ચોમાસાના ચોથા તબક્કાની શરુઆત થઈ ચૂકી છે. જો કે, ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં વરસાદને લઈને યલ્લો એલર્ટ અપાયું છે. આ સિવાય આવતીકાલે દમણ, દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વરસાદી સિસ્ટમ ઉત્તર-પશ્ચિમ તરફ ગતિ કરશે માટે તેની અસર ગુજરાતમાં થવાની સંભાવનાઓ નહિવત પ્રમાણમાં છે.

 

ગુજરાતમાં અત્યાર સુધીમાં 92 ટકા જેટલો વરસાદ
હવામાન વિભાગ અનુસાર, ગુજરાતમાં અત્યારસુધીમાં 92 ટકા જેટલો વરસાદ વરસ્યો છે. ત્યારે હવે 4 ઓગસ્ટથી વરસાદનું જોર વધશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી મધ્યમ વરસાદ રહેશે. 4 અને 5 ઓગસ્ટે ભારે વરસાદ રહેશે એવી શક્યતા સેવાઈ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જૂનાગઢ, ગીર સોમનાથ, વલસાડ, વાપી, નવસારી, સુરત સહિત અને વિસ્તારોમાં મેઘરાજાએ ધુઆંધાર બેટિંગ કરી હતી, જેના કારણે જનજીવન અસરગ્રસ્ત પણ થયું હતું. ત્યારે ફરી એકવાર હવામાન વિભાગના ડાયરેક્ટરે આગામી દિવસોમાં વરસાદને લઈને આગાહી કરી છે.

રાજ્યમાં હળવાથી ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગનાં ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, આગામી 4-5 દિવસ દરમિયાન ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે, જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવો વરસાદ રહેશે. ગુજરાત રીજનમાં 4-5 ઓગસ્ટે કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે, કારણ કે બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ ડીપ ડિપ્રેશનમાં છે. આ સિસ્ટમ ગુજરાત તરફ આવવાની શક્યતા નથી.

અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી
મનોરમા મોહંતીએ વધુમાં જણાવ્યું હતું કે, ઉત્તર ગુજરાત રીજનલમાં એક સર્ક્યુલેશન બની શકે છે, જેના કારણે દક્ષિણ ગુજરાતમાં 3-4 ઓગસ્ટમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત માછીમારોને દરિયાકિનારે ન જવા ચેતવણી આપી છે. અમદાવાદમાં પણ હળવાથી મધ્ય વરસાદ જોવા મળી શકે છે, પરંતુ ભારે વરસાદની વધારે સંભાવના નથી.

adv

Related News

post
post
post
post
post
post
post