• Home
  • News
  • હજી 5 દિવસ ભારે વરસાદની અગાહી, રાજ્યમાં 80% વરસાદ, ગુજરાતમાં અત્યાર સુધી 26 ઈંચ વરસાદ, ચોમાસાના 26 દિવસ બાકી
post

તાલાલા ગ્રામ્ય પંથકમાં 12 ઈંચ, ગડુમાં 7, ટંકારામાં 2 કલાકમાં 3 ઈંચ વરસ્યો

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-18 12:12:27

સુરત: સુરત જિલ્લામાં ફરી મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે. જિલ્લાના માંડવી તાલુકામાં 10 કલાકમાં 10 ઇંચ વરસાદ ખાબકી ગયો છે. જ્યારે મહુવામાં 9 ઇંચ, બારડોલીમાં 6 ઇંચ સાથે ચોર્યાસી-પલસાણામાં 5-5 ઇંચ વરસાદ નોંધાયો છે. સુરત જિલ્લામાં ધોધમાર વરસાદથી સુરત શહેરના પરવટપાટિયા-લિંબાયતમાં ખાડીપૂરના પાણી ઓસર્યા બાદ ફરી ખાડીપૂરનું સંકટ તોળાતા લોકોમાં ચિંતાનો માહોલ છવાયો છે. હાલમાં મીઠીખાડી સ્થિર તો સીમાડા અને ભેદવાડ ખાડીના સ્તર વધ્યા છે.

નવસારી જિલ્લામાં પણ સાર્વત્રિક 3થી 7 ઇંચ વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રના 3 જિલ્લા પર મેઘો મંડાયો હતો. જેમાં ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડામાં દોઢ ઇંચ, ઊનામાં 1 ઇંચ, તાલાલા ગ્રામ્યમાં 12 ઇંચ અને તાલાલા ગિરમાં 8 ઇંચ, કોડીનારમાં 2 ઇંચ અને વેરાવળમાં 1 ઇંચ પાણી પડી ગયું હતું. આ ઉપરાંત જૂનાગઢ જિલ્લાના કેશોદમાં દોઢ ઇંચ, જૂનાગઢ પોણો ઇંચ, ભેંસાણ પા ઇંચ, મેંદરડા દોઢ ઇંચ, માંગરોળ 2 ઇંચ, માણાવદર અડધો ઇંચ, માળિયા હાટીના દોઢ ઇંચ, વંથલી 1 ઇંચ અને વિસાવદરમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો હતો. અમરેલી જિલ્લાના રાજુલામાં પોણો ઇંચ અને બગસરામાં અડધો ઇંચ વરસાદ થયો હતો.

ઉત્તર ગુજરાતમાં મહેસાણા જિલ્લામાં સતલાસણામાં 2 ઇંચ, વિસનગર-કડીમાં 1-1 ઇંચ વરસાદ પડ્યો હતો જ્યારે બનાસકાંઠા જિલ્લામાં અમીરગઢમાં 3, ડીસામાં 2 અને દાંતીવાડા-ધાનેરામાં 1-1 ઇંચ જ્યારે સાબરકાંઠાના વડાલી અને ઇડરમાં 3 ઇંચ વરસાદ પડ્યો હતો.

ક્યાં કેટલો વરસાદ

તાલુકો

વરસાદ (ઇંચ)

તાલાલા (ગ્રામ્ય)

12

માંડવી (સુરત)

10

ડોલવણ

9

મહુવા (સુરત

9

વાંસદા

7

નવસારી

6

બારડોલી

6

વાલોડ

6

વઘઈ

5.5

ગણદેવી

5

પલસાણા

5

વ્યારા

4.5

આહવા

4.5

નખત્રાણા

4.5

ચીખલી

4.5

જોડિયા

4.5

કડી

4

રાજ્યના ડેમની સ્થિતિ

·         206 ડેમમાં પાણી 60 ટકા 79 ડેમમાં 100 ટકા પાણી

·         94 ડેમ હાઈ એલ ઉપર એટલે કે 90%થી વધુ ભરાયા.

·         10 ડેમ એલર્ટ ઉપર એટલે કે 80થી 90% ભરાયા

·         74 ડેમ વોર્નિંગ ઉપર એટલે કે 70થી 80% ભરાયા

·         સરદાર સરોવર ડેમ 54% ભરાયો

·         અન્ય ડેમો 70%થી ઓછા ભરાયા

 

adv

Related News

post
post
post
post
post
post
post