• Home
  • News
  • રામમંદિરમાં મુકાશે 5 વર્ષના રામલલ્લાની મૂર્તિ:15થી 24 જાન્યુઆરી વચ્ચે પ્રાણ-પ્રતિષ્ઠા; ટ્રસ્ટના મહાસચિવે કહ્યું- 1000 વર્ષ સુધી મંદિરને રિપેરિંગની જરૂર નહીં પડે
post

મંદિરના દરવાજાની ફ્રેમ આરસની છે, દરવાજો મહારાષ્ટ્રના સાગનો બનેલો છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-07-17 18:50:03

અયોધ્યાના રામમંદિરમાં ભગવાન રામની 5 વર્ષના બાળસ્વરૂપની મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે. ગર્ભગૃહમાં મૂર્તિનો અભિષેક 15થી 24 જાન્યુઆરી 2024 વચ્ચે કોઈપણ એક દિવસે કરવામાં આવશે. આ વર્ષે ઓક્ટોબર સુધીમાં મંદિરના ભોંયતળિયાનું કામ પૂર્ણ થઈ જશે. પછી માત્ર ફિનિશિંગ જ બાકી રહેશે. એ ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થશે. આ વાત રવિવારે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે કહી હતી.

તેમણે કહ્યું- ભગવાન શ્રીરામ આખા પરિવાર સાથે ગ્રાઉન્ડ ફ્લોર પર બેસશે. હાલ યોજનામાં બીજા માળે કોઈ પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે નહીં. મંદિરને ઊંચાઈ આપવા માટે જ બનાવવામાં આવશે. હાલમાં મંદિરના નિર્માણમાં 21 લાખ ઘનફૂટ ગ્રેનાઈટ, રેતીના પથ્થર અને માર્બલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

મંદિરના દરવાજાની ફ્રેમ આરસની છે, દરવાજો મહારાષ્ટ્રના સાગનો બનેલો છે
ચંપત રાયે કહ્યું, "રામમંદિરની ફ્રેમ આરસની છે, જ્યારે દરવાજા મહારાષ્ટ્રના સાગનાં લાકડાંના છે. એના પર કોતરણીનું કામ પણ શરૂ થઈ ગયું છે. મંદિરના દરેક પરિમાણ, દરેક ભાગને આ રીતે બનાવવામાં આવશે. કહેવામાં આવ્યું છે કે 1000 વર્ષ સુધી મંદિરને કશું જ થશે નહીં, રિપેરિંગની પણ જરૂર નહીં પડે.

રામમંદિરના ગ્રાઉન્ડ ફ્લોરનું 80% કામ પૂર્ણ થઈ ગયું છે. એમાં 162 પિલર બનાવવામાં આવ્યા છે. હવે આ સ્તંભોમાં 4500થી વધુ મૂર્તિઓ કોતરવામાં આવી રહી છે. આમાં ત્રેતાયુગની ઝલક જોવા મળશે. આ માટે કેરળ-રાજસ્થાનથી 40 કારીગરને બોલાવવામાં આવ્યા છે.

આર્કિટેક્ટ એન્જિનિયર અંકુર જૈને જણાવ્યું હતું કે દરેક પિલર 3 ભાગમાં વહેંચાયેલો છે. દરેક થાંભલામાં 20થી 24 મૂર્તિ કોતરવામાં આવી રહી છે. ઉપરના ભાગમાં 8થી 12 મૂર્તિ બનાવવામાં આવી રહી છે. મધ્ય ભાગમાં 4થી 8 મૂર્તિ અને નીચેના ભાગમાં 4થી 6 મૂર્તિ કોતરવામાં આવી રહી છે. એક કારીગરને સ્તંભ પર પ્રતિમા કોતરવામાં લગભગ 200 દિવસ લાગે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post