ગુડગાંવમાં 48 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો. 5.9 ઈંચ વરસાદ થયો હતો
દિલ્હી, પંજાબ અને હિમાચલ સહિત
દેશના ઉત્તરી રાજ્યોમાં વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. છેલ્લા 24 કલાકમાં સાત રાજ્યમાં
ભૂસ્ખલન અને પૂરની અલગ-અલગ ઘટનાઓમાં 56 લોકોનાં મોત થયા છે.
મનાલીમાં વરસાદનો 52 વર્ષનો રેકોર્ડ તૂટી
ગયો છે. હિમાચલના સીએમએ લોકોને આગામી 24 કલાક ઘરમાં જ રહેવા
જણાવ્યું છે. રાજ્યમાં ઘણી નદીઓ અને નહેરો ખતરાના નિશાનથી ઉપર છે. બે જગ્યાએ વાદળ
ફાટ્યું છે.
દિલ્હીમાં વરસાદનો 41 વર્ષનો રેકોર્ડ તૂટી
ગયો છે. દિલ્હીમાં યમુના નદીનો જળસ્તર જોખમના નિશાનને પાર કરી ગયો છે. CM કેજરીવાલે કહ્યું- અમે
એનો સામનો કરવા તૈયાર છીએ. આપણી સિસ્ટમ આવા વરસાદ માટે નથી બની. આ સમયે તમામ
રાજ્યોએ સાથે મળીને કામ કરવાનું છે.
કુલુમાં બિયાસની સાથે
પાર્વતી અને તીર્થન નદીઓમાં પણ ઉછાળો આવ્યો છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં પાણીના
જોરદાર પ્રવાહમાં 60 વાહનો વહી ગયાં હતાં. એ જ સમયે, કુલુના કસૌલમાં 6 વાહનો પાણીમાં વહી ગયાં
હતાં.
પંજાબમાં સતલજ નદી
પાસેના 15થી 20 ગામને ખાલી કરાવવામાં આવ્યાં છે. એ જ સમયે લેહ-લદ્દાખમાં ભારે વરસાદને કારણે, 450 વર્ષ જૂનું મકાન
ધરાશાયી થયું. હિમાચલમાં 46 મકાનો ધરાશાયી થયાં છે.
PM નરેન્દ્ર મોદીએ પૂર અને
વરસાદની સ્થિતિને લઈને મંત્રીઓ અને અધિકારીઓ સાથે વાત કરી છે. PMOના જણાવ્યા અનુસાર, વહીવટીતંત્ર અને
એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો બચાવ કાર્યમાં લાગેલી છે.
દેશનો કુલ વરસાદ હવે
સામાન્ય કરતાં વધુ છે. 9 જુલાઇ સુધી સામાન્ય વરસાદ 9.4 ઈંચ હતો. હવે આંકડો એને વટાવીને 9.5 ઈંચ થઈ ગયો છે, જે 2% વધુ છે.
છેલ્લા 24 કલાકમાં 56 મોત, સૌથી વધુ હિમાચલમાં
રાજ્ય |
મૃત્યાંક |
હિમાચલ |
7 |
ઉત્તરાખંડ |
6 |
જમ્મુ અને
કાશ્મીર |
4 |
પંજાબ |
3 |
યુપી |
34 |
રાજસ્થાન |
1 |
દિલ્હી |
1 |
કુલ |
56 |
દિલ્હીમાં સોમવારે
શાળાઓ બંધ, 15 જુલાઈ સુધી વરસાદ પડશે
દિલ્હીમાં શનિવારથી
ભારે વરસાદ ચાલુ છે. દિલ્હીમાં રવિવારે 6 ઈંચ વરસાદ નોંધાયો હતો.
આ આંકડો 25 જુલાઈ 1982 (6.6 ઈંચ) પછી જુલાઈમાં એક દિવસમાં સૌથી વધુ છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે
સોમવારે દિલ્હીની તમામ શાળાઓને બંધ રાખવાનો આદેશ આપ્યો છે.
ગુડગાંવમાં 48 વર્ષનો રેકોર્ડ તૂટી
ગયો. 5.9 ઈંચ વરસાદ થયો હતો. દિલ્હી અને ગુરુગ્રામમાં રસ્તાઓ નદી બની ગયા. યમુનામાં
જળસ્તર વધવાને લઈને ચેતવણી જારી કરવામાં આવી છે. એવી આશંકા છે કે મંગળવારે એ 205.33 મીટરના ખતરાના નિશાનને
પાર કરી જશે. અવિરત વરસાદને ધ્યાનમાં રાખીને ગૃહમંત્રી અમિત શાહે LG પાસેથી લેવામાં આવેલાં
પગલાં વિશે પૂછપરછ કરી. દિલ્હી હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આવી જ સ્થિતિ 15 જુલાઈ સુધી ચાલુ રહેશે.