• Home
  • News
  • સંક્રમણના 567 કેસ અને 11 મોત; તેલંગાણાના CMએ કહ્યું- લોકડાઉનનું ઉલ્લંઘન થશે તો ગોળી મારવાનો આદેશ આપવો પડશે
post

દેશમાં સંક્રમણના સૌથી વધારે 107 કેસ મહારાષ્ટ્રમાં, 105 કેસ સાથે કેરળ બીજા નંબરે

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-25 10:56:24

નવી દિલ્હીઃ દેશના 24 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ કોરોના સંક્રમણના સંકજામાં આવી ગયા છે. સંક્રમિતોની સંખ્યા બુધવારે સવાર સુધી 567 થઈ ગઈ છે, અને અત્યાર સુધી 11 લોકોના જીવ ગયા છે. તમિલનાડુના મદુરૈમાં સવારે 54 વર્ષીય સંક્રમિત દર્દીનું સારવાર દરમિયાન મોત થયું છે. કોરોનાના સૌથી વધારે 107 કેસ મહારાષ્ટ્રમાં છે, જ્યારે કેરળ 105 કેસ સાથે બીજા નંબરે છે. મંગળવારે અડધી રાતે આગામી 21 દિવસો માટે તમામ રાજ્યોમાં લોકડાઉન કરવાની વડાપ્રધાન મોદીએ જાહેરાત કરી હતી. આ સાથે જ તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવે કહ્યું કે, લોકો લોકડાઉનનું ઉલ્લંઘન ન કરે. અમેરિકામાં આના માટે સેના બોલાવવી પડી હતી. જો આપણા અહીંયા સ્થિતિ નિયંત્રણમાં નહીં આવે તો ગોળી મારવાના આદેશ આપવા માટે મજબૂર થવું પડશે. 

 

હવે મુદરૈમાં 54 વર્ષના દર્દીએ દમ તોડ્યો; 15 દિવસમાં 11 લોકોના મોત, આમાથી 8ને પહેલાથી ડાયાબિટીસની બિમારી  હતી 

કોરોનાના સંક્રમણના કારણે 15 દિવસમાં 11 લોકોના મોત થઈ ગયા છે. બુધવારે સવારે મદુરૈમાં 54 વર્ષીય કોરોના સંક્રમિત દર્દીનું મોત થઈ ગયું છે. તમિલાનડુના સ્વાસ્થ્ય મંત્રી સી વિજય ભાસ્કરે કહ્યું કે, દર્દીને લાબાં સમયથી ડાયાબિટીસ અને બ્લડપ્રેશરની સમસ્યા હતી. 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post