• Home
  • News
  • છેલ્લા 24 કલાકમાં 59,069 કેસ નોંધાયા, છેલ્લા સાડા પાંચ મહીનામાં આ સૌથી મોટો આંક; 7 દિવસમાં લગભગ 1.5 લાખ એક્ટિવ કેસ વધ્યા
post

દેશમાં અત્યાર સુધીમાં 1 કરોડ 18 લાખથી વધુ લોકો આ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-03-26 11:09:52

દેશમાં છેલ્લા 24 કલાકમાં 59,069 કેસ સામે આવ્યા છે, 32,912 દર્દીઓ સાજા થયા અને 257 લોકોના મૃત્યુ થયા. નવા કેસ 17 ઓકટોબર બાદ સૌથી મોટો છે. ત્યારે 61,893 દર્દીઓ નોંધાયા હતા. ગુરુવારે એક્ટિવ કેસ, એટલે કે સારવાર કરાવી રહેલા દર્દીઓની સંખ્યામાં 25,857 નો વધારો થયો છે. આ સતત બીજો દિવસ હતો, જ્યારે એક્ટિવ કેસમાં 25 હજારથી વધુનો વધારો થયો. છેલ્લા સાત દિવસમાં એક્ટિવ કેસમાં 1 લાખ 49 હજાર 455 નો વધારો થયો છે.

દેશમાં અત્યાર સુધીમાં 1 કરોડ 18 લાખ 46 હજાર 82 લોકો આ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી 1 કરોડ 12 લાખ 62 હજાર 503 લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 1 લાખ 60 હજાર 983 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. હાલમાં 4 લાખ 17 હજારથી વધુ દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. આ આંકડા covid19india.org પરથી લેવામાં આવ્યા છે.

કોરોના અપડેટ્સ

·         કર્ણાટક સરકારે 1 એપ્રિલથી બેંગલુરુ આવનારા લોકો માટે કોરોના નેગેટિવ રિપોર્ટ ફરજિયાત કર્યો છે. રાજ્યના આરોગ્ય મંત્રી કે સુધાકરે જણાવ્યુ હતું કે શહેરમાં અન્ય રાજ્યોમાંથી આવનારા લોકોએ RT-PCR ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ ફરજિયાત બતાવવો પડશે.

·         મુંબઈમાં આજે કોરોનાના 5,504 નવા દર્દીઓ નોંધાયા હતા. મહામારી શરૂ થયા બાદથી આ આંકડો એક જ દિવસમાં નોંધાયેલો સૌથી મોટો આંક છે. જ્યારે, BMCએ લોકોને ચેતવણી આપતા જણાવ્યુ છે કે આગામી દિવસોમાં એક જ દિવસમાં 10 હજાર જેટલા કેસ સામે આવી શકે છે. એવામાં લોકોએ વધુ સાવધાની રાખવાની જરૂર છે.

·         મિલિંદ સોમનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 55 વાર્ષિત અભિનેતાએ આ અંગે સોશિયલ મીડિયા પર જાણકારી આપી હતી. તેઓ હાલમાં હોમ આઇસોલેશનમાં છે.

·         ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા હરીશ રાવતને દિલ્હી એમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને ગુરુવારે રાજ્ય સરકારની એર એમ્બ્યુલન્સ દ્વારા લઈ જવામાં આવ્યા હતા. એક દિવસ પહેલા જ તેઓ કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા.

7 મુખ્ય રાજયોની પરિસ્થિતી

1. મહારાષ્ટ્ર : એક જ દિવસમાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા
અહીં ગુરુવારે 35,952 નવા દર્દીઓ મળી આવ્યા હતા. 20,444 સાજા થયા, જ્યારે 111 મૃત્યુ પામ્યા. મહામારીની શરૂઆતથી રાજ્યમાં એક જ દિવસમાં નોંધાયેલા દર્દીઓનો આ આંક અત્યાર સુધીમાં સૌથી મોટો છે. અગાઉ 24 માર્ચે 31,855 કેસ નોંધાયા હતા. રાજ્યમાં અત્યાર સુધી 26.00 લાખ લોકો આ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી 22.83 લાખ લોકો સાજા થઈ ચૂક્યા, જ્યારે 53,795 લોકોનાં મોત નીપજ્યાં છે. હાલમાં, અહીં 2.62 લાખ લોકોની સારવાર કરવામાં આવી રહી છે.

2. પંજાબ: એક્ટિવ કેસનો આંક 21 હજારને પાર
ગુરુવારે અહીં 2,661 નવા દર્દીઓ મળી આવ્યા હતા. 1,735 સજા થયા, જ્યારે 43 લોકોના મૃત્યુ થયા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં 2.22 લાખ લોકો મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી 1.95 લાખ સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 6,517 લોકોના મૃત્યુ થયા છે. હાલ 21 હજાર 405 લોકો સારવાર હેઠળ છે.

3. ગુજરાત : સતત 25માં દિવસે પણ કેસમાં વધારો
અહીં ગુરુવારે 1,961 નવા દર્દીઓ નોંધાયા હતા. 1,405 દર્દીઓ સાજા થયા હતા, જ્યારે 7 લોકોના મૃત્યુ થયા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં 2.94 લાખ લોકો આ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી 2.80 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 4,473 દર્દીઓના મૃત્યુ થયા છે. જ્યારે 9,372 દર્દીઓની સારવાર ચાલીર અહી છે. અહીં 28 ફેબ્રુઆરીએ 407 કેસ સામે આવ્યા હતા, ત્યારથી તેમાં દરરોજ વધારો નોંધાઈ રહ્યો છે.

4. મધ્યપ્રદેશ : એક્ટિવ કેસ 11 હજારને પાર
​​​​​​​ગુરુવારે અહીં 1,885 નવા દર્દીઓ મળી આવ્યા હતા. 919 સાજા થયા, જ્યારે 9 મૃત્યુ પામ્યા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં 2.82 લાખ લોકો આ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી 2.67 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 3,928 લોકો મૃત્યુ પામ્યા છે. હાલમાં 11,004 લોકો સારવાર લઈ રહ્યા છે.

5. દિલ્હી : આ વર્ષે એક જ દિવસમાં સૌથી વધુ કેસ નોંધાયા
અહીં ગુરુવારે 1,515 નવા કેસ નોંધાયા હતા. અહીં આ વર્ષે એક જ દિવસમાં નોધાયેલા દર્દીઓનો આ આંક સૌથી મોટો છે. આ પહેલા 23 માર્ચે 1101 કેસ સામે આવ્યા હતા. છેલ્લા 24 કલાકમાં અહીં 909 દર્દી સાજા થયા અને 5 દર્દીના મૃત્યુ થયા છે. અહીં અત્યાર સુધીમાં 6.52 લાખ લોકો આ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે, 6.36 લાખ સાજા થયા છે અને 10,978 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. હાલમાં 5,497 દર્દીઓ સારવાર હેઠળ છે.

6. હરિયાણા : એક હજારથી વધુ નવા કેસ નોંધાયા
અહીં ગુરુવારે 1053 નવા દર્દીઓ મળી આવ્યા હતા, 562 સાજા થયા અને 7 મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યાર સુધીમાં 2.83 લાખ લોકો આ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી 2.73 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે અને 3,117 લોકો મૃત્યુ પામ્યા છે. રાજ્યમાં હાલમાં 7,229 દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે.

7. રાજસ્થાન : એક મહીનામાં 76 થી 700ને પાર થયા નવા કેસ
અહીં ગુરુવારે 715 દર્દીઓ નોંધાયા હતા. 238 દર્દીઓ સાજા થયા. રાજ્યમાં અત્યાર સુધીમાં 3.27 લાખ દર્દીઓ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી 3.19 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 2,808 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. 23 ફેબ્રુઆરીએ અહીં 76 કેસ હતા, જે 25 માર્ચ સુધીમાં વધીને 700 ને પાર થઈ ગયા છે. એટલે કે, 600 થી વધુનો વધારો નોંધવામાં આવ્યો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post