• Home
  • News
  • વાપીમાં 4 કલાકમાં ધોધમાર 6 ઈંચ વરસાદ:રસ્તાઓ નદીમાં ફેરવાયા, અંડરબ્રિજમાં પાણી ભરાતા કાર ફસાઈ, અનેક વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો
post

શહેરના પૂર્વ અને પશ્ચિમને જોડતો મુખ્ય અંડરપાસમાં પાણીમાં કાર ફસાઈ ગઈ હતી. જેથી ફાયરની ટીમને જાણ કરવામાં આવી હતી. જેને પગલે ફાયર વિભાગે કાર ચાલકને હેમખેમ બહાર કાઢ્યો હતો.

Written By newsonline | Ahmedabad | Published: 2023-07-19 19:19:07

વલસાડ જિલ્લામાં મોડી રાતથી ધીમી ગતિએ મેઘ મહેર થઈ રહી હતી. ત્યારે વહેલી સવારે વાપી પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જેથી વાપીનું જન જીવન અસરગ્રસ્ત બન્યું હતું. વાપી તાલુકામાં 4 કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબકતા શહેરના તમામ નીચાણવાળા.વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો જોવા મળ્યો હતો.

વાપીમાં સવારથી પડેલ વરસાદને લઈ અનેક રસ્તાઓ નદીમાં ફેરવાયા હતા. શહેરના પૂર્વ અને પશ્ચિમને જોડતો મુખ્ય અંડરપાસમાં પાણીમાં કાર ફસાઈ ગઈ હતી. જેથી ફાયરની ટીમને જાણ કરવામાં આવી હતી. જેને પગલે ફાયર વિભાગે કાર ચાલકને હેમખેમ બહાર કાઢ્યો હતો.

હવામાન વિભાગની આગાહીને લઈને વલસાડ જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો હતો. બુધવારે વહેલી સવારે વાપી પંથકમાં ભારે વરસાદ પડ્યો હતો. માત્ર 4 કલાકમાં તાલુકામાં 6 ઈંચ વરસાદ ખાબકતા શહેરના તમામ નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો. વાપીની બલિઠા ખાડીમાં ચાલુ વર્ષે કરોડો રૂપિયા ખર્ચીને સફાઈ અને ખાડીને પાક્કી બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી સાથે બલિઠા ખાંડીને ઊંડી અને પહોળી કરવામાં આવી છત્તા વાપી પંથકમાં વરસાદી પાણીનો ભરાવો થતા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી તમામ કામગીરીઓ ફેલ ગઈ હોવાનું જોવા મળી રહ્યું હતું.

6 ઇંચ વરસાદમાં વાપી શહેરના તમામ નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થતા સ્થાનિક લોકો અને રાહદારીઓ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. વાપી નગર પાલિકાના કોન્ટ્રાક્ટરો.દ્વારા કરવામાં આવેલી પ્રીમોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પાડી દીધી હતી. શાળાએ જતા વિદ્યાર્થીઓ, GIDCમાં જતા કામદારો, નોકરિયાતોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. વાપીના ગુંજન વિસ્તારમાં આવેલી સોસાયટીઓ તેમજ વાપી શહેરના ચલા વિસ્તારમાં આવેલી સોસાયટીઓમાં તેમજ રસ્તા ઉપર વરસાદી પાણીનો ભરાવો થયો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post