• Home
  • News
  • 60% માતા-પિતા બાળકોને ત્યારે જ સ્કૂલે મોકલવા ઈચ્છે છે જ્યારે વેક્સિન બની જાય, 56%એ કહ્યું- સ્કૂલ ખૂલશે તો બાળકોને જાતે જ સ્કૂલે મૂકવા જશે
post

53%એ કહ્યું જો સ્કૂલ નહીં ખૂલે, ઓનલાઇન ક્લાસ જ થાય તો શાળાના સમયની જેમ જ ક્લાસનું આયોજન થવું જોઈએ

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-06 08:40:37

ભોપાલ: કોરોનાના લીધે સ્કૂલ/કોલેજ અને કોચિંગ ક્લાસિસ બંધ છે. એવામાં વાલીઓની ઈચ્છા શું છે? તે બાળકોને ક્યારે સ્કૂલે મોકલવા માગે છે? સ્કૂલ ખૂલશે તો બાળકો કઇ રીતે જશે? આવા તમામ સવાલોના જવાબ જાણવા માટે 21 જૂનથી 28 જૂન સુધી એક રાષ્ટ્રવ્યાપી સરવે હાથ ધર્યો હતો.  

મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ, હિમાચલ, હરિયાણા, બિહાર, ઝારખંડ તથા દિલ્હીના 73 હજારથી વધુ વાંચકોએ ભાગ લીધો હતો. 55 હજારથી વધુ પુરુષ તથા 17 હજારથી વધુ મહિલાઓ સામેલ થઇ હતી. તેમાં સર્વાધિક 24,352 લોકો 36-45 વર્ષની વયજૂથના હતા. જોકે 25-36 વર્ષના 16,909 અને 46-55 વર્ષના 15,414 લોકોએ સરવેમાં ભાગ લીધો હતો.

સરવેના પરિણામો અનુસાર 60% લોકોએ કહ્યું કે તે બાળકોને સ્કૂલે ત્યારે જ મોકલશે જ્યારે કોરોના સંપૂર્ણપણે ખતમ થઈ જશે કાં તેની વેક્સીન બની જશે. જોકે 71% લોકો માને છે કે કોચિંગ ક્લાસિસ, કોલેજ, યુનિવર્સિટી ત્યારે જ ખૂલવા જોઈએ જ્યારે કોરોના મહામારી કાબૂમાં આવે. 44% લોકો માને છે કે જ્યારે સ્કૂલ ખૂલશે તો ફક્ત 9થી 12 ધોરણ સુધીના ક્લાસનું આયોજન થાય, જોકે કેજીથી 8માં સુધીના ક્લાસનું આયોજન ઓનલાઇન જ થાય.

દેશના 11 રાજ્યોમાં ભાસ્કરે સરવે કર્યો, 73,271 લોકોએ જવાબ આપ્યા, 10 સવાલોના માધ્યમથી અમે જાણવાનો પ્રયાસ કર્યો કે વાલીઓ શું ઈચ્છે છે?


1.
બાળકોની સુરક્ષા અને તેમના અભ્યાસને ધ્યાનમાં રાખી 

ચાલુ વર્ષે ફક્ત ઓનલાઇન અભ્યાસ થાય

17%

ચેપ કાબૂમાં આવતા જ સ્કૂલ ખોલવાનો નિર્ણય થાય

55%

આ એકેડમિક વર્ષને ઝીરો યર માની લેવાય

25%

કંઈ ના કહી શકાય.

3%

2. પ્રાથમિક શાળા(કેજીથી 5માં ધોરણ સુધી) ક્યારથી ખૂલશે?

ચેપ જ્યારે કાબૂમાં આવી જાય ત્યારે જ ખોલવી જોઈએ.

29%

તમામ ધોરણ શરૂ કર્યા પછી સૌથી છેલ્લે.

20%

કોરોનાની વેક્સિન આવ્યા પછી જ સ્કૂલ ખોલવામાં આવે.

49%

કંઈ કહી ના શકાય.

2%

3. ધો. 6થી ધો. 12ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલો ક્યારથી ખુલવી જોઇએ?

સંક્રમણ કાબૂમાં આવે તે પછી જ ખોલવી જોઇએ.

45%

દૈનિક કેસ અડધા થઇ જાય ત્યારે 1 ઓગસ્ટથી ખોલવી જોઇએ.

18%

કોરોનાની રસી આવ્યા પછી જ સ્કૂલો ખોલવી જોઇએ.

35%

કંઇ કહી ન શકીએ.

2%

4.  ક્લાસીસ અને કોલેજ-યુનિવર્સિટી ક્યારથી ખૂલવા જોઇએ?

સરકાર નક્કી કરે ત્યારથી.

13%

સ્કૂલોથી 15 દિવસ વહેલા ખુલવા જોઇએ.

14%

સંક્રમણ કાબૂમાં આવે તે પછી જ ખોલવા જોઇએ.

71%

કંઇ કહી ન શકીએ.

2%

5. જો સ્કૂલો ખૂલે તો વ્યવસ્થા કેવા પ્રકારની હોવી જોઇએ?

દરેક સેક્શનને બે શિફ્ટ (50-50%)માં વહેંચી દેવામાં આવે

27%

અડધા સેક્શનને ઓડ/ઇવન પેટર્ન પર સ્કૂલે આવવા દેવાય.

24%

ધો. 9, 12ના વર્ગો શરૂ થાય. કેજીથી ધો. 8 સુધી ઓનલાઇન.

45%

કંઇ કહી ન શકીએ.

4%

6. સ્કૂલો ખૂલ્યા બાદ ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા કેવી હોવી જોઇએ?

પહેલાંની જેમ જ સ્કૂલ બસો ચાલે.

25%

બાળકોને તેમના વાલી જ સ્કૂલે લેવા-મૂકવા જાય.

56%

સ્કૂલ બસમાં કેપેસિટીના 50% બાળકોને જ બેસાડાય.

14%

કંઇ કહી ન શકીએ.

5%

7. સ્કૂલો ન ખૂલે તો ઓનલાઇન ક્લાસ કેટલા સમય માટે હોવા જોઇએ?

ધો. 8 સુધી 2-3 કલાક અને ધો.9થી ધો.12 માટે 3થી 5 કલાક.

3%

ધો.8 સુધી 1-2 કલાક અને ધો.9થી ધો.12 માટે 2-3 કલાક.

41%

બધા ધોરણ માટે સ્કૂલના સમય જેટલા જ ઓનલાઇન ક્લાસ હોય.

53%

કંઇ કહી ન શકીએ.

3%

8. હાલ ઓનલાઇન  સ્થિતિમાં સ્કૂલોએ શું-શું કરવું જોઇએ?

સ્કૂલો માત્ર શૈક્ષણિક કાર્ય કરે, એટલે કે ફક્ત અભ્યાસ પૂરો કરાવે.

34%

અભ્યાસ સાથે એક્ઝામ/ટેસ્ટ/એસેસમેન્ટ પણ બાળકો પાસે કરાવાય.

24%

અભ્યાસ, એક્ઝામ, ટેસ્ટ સાથે બાળકોનું ગ્રૂમિંગ પણ કરે.

38%

કંઇ કહી ન શકીએ.

4%

9. સ્કૂલો શરૂ થાય ત્યારે વધારાના કયા પિરિયડ ઉમેરવા, કયા બાદ કરવા જોઇએ?

સ્કૂલોમાં પહેલો પિરિયડ યોગનો હોવો જોઇએ.

19%

રસી ન આવે ત્યાં સુધી સ્પોર્ટ્સનો પિરિયડ બંધ રહેવો જોઇએ.

22%

ડિસ્ટન્સિંગવાળી રમતો ચાલુ રખાય અને યોગ પણ કરાવાય.

56%

કંઇ કહી ન શકીએ.

3%

10. જ્યારે  સ્કૂલો ખૂલે ત્યારે..

હું મારા બાળકને પહેલા દિવસથી જ મોકલીશ.

17%

હું તો થોડા દિવસો પછી જ મોકલીશ.

21%

હું કોરોના સંપૂર્ણપણે ખતમ થાય કે રસી આવે ત્યારે મોકલીશ.

60%

કંઇ કહી ન શકીએ.

2%

a

adv

Related News

post
post
post
post
post
post
post