• Home
  • News
  • કોરોનાની મહામારીના પહેલા 54 દિવસમાં કોરોનાના 607 કેસ નોંધાયા, પછીના માત્ર 24 દિવસમાં ડબલ થઇને 1236 થયા
post

લોકોને ઘરની બહાર નીકળવાની છૂટછાટો મળતા કોરોના વાઈરસના કેસો વધ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-06 12:27:46

વડોદરા: વડોદરા શહેર અને જિલ્લામાં છેલ્લા 24 દિવસમાં કોરોના વાઈરસના કેસ વધીને ડબલ થઇ ગયા છે. 20 માર્ચથી 12 મે સુધીમાં વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના વાઈરસના 607 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જોકે ત્યારબાદ 13 મેથી લઇને 5 જૂન દરમિયાન વધુ 629 પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ માત્ર 24 દિવસમાં કોરોના વાઈરસના કેસની સંખ્યા ડબલ થઇને 1236 ઉપર પહોંચી ગઇ છે. 

લોકડાઉન-4 અને અનલોક-1માં જ કોરોનના કેસ ડબલ થયા
વડોદરા શહેર અને જિલ્લામાં એકથી 3 લોકડાઉનમાં કોરોના વાઈરસની ગાઇડલાઇનનો કડક અમલ થયો હોવાથી કોરોનાના કેસોની સંખ્યામાં ધીમી ગતીએ વધારો થઇ રહ્યો હતો. જોકે લોકડાઉન-4માં છૂટછાટો વધતા અને અનલોક-1માં મોટાભાગની છૂટછાટો આપી દેવાતા કોરોના વાઈરસના કેસોમાં વધારો થયો છે. લોકડાઉન-4 અને અનલોક-1માં જ વડોદરામાં કોરોના વાઈરસના કેસો ડબલ થઇ ગયા છે. વડોદરા શહેર અને જિલ્લામાં લોકડાઉન-4 અને અનલોક-1માં કોરોના વાઈરસના 600 જેટલા કેસ નોંધાયા છે.

5 જૂને એક જ દિવસમાં રેકોર્ડ બ્રેક 45 કેસ નોંધાયા
વડોદરા શહેરમાં સામાન્ય રીતે રોજ કોરોના વાઈરસના 25થી 35 સુધી કેસો નોંધાતા હતા. જોકે 5 જૂનના રોજ એક જ દિવસમાં કોરોના વાઈરસના 45 કેસ નોંધાયા હતા. જે વડોદરા શહેર માટે લાલબત્તી સમાન છે. આ ઉપરાંત હવે વડોદરા ગ્રામ્યમાં પણ કેસો વધી રહ્યા છે. 5 જૂને એક જ દિવસમાં ગ્રામ્યના 7 વિસ્તારોમાં કોરોના વાઈસના પોઝિટિવ કેસો નોંધાયા હતા.

24 દિવસમાં મૃત્યુઆંક દોઢ ગણો થયો 
12
મે સુધીમાં વડોદરામાં કોરોના વાઈરસથી મૃત્યુઆંક 32 હતો. જોકે ત્યારબાદના 24 દિવસમાં મૃત્યુઆંક વધીને 47 ઉપર પહોંચ્યો છે. આમ કોરોના વાઈસના કેસની સંખ્યા ડબલ થઇ છે પણ સત્તાવાર મૃત્યુઆંક દોઢ ગણો જ થયો છે. જોકે તંત્ર દ્વારા દરેક મૃત્યુનું ઓડિટ થયા બાદ મૃત્યુની જાહેરાત કરવામાં આવે છે, જેથી મૃત્યુઆંક ઘણો વધારો હોઇ શકે છે, પણ તંત્રએ માત્ર 47 દર્દીના જ મૃત્યુ જાહેર કર્યાં છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post