• Home
  • News
  • ધો.12 સાયન્સનું 65.58 ટકા પરિણામ:ગત વર્ષ કરતાં 6.44% રિઝલ્ટ ઓછું, A1 અને A2 ગ્રેડમાં સુરત સૌથી આગળ, ઓછા પરિણામને લઈ વિદ્યાર્થીઓ થોડા દુઃખી
post

માર્ચ-2023 વિજ્ઞાન પ્રવાહની જાહેર પરીક્ષામાં કુલ 140 કેન્દ્રો ઉપર 1,26,624 પરીક્ષાર્થી નોંધાયા હતાં

Written By newsonline | Ahmedabad | Published: 2023-05-02 17:57:09

અમદાવાદ: ધોરણ 12 સાયન્સનું વર્ષ 2023નું બોર્ડનું પરિણામ આજે જાહેર થયું છે. બોર્ડના પરિણામની સાથે ગુજકેટની પરીક્ષાનું પણ પરિણામ જાહેર થયું છે. ધો.12 સાયન્સનું કુલ 65.58 ટકા પરિણામ જાહેર થયું છે. એ ગ્રુપમાં 72.27 ટકા અને બી ગ્રુપમાં 61.71 ટકા પરિણામ આવ્યું છે. સૌથી વધુ 90.41 ટકા સાથે હળવદ કેન્દ્ર પ્રથમ નંબરે છે અને લીમખેડા કેન્દ્રનું સૌથી ઓછું 22 ટકા રિઝલ્ટ આવ્યું છે. સૌથી વધુ 83.22 ટકા પરિણામ સાથે મોરબી જિલ્લો પ્રથમ છે. ગુજરાતી માધ્યમનું 65.32 ટકા અને અંગ્રેજી માધ્યમનું 67.18 ટકા પરિણામ આવ્યું છે. ગત વર્ષ કરતા આ વર્ષે 6.44 ટકા પરિણામ ઘટ્યું છે. A1 અને A2 ગ્રેડમાં સૌથી વધુ રિઝલ્ટ સુરત જિલ્લાનું આવ્યું છે. જેમાં 16 વિદ્યાર્થીએ A1 ગ્રેડ અને 336 વિદ્યાર્થીએ A2 ગ્રેડ મેળવ્યો છે.

કેમિસ્ટ્રી અને ફિઝિક્સના પેપર અઘરા નીકળતા વિદ્યાર્થીઓને ધાર્યા પરિણામ આવ્યા નથી. આથી વિદ્યાર્થીઓને આ બન્ને વિષયે રડાવ્યા છે. વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, મહેનત પ્રમાણે ધાર્યું પરિણામ આવ્યું નથી.

આ વર્ષે અઘરા પેપરને લઈને પરિણામ ઘટ્યું
પરિણામ આવતા વિદ્યાર્થીઓ જણાવ્યું હતું કે, આ વર્ષે અઘરા પેપરને લઈને પરિણામ ધાર્યા કરતા ઓછું આવ્યું છે. અમે બહુ મહેનત કરી હતી, પરંતુ પરિણામને લઈને થોડું દુખ થયું છે. આ વખતે ફિઝિક્સ અને કેમેસ્ટ્રી ખૂબ હાર્ડ પેપર હતું. પરિણામને લઈને વિદ્યાર્થીઓમાં ખુશી સાથે થોડું દુખ પણ જોવા મળ્યું હતું.

ધો.12 સાયન્સના રિઝલ્ટની હાઇલાઇટ્સ..

·         નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ (Male)- 66.32 ટકા

·         નિયિમિત વિદ્યાર્થિનીઓનું પરિણામ (Female)- 64.66 ટકા

·         1,10,042 વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજર રહ્યા હતા

·         હળવદ સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર- 90.41 ટકા

·         લીમખેડા સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર- 22 ટકા

·         સૌથી વધુ પરિણામ ધરાવનાર જિલ્લો મોરબી- 83.22 ટકા

·         સૌથી ઓછું પરિણામ ધરાવનાર જિલ્લો દાહોદ- 29.44 ટકા

·         100 ટકા પિરણામ ધરાવતી શાળાઓની સખ્યા- 27

·         10 ટકા કે તેથી ઓછું પિરણામ ધરાવતી શાળાઓની સંખ્યા- 76

·         A1 ગ્રેડ સાથે પ્રમાણપત્ર મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા- 61

·         A2 ગ્રેડ સાથે પ્રમાણપત્ર મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા- 1,523

·         અંગ્રેજી માધ્યમમાં વિદ્યાર્થીઓના પરિણામની ટકાવારી- 67.8 ટકા

·         ગજરાતી માધ્યમના વિદ્યાર્થીઓના પિરણામની ટકાવારી- 65.32 ટકા

·         A ગ્રૂપમાં ઉમેદવારોના પરિણામની ટકાવારી- 72.27 ટકા

·         B ગ્રૂપમાં ઉમેદવારોના પરિણામની ટકાવારી- 61.71 ટકા

·         AB ગ્રૂપમાં ઉમેદવારોના પરિણામની ટકાવારી- 58.62 ટકા

·         પ્રમાણપત્ર મેળવવાને પાત્ર (E.Q.C.) ઉમદવારોની સંખ્યા- 72,166

 

વિષયવાર પરિણામની ટકાવારી

વિષય

ટકાવારી

ગુજરાતી (F.L.)

99.92

હિન્દી (F.L.)

100

મરાઠી (F.L.)

99.3

ઉર્દુ (F.L.)

100

અંગ્રેજી (F.L.)

98.16

ગુજરાતી (S.L.)

100

હિન્દી (S.L.)

99.5

અંગ્રેજી (S.L.)

94.81

ગણિત

78.5

કેમિસ્ટ્રી

67.14

ફિઝીક્સ

66.29

બોયોલોજી

73.63

સંસ્કૃત

96.53

એરેબિક

100

કોમ્પ્યુટર

87.24

વ્હોટ્સએપ નંબર પર સીટ નંબર મોકલી રિઝલ્ટ મેળવો
આ વર્ષે ખાસ વ્હોટ્સએપ નંબર 6357300971 જાહેર કરવામાં આવ્યો છે, જેમાં સીટ નંબર મેસેજ કરવાથી પણ પરિણામ મેળવી શકો છો. સૌપ્રથમ વખત મેના પહેલા વીકમાં આજે ધો.12 સાયન્સનું રિઝલ્ટ જાહેર થયું છે.

1,25,563 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી
માર્ચ-2023 વિજ્ઞાન પ્રવાહની જાહેર પરીક્ષામાં કુલ 140 કેન્દ્રો ઉપર 1,26,624 પરીક્ષાર્થી નોંધાયા હતાં. તે પૈકી 1,25,563 પરીક્ષાર્થી ઉપસ્થિત રહ્યાં હતાં. જેમાં નિયમિત વિદ્યાર્થીઓ 1,10,229 નોંધાયા હતા, તે પૈકી 1,10,042 પરીક્ષાર્થી પરીક્ષામાં ઉપસ્થિત રહ્યાં હતા. જેમાંથી 72,166 પરીક્ષાર્થી પ્રમાણપત્ર મેળવવાને પાત્રથયેલ છે. રાજ્યનું ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 65.58 ટકા આવ્યું છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post