• Home
  • News
  • ગામ્બિયામાં 66 બાળકોના મોતનો કેસ: મેડન ફાર્મામાં ઉત્પાદન બંધ કરવા સરકારનો આદેશ
post

મેડન ફાર્માની અલગ-અલગ દવાઓ અંગે દેશના 4 રાજ્યોએ અલગ-અલગ સમયે ખામીઓ વિશે વાત કરી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2022-10-12 18:54:10

નવી દિલ્હી: હરિયાણા સરકારે આફ્રિકાના ગામ્બિયામાં 66 બાળકોના મૃત્યુ માટે જવાબદાર ભારતીય કંપની મેડન ફાર્માની તમામ દવાઓના ઉત્પાદન પર પ્રતિબંધ મૂક્યો છે. હરિયાણાના સોનિપતમાં આવેલ આ ફાર્મા કંપનીના મેન્યુફેક્ચરિંગ યુનિટમાં કેન્દ્રીય અને હરિયાણા ડ્રગ વિભાગના અધિકારીઓને તપાસમાં જાણવા મળ્યું કે, પ્લાન્ટમાં ઘણી ખામીઓ છે.

મેડન ફાર્માને કારણ બતાવો નોટિસ જારી

આ તપાસ બાદ મેડન ફાર્માને શૉ કોઝ નોટિસ પણ જારી કરવામાં આવી છે. નિરીક્ષણ દરમિયાન રાજ્ય અને કેન્દ્રીય ડ્રગ્સ વિભાગના અધિકારીઓને આ પ્લાન્ટ અને શંકાના દાયરામાં આવેલા ચાર કફ સિરપમાં ઘણી ખામીઓ ઝડપી પાળી છે.

આ સંદર્ભે હરિયાણાના ડ્રગ કંટ્રોલરે મેડન ફાર્માને કારણ બતાવો નોટિસ જારી કરી છે અને તેને 14 ઓક્ટોબર સુધીમાં પોતાનો પક્ષ રજૂ કરવા જણાવ્યું છે. આ નોટિસમાં કહેવામાં આવ્યું છે કે પ્લાન્ટમાં જોવા મળેલી ખામીઓને જોતા તમારું લાયસન્સ કેમ રદ ન કરવામાં આવે. અધિકારીઓને કફ સિરપના ઉત્પાદન અને પરીક્ષણમાં ઉપયોગમાં લેવાતા સાધનોની લોગ બુક મળી જે શંકાના દાયરામાં આવી હતી. ચાસણીમાં વપરાતા અનેક ક્ષારના બેચ નંબર પણ મળ્યા ન હતા. 

કંપનીએ ગામ્બિયા મોકલવામાં આવેલ કફ સિરપને પણ યોગ્ય રીતે વેલિડેશન કર્યું નથી. સવાલોના પ્રશ્નાર્થ ઉભા થયેલ પ્રોડક્ટનો ટેસ્ટિંગ રિપોર્ટ આપવામાં પણ કંપની નિષ્ફળ રહી છે. ફાર્મા કંપનીએ ડાય-ઇથિલિન ગ્લાયકોલ અને ઇથિલિન ગ્લાયકોલ અંગે પ્રોપીલીન ગ્લાયકોલનું ગુણવત્તા પરીક્ષણ પણ કર્યું ન હતું.

12 જેટલી ખામીઓ મળી

હરિયાણા સરકારના સ્વાસ્થ્ય મંત્રી અનિલ વિજે કહ્યું કે, WHO દ્વારા જણાવવામાં આવેલી ફાર્માસ્યુટિકલ કંપનીની ત્રણ દવાઓના સેમ્પલ સોનીપતની સેન્ટ્રલ ડ્રગ લેબમાં મોકલવામાં આવ્યા છે. રિપોર્ટ હજુ આવ્યો નથી. રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે પરંતુ કેન્દ્ર અને હરિયાણા રાજ્યના ફાર્માસ્યુટિકલ વિભાગના સંયુક્ત નિરીક્ષણ બાદ તેમાં 12 જેટલી ખામીઓ મળી આવી હતી.

કંપનીના ઉત્પાદન પર સંપૂર્ણ પ્રતિબંધ

મેડન ફાર્માની અલગ-અલગ દવાઓ અંગે દેશના 4 રાજ્યોએ અલગ-અલગ સમયે ખામીઓ વિશે વાત કરી હતી. તે જ સમયે આ ફાર્મા કંપનીના ખરાબ ઉત્પાદનને કારણે વિયેતનામએ તેના પર બે વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો હતો. હવે કડક નિર્ણય લેતા હરિયાણા સરકારે કંપનીના ઉત્પાદન પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે.

કર્ણાટક અને કેરળ સરકારે તેમના રાજ્યોની ફાર્મા કંપનીઓને સીરપ બનાવવામાં ઉપયોગમાં લેવાતા પ્રોપીલીન ગ્લાયકોલમાં ડાય-ઇથિલિન ગ્લાયકોલ અને ઇથિલિન ગ્લાયકોલની યોગ્ય માત્રા પર દેખરેખ રાખવા માટે નિર્દેશ આપ્યો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post