• Home
  • News
  • સ્ટોક લિમિટ નાબૂદ:અનાજ-ડુંગળી આવશ્યક વસ્તુમાંથી બહાર, વિપક્ષની ગેરહાજરીમાં રાજ્યસભામાં ત્રીજા કૃષિ વિધેયક સહિત 7 બિલ પસાર
post

ઇતિહાસમાં પહેલીવાર એવું થયું છે કે સરકારે સાડા ત્રણ કલાકમાં 7 વિધેયક રાજ્યસભામાં પસાર કરાવ્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-23 09:47:08

કૃષિ વિધેયક વિરુદ્ધ ખેડૂતોનો આક્રોશ પંજાબ, હરિયાણા થઈને મંગળવારે દિલ્હી પહોંચ્યો હતો. બીજીબાજુ વિપક્ષે રાજ્યસભામાંથી 8 સાંસદોને અપાયેલી સજા અંગે બીજા દિવસે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. કોંગ્રેસ નેતા ગુલામનબી આઝાદે કહ્યું કે તેઓ સાંસદોનું સસ્પેન્સન રદ કરવા અને ખાનગી કંપની ટેકાના ભાવથી નીચે કૃષિ પેદાશ ખરીદી શકે નહીં અને સ્વામીનાથન આયોગની ભલામણો લાગુ કરવા વધુ એક વિધેયક લાવવાની માંગ કરે છે. જ્યાં સુધી આ માગ પૂરી નહીં થાય ત્યાં સુધી તેઓ સંસદના સત્રનો બહિષ્કાર કરશે.

દરમિયાન કૃષિ સંબંધિત ત્રીજું વિધેયક આવશ્યક વસ્તુ અધિનિયમ રાજ્યસભામાં પસાર થઈ ગયું હતું. ઇતિહાસમાં પહેલીવાર એવું થયું છે કે સરકારે સાડા ત્રણ કલાકમાં 7 વિધેયક રાજ્યસભામાં પસાર કરાવ્યા છે. આ વિધેયક પસાર થવાથી આવશ્યક ચીજવસ્તુઓની યાદીમાંથી અનાજ, દાળ, તેલિબિયા, ખાદ્યતેલ, ડુંગળી, બટાકા હટી જશે. ઉપરાંત સ્ટોક લિમિટ પણ ખતમ કરવાની જોગવાઈ આ વિધેયકમાં છે. બીજેડી, વાયએસઆર કોંગ્રેસ, ટીડીપી જેવા પક્ષોએ વિધેયકને ટેકો આપ્યો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post