• Home
  • News
  • AAPના વધુ 7 ઉમેદવાર જાહેર:પાર્ટીએ સ્ટાર પ્રચારક બનાવતાં યુવરાજસિંહ જાડેજા ચૂંટણી નહીં લડે, દહેગામમાં સુહાગ પંચાલને ટિકિટ અપાઈ
post

અત્યાર સુધી 151 ઉમેદવાર જાહેર કરી ચૂક્યા છે. ત્યારે વધુ 7 સાથે 158 ઉમેદવાર જાહેર થઈ ચૂક્યા છે.

Written By newsonline | Ahmedabad | Published: 2022-11-08 17:43:33

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત બાદ ઉમેદવારોની જાહેરાત થવાની શરૂ થઈ ગઈ છે. આમ આદમી પાર્ટી (AAP)એ ઉમેદવારોની પહેલાથી જ જાહેરાત કરી હતી. જેમાં હવે મોટો વળાંક આવ્યો છે. આમ આદમી પાર્ટીના યુવા નેતા યુવરાજસિંહ જાડેજાને દહેગામથી ટિકિટ આપી હતી, પરંતુ તેઓ હવે ચૂંટણી નહીં લડે. તેની જગ્યાએ સુહાગભાઈ પંચાલ ચૂંટણી લડશે. આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, હું ચૂંટણી લડવાનો નથી. ગુજરાતની ચૂંટણીમાં મને પાર્ટીએ સ્ટાર પ્રચારક તરીકે મૂકવામાં આવ્યો છે. 10 જેટલી વિધાનસભા બેઠક પર મને જવાબદારી સોંપાઈ છે.

યુવરાજસિંહે 7 ઉમેદવારોનું લિસ્ટ
આમ આદમી પાર્ટીએ તેમના ઉમેદવારોની 12મી યાદી જાહેર કરી છે. જેમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. હવે દહેગામથી યુવરાજસિંહ જાડેજાની જગ્યાએ સુહાગ પંચાલનું નામ યાદીમાં જાહેર કરવામાં આવ્યું છે. આમ આદમી પાર્ટીના યુવા નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા આજે 7 ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. અત્યાર સુધી 151 ઉમેદવાર જાહેર કરી ચૂક્યા છે. ત્યારે વધુ 7 સાથે 158 ઉમેદવાર જાહેર થઈ ચૂક્યા છે.

1 અને 5 ડિસેમ્બરે બે તબક્કામાં મતદાન
ગુજરાત વિધાનસભા ચૂંટણીનું બે તબક્કામાં મતદાન યોજાશે, જેમાં 1 ડિસેમ્બરે પ્રથમ તબક્કા અને 5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન થશે. 8 ડિસેમ્બરે હિમાચલ પ્રદેશની સાથે જ ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પરિણામ જાહેર થશે. જો કે ભાજપ-કોંગ્રેસ વચ્ચે વર્ષોથી થતી ટક્કર વચ્ચે આ વખતે ગુજરાતમાં AAPની એન્ટ્રીથી ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામવાના એઁધાણ છે. 2017 વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 99 અને કોંગ્રેસને 77 બેઠકો મળી હતી. પંરતુ કોંગ્રેસમાંથી રાજીનામા પડ્યા હતા અને પેટાચૂંટણીમાં જીતીને ભાજપની કુલ બેઠક 112 થઈ હતી. કોંગ્રેસને રાજીનામા પડતાં મોટું નુકસાન થયું હતું અને 77થી ઘટીને 65 ધારાસભ્યો કોંગ્રેસ પાસે રહ્યા હતા.

AAPના ઉમેદવારની બારમી યાદી
અંજાર - અર્જુન રબારી
ચાણસ્મા - વિષ્ણુભાઈ પટેલ
દહેગામ - સુહાગ પંચાલ
લીમડી - મયુર સાકરીયા
ફતેપુરા - ગોવિંદ પરમાર
સયાજીગંજ - સ્વેજલ વ્યાસ
ઝઘડિયા - ઊર્મિલા ભગત

 

adv

Related News

post
post
post
post
post
post
post