• Home
  • News
  • ’72 હુરેં' ફિલ્મનું ટ્રેલર આઉટ:દરેક જગ્યાએ જોવા મળ્યા લાશના ઢગલા, યુવાનોનું બ્રેઇનવોશ કરીને આતંકવાદી બનાવવા પર આધારિત છે આ ફિલ્મ
post

ટ્રેલરના એક સીનમાં અભિનેતા પવન મલ્હોત્રા તેના સાથી અભિનેતા આમિર બશીરને ધર્મના નામે ફસાવી રહ્યો છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-06-28 18:12:38

ફિલ્મ ’72 હુરેં'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે કટ્ટરપંથીઓ દ્વારા ફસાવ્યા બાદ યુવાનો આત્મઘાતી બોમ્બર બની જાય છે. ટ્રેલરમાં એ પણ બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે એક આતંકવાદી લોકોને 72 હુરેની લાલચ આપીને ગેરમાર્ગે દોરે છે. ફિલ્મના ડિસ્ક્લેમરમાં સ્પષ્ટ લખ્યું છે કે આ સત્ય ઘટનાઓ પર આધારિત ફિલ્મ છે.

મળતી માહિતી મુજબ, આ ફિલ્મ 2021ની છે, અને તેને સરકાર તરફથી નેશનલ એવોર્ડ પણ મળ્યો છે. ફિલ્મના નિર્માતા અશોક પંડિતે જણાવ્યું હતું કે તેમની ફિલ્મ માટે તાળીઓનો ગડગડાટ થયો હતો. સરકારે પણ આ ફિલ્મની પ્રશંસા કરી હતી, પરંતુ આ સમયે ફિલ્મની રિલીઝમાં અડચણ આવી રહી છે.

ટ્રેલરમાં શું બતાવવામાં આવ્યું હતું..અહીં વાંચો
ટ્રેલરની શરૂઆત બ્લેક એન્ડ વ્હાઇટ સીનથી થાય છે, જેમાં દરેક જગ્યાએ મૃતદેહો દેખાય છે. બેકગ્રાઉન્ડમાં દાઢીવાળો એક માણસ ઘણા લોકોને બેસાડીને 72 હુરે વિશે કેટલીક વાતો કહી રહ્યો છે.

ટ્રેલરના એક સીનમાં અભિનેતા પવન મલ્હોત્રા તેના સાથી અભિનેતા આમિર બશીરને ધર્મના નામે ફસાવી રહ્યો છે. પવન મલ્હોત્રા એક બ્રેઈનવોશ થયેલા યુવકની ભૂમિકા ભજવી રહ્યો છે, જે એક સીનમાં કાફિરોને મારવાની વાત કરે છે. અને છેલ્લા સીનમાં બતાવવામાં આવ્યું છે કે ભીડની વચ્ચે ઊભા રહીને તે પોતાની જાતને બોમ્બથી ઉડાવી દે છે.


7 જુલાઈએ સિનેમાઘરોમાં રિલીઝ થશે
આ ફિલ્મનું દિગ્દર્શન બે વખત નેશનલ એવોર્ડ વિજેતા ફિલ્મ નિર્માતા સંજય પુરણ સિંહ ચૌહાણે કર્યું છે. તે 7 જુલાઈએ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મનું નિર્માણ અશોક પંડિતે કર્યું છે.

adv

Related News

post
post
post
post
post
post
post