• Home
  • News
  • 74 સાંસદે કહ્યું- દુષ્કર્મીઓને સમયસર સજા કરો, એ માટે કાયદામાં સુધારા કરવા તૈયાર
post

ફાંસીની સજા પામેલા ગુનેગારોને શ્વાસ લેવાની મુદત કેમ?

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-20 08:27:34

નવી દિલ્હી: નિર્ભયા કાંડના હેવાનોની ફાંસી વારંવાર ટળવાથી આમ આદમી અને ન્યાય તંત્ર નહીં, દેશનું રાજકીય નેતૃત્વ પણ વિચલિત છે. ભાસ્કરે રાજકીય પક્ષો, 9 રાજ્યના 76 સાંસદ અને 2 પૂર્વ કાયદા મંત્રીને અંગે સવાલ પૂછ્યા, જે ગુનેગારોને ફાંસીથી બચાવતી કાયદાની ખામીઓ આધારિત હતા. જેમ કે- રિવ્યૂ અને ક્યુરેટિવ પિટિશન તેમજ દયા અરજી દાખલ કરવાની ચોક્કસ સમયમર્યાદા કેમ નથી? રાષ્ટ્રપતિ પાસેની દયા અરજીના નિર્ણયની સમયમર્યાદા નક્કી હોવી જોઈએ કે નહીં? કારણ કે, કાયદાકીય જોગવાઈઓમાં અસ્પષ્ટતાનો ફાયદો ઉઠાવીને ફાંસીની સજા પામનારા 2,324 દોષિતો આજે પણ જીવતા છે. તાજો કેસ નિર્ભયાના ચારેય દોષિતનો છે. ભાજપના 47 સાંસદ સહિત 70 સાંસદે કહ્યું કે, કાયદામાં સંશોધન જરૂરી છે. 65 સાંસદે ફાંસીના ચુકાદાથી અમલ સુધીની સમયમર્યાદા નક્કી કરવાની પણ વકીલાત કરી. એવી રીતે, 44 સાંસદે કહ્યું કે, ભવિષ્યમાં કોઈ પણ પક્ષ કાયદામાં સંશોધનનો પ્રસ્તાવ લઈને આવે, અમે સમર્થન કરીશું.

સાંસદો બજેટ સત્રમાં સુધારો પસાર થાય તેવું ઇચ્છે છે
38
સાંસદે કહ્યું કે કાયદામાં સુધારાનો પ્રસ્તાવ 31 જાન્યુ.થી શરૂ થતા બજેટસત્રમાં આવવો જોઇએ. 32 સાંસદે કહ્યું કે તેઓ તેમના પક્ષને પ્રસ્તાવ લાવવા કહેશે. દિલ્હીના સાંસદ ગૌતમ ગંભીર, મનોજ તિવારી સહિત 24 સાંસદે કહ્યું કે તેઓ સંસદમાં પણ સુધારાની માગ કરશે.

પક્ષોનું વલણ...જઘન્ય કેસ ફાસ્ટ ટ્રેક, લૉ કમિશનની ભલામણો લાગુ કરવી પડશે
કોંગ્રેસના અભિષેક મનુ સિંઘવીએ કહ્યું- હવે દેશ પ્રોસીજર્સની આડ લઇ શકે. રાજદના મનોજ ઝાએ કહ્યું- જઘન્ય કેસો ફાસ્ટ ટ્રેક કરવા પડશે. લૉ કમિશન તેની ભલામણ કરી ચૂક્યું છે. જેડીયુનાં કહેકશાં પરવીન, શિવસેનાનાં પ્રિયંકા ચતુર્વેદી, સીપીએમના સૌગત બોઝે કહ્યું કે પ્રક્રિયાને સમયબદ્ધ કરવા સિવાય કોઇ વિકલ્પ નથી.

મોદી-શાહની બેઠકમાં ઊઠશે સુધારાનો મુદ્દો
સંસદના સત્ર દરમિયાન દર મંગળવારે પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ સાંસદોની બેઠક યોજે છે. અમે .પ્ર.ના સાંસદોના મુખ્ય દંડક સુધીર ગુપ્તાને કહીશું કે પ્રાઇવેટ બિલ લાવે. સાથે ટોચના નેતાઓ સાથે વાત કરે. - ડૉ. કૃષ્ણપાલ સિંહ યાદવ, સાંસદ, ગુના


·         69 સાંસદે કહ્યું... રિવ્યૂ, ક્યુરેરિવ પિટિશન, દયા અરજી માટે સમયમર્યાદા નક્કી કરવી જરૂરી

·         44 સાંસદનો દાવો... કાયદામાં સંશોધનનો પ્રસ્તાવ કોઈ પણ પક્ષ લાવે, તેનું સમર્થન કરીશું

·         32 સાંસદનું વચન... આગામી બજેટ સત્રમાં અમારા પક્ષને કાયદામાં સંશોધનનો પ્રસ્તાવ લાવવા કહીશું


4 મહત્ત્વના સુધારા, જેને સાંસદોએ ઝડપી ન્યાય માટે જરૂરી ગણાવ્યા


1. 
કોર્ટ ફાંસીની સજા સંભળાવે છે. પરંતુ તેના પર અમલની પ્રક્રિયાઓ સમયબદ્ધ નથી. તેથી દોષી બચેલા છે. નક્કી કરવું પડશે કે નિર્ભયા જેવા મામલા ફરી થાય, જેમાં અઢી વર્ષથી ફાંસી થઇ શકી નથી.
2. 
કોઇ એક દોષીને રાહત મળે તો તે કેસ સાથે સંકળાયેલા તમામ દોષિતોને રાહત મળી જાય છે. પરંતુ જ્યારે કોઇ એક દોષીની અરજી ફગાવાય તો અન્ય દોષી અરજી કરી શકે છે. તેથી જોગવાઇમાં તાકિદે સુધારાની જરૂર છે.
3. 
કલમ 72 હેઠળ રાષ્ટ્રપતિ અને કલમ 161 હેઠળ રાજ્યપાલને ગુનેગારેને માફ કરવાનો અધિકાર છે, પરંતુ તેમને નિર્ણય લેવા માટે કોઇ સમયમર્યાદા નથી હોતી. તેથી હવે દયા અરજીના ચુકાદા અંગે સમયમર્યાદાની ખાસ જરૂરિયાત છે.
4. 
નિર્ભયા મામલે જેલ તંત્રે ફાંસીની સજા પર અમલ કર્યો. તેથી કાયદામાં વાત જોડવી જોઇએ કે જો જેલ તંત્ર કે સરકાર કોઇ પણ સમયમર્યાદામાં સજા પર અમલ કરાવે તો જવાબદાર ઓથોરિટી/અધિકારી પર કાર્યવાહી થાય.


બે પૂર્વ કાયદામંત્રીએ કહ્યું - સંસદ અને કોર્ટે સાથે મળીને પગલાં ભરવા પડશે

 

·         નિર્ભયા કેસમાં લાંબી કાનૂની લડાઇ લડવામાં આવી. બધા પ્રકારની અરજીઓ સાંભળવામાં આવી. છતાં ફાંસીમાં વિલંબ થઇ રહ્યો છે. આવી ખામીઓ સંસદ અને કોર્ટે સાથે મળીને દૂર કરવી પડશે. - ડી. વી. સદાનંદ ગૌડા

 

·         સંસદમાં કાયદો ઘડી શકીએ છીએ પણ તેના ગેરબંધારણીય પાસાંની તપાસ સુપ્રીમકોર્ટ કરી શકે. તેથી બન્ને સંસ્થાએ સાથે પગલાં ભરવા પડશે. કોઇ એકના પહેલ કરવાથી વાત નહીં બને. - સલમાન ખુર્શીદ

adv

Related News

post
post
post
post
post
post
post