• Home
  • News
  • કોરોના પ્રસર્યો તેના 28 દિવસમાં પ્રથમ વખત એકસાથે 78 કેસ, વધુ ત્રણનાં મોત, મૃતકમાં ત્રણે ત્રણ મહિલાઓ
post

MLA ગ્યાસુદ્દીન શેખ અને ધારાસભ્ય શૈલેષ પરમાર કોરોનાગ્રસ્ત MLA ઈમરાન ખેડાવાલાના સંપર્કમાં આવ્યા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-16 09:58:30

અમદાવાદ: અમદાવાદમાં બુધવારે કોરોનાના વધુ નવા 88 પોઝિટિવ કેસ નોંધાયા હોવાનું સરકારે જાહેર કર્યું હતું. જો કે, આ યાદીમાં ગોટાળો હતો અને 10 જૂના નામો રીપિટ કરાયા હતાં.  વટવા, આસ્ટોડિયા અને બહેરામપુરાની ત્રણ મહિલાઓના પણ બુધવારે મૃત્યુ થયા હતા. આ સાથે કુલ મૃત્યુઆંક 16 પર પહોંચ્યો છે.  મોટાભાગના તમામ હોટ સ્પોટગણાતા મધ્ય ઝોન અને દક્ષિણ ઝોનના નોંધાયા છે. જો કે, પશ્ચિમ ઝોનમાં ગુલબાઈ ટેકરાની ચાલી વિસ્તામાં વધુ 6 કેસ મળી આવતાં સમગ્ર વિસ્તારને ક્લસ્ટર ક્વોરન્ટાઈન કરવાની કામગીરી મોડી રાત્રે શરૂ કરાઈ હતી. બુધવારે નોંધાયેલા 80 કેસમાંથી 30 કેસ જુદી જુદી ચાલીમાંથી મળી આવ્યા છે. જ્યારે ચાંગોદર,  સરખેજ અને બારેજા સુધી ચેપ પ્રસરતા આ વિસ્તારના ત્રણ કેસ નોંધાયા છે. કાલુપુરના એક જ પરિવારના 8 સભ્યો કોરોનાની ઝપેટમાં આવ્યા છે. જેમાં 7-7 વર્ષની બે બાળકીનો પણ સમાવેશ થાય છે. 
સફી મંજિલના 6 નામ સહિત 10 નામ રીપિટ જાહેર કરાયા

બુધવારે નોંધાયેલા 80 કેસમાંથી 79 કેસ મ્યુનિ.એ ઘરે ઘરે જઈને લીધેલા સેમ્પલમાંથી મળ્યા છે. મોટાભાગના તમામને કોરોનાના કોઈ ગંભીર લક્ષણો નથી પરંતુ તેમના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. સતત બીજા દિવસે રાજ્ય સરકારે જાહેર કરેલી યાદીમાં દાણીલીમડાના સફી મંજિલના 6 નામ સહિત 10 નામ રીપિટ જાહેર કરાયા છે. જો કે, જે પોઝિટિવ દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે તેમના સમયાંતરે રિપોર્ટ લેવાય છે. જેથી તે પણ ફરી વખત જાહેર કરી દેવાય છે. 
ગુલબાઈ ટેકરાના સ્લમ વિસ્તાર ક્વોરન્ટીન થશે
ગુલબાઈ ટેકરાના સ્લમ વિસ્તારમાં ચેપ પ્રસરતા મ્યુનિ. હેલ્થ વિભાગમાં દોડધામ મચી છે. અહીં પહેલા એક કેસ પોઝિટિવ મળ્યો હતો. ત્યારબાદ મ્યુનિ.એ સરવે હાથ ધર્યો હતો. જેમાં બુધવારે વધુ 6 પોઝિટિવ કેસ મળ્યા છે. જેને પગલે આ વિસ્તારને ક્લસ્ટર ક્વોરન્ટીન કરવાનો નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે જમાલપુરની દૂધવાળી ચાલીમાં એક સાથે 11 કેસ પોઝિટિવ મળી આવ્યા છે. એક દર્દીએ ખાનગી લેબોરેટરીમાં પોતાનો ટેસ્ટ કરાવતા પોઝિટિવ આવ્યો હતો અને ત્યારબાદ તે જાતે હોસ્પિટલમાં દાખલ થયો હોવાનું જાણવા મળ્યું છે. 
કાલુપુરમાં એક જ પરિવારના 8 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો
કાલુપુની નવી મહોલાતમાં અગાઉ પોઝિટિવ કેસ મળ્યા હતા. એક જ પરિવારના 8 લોકો પોઝિટિવ મળી આવ્યા હતા. જેમાં બે વર્ષની બાળકીનો પણ સમાવેશ થાય છે. આ પરિવારમાં 77 વર્ષના આધેડથી લઈને 7 વર્ષની બાળકી સુધીના તમામ લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. 
ફૂડ પેકેટનું વિતરણ કરવા જતા પિતા-પુત્ર સહિત ચારને કોરોના
ઓઢવમાં અંબિકાધામ નજીક આવેલી ઉમિયાધામ સોસાયટીમાં રહેતા 48 વર્ષીય પિતા અને તેમનો 17 વર્ષનો દીકરો છેલ્લા ઘણાં દિવસથી ફૂડ પેકેટના વિતરણ માટે અલગ-અલગ વિસ્તારમાં જતા હતા. તેમની સાથે તેમના દીકરાના બે મિત્રોના રિપોર્ટ પોઝિટિવ આ‌વ્યા હતા. 
શેલ્ટર હોમમાં રખાયેલા 400માંથી એકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો 
રોડ પર સૂઈ રહેતા અંદાજે 400થી વધુ બેઘર લોકોનું મ્યુનિ. હેલ્થ વિભાગની ટીમો દ્વારા સ્ક્રીનિંગ કરાયું હતું. તમામને નાઈટ શેલ્ટર અથવા મ્યુનિ.એ તૈયાર કરેલી ક્વોરન્ટાઈન ફેસિલિટીમાં મોકલી દેવામાં આવ્યા છે. જો કે, આમાંથી એક વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. 
વટવા, બહેરામપુરા અને ખમાસામાં રહેતી ત્રણ મહિલાનાં મોત, કુલ મૃત્યુઆંક 16 થયો
બે માસથી ઘરની બહાર નીકળ્યાં ન હતાં, દાખલ થયાં ત્યારથી વેન્ટિલેટર પર હતા
વટવામાં રહેતા ટીનીબહેન છેલ્લા 2 દિવસથી બીમાર હતા. તેઓ જાતે જ સિવિલમાં ગયા હતા. જ્યાં તેમની તબિયત લથડતાં 13 એપ્રિલ દાખલ કરાયા હતા. બુધવારે ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. તેમનો રિપોર્ટ મંગળવારે પોઝિટિવ આવ્યો હતો. મ્યુનિ. સૂત્રોના કહેવા પ્રમાણે તેમને લીવરની બીમારી હતી. છેલ્લા બે-અઢી મહિનાથી તેઓ ઘરની બહાર જ નીકળ્યા ન હતા છતાં તેમને કોરોનાનો ચેપ કેવી રીતે લાગ્યો તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. તેઓ સિવિલમાં દાખલ થયા ત્યારથી વેન્ટિલેટર પર હતા. 
રિપોર્ટ પોઝિટિવ જાહેર થયો તે પહેલાં જ મૃત્યુ, ચેપ ક્યાથી લાગ્યો તે ખબર નથી
બહેરામપુરા સાકળચંદ મુખીની ચાલીમાં રહેતા આશાબહેનને હૃદયની બીમારી હતી. તેઓ 14 એપ્રિલે એલજી હોસ્પિટલમાં  જાતે દાખલ થયા હતા. ત્યાં જ તેમને કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા સેમ્પલ લેવાયા હતા. જો કે, મંગળવારે મોડી રાત્રે તેમની તબિયત વધુ લથડી હતી અને બુધવારે સવારે તેમને એસવીપી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેમનો રિપોર્ટ પોઝિટિવ જાહેર થયો તે પહેલાં જ તેમનું મૃત્યુ થયું હતું. તેમને પણ ચેપ ક્યાથી લાગ્યો તે હજુ સુધી જાણવા મળ્યું નથી.
ખમાસાના  65 વર્ષીય વૃદ્ધાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ હોસ્પિટલમાં મૃત્યુ
ખમાસા વિસ્તારમાં મ્યુનિ. ઓફિસ નજીક આવેલ દસ્ક્રોઈ ચેમ્બરમાં રહેતા 65 વર્ષીય વૃદ્ધા અહેમદીબેગમ શેખનું 14 એપ્રિલે સારવાર દરમિયાન મોત થયું હતું. તેમને યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કર્યા હોવાનું જાણવા મળ્યું છે. જો કે, આ જ હોસ્પિટલમાં મૃત્યુ થયું કે અન્ય હોસ્પિટલમાં તે અંગે સત્તાવાર પુષ્ટિ મળી નથી. મહિલાને ચેપ ક્યાથી લાગ્યો તે પણ ખબર પડી નથી. ત્રણ દિવસ પહેલા મહિલાને દાખલ કરવામાં આવ્યા બાદ તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. 
10
બાળકી, 14 બાળક અને 8 સગીર કોરોનાની ઝપેટમાં
શહેરમાં 20 માર્ચે કોરોનાનો પ્રથમ કેસ સામે આવ્યા બાદ 15 દિવસમાં જ શહેર કોરોનાનું હોટસ્પોટ બની ગયું છે. કોરોના માત્ર વૃદ્ધોને જ નહીં બાળકોને પણ શિકાર બનાવવા લાગ્યો છે. અત્યાર સુધીમાં નોંધાયેલા 404 કેસોમાં 14 બાળકો અને 8 કિશોરનો સમાવેશ થાય છે. આ 14 બાળકોમાં 10 બાળકી અને 4 બાળક સામેલ છે. જ્યારે 10 બાળકીમાં બે બાળકી એક વર્ષની, એક બાળકી પાંચ વર્ષની અને 7 બાળકી 7-7 વર્ષની છે. તેમજ ચાર બાળકમાં એક બાળક ત્રણ વર્ષનું, બે બાળક 9 વર્ષના અને એક 12 વર્ષનો બાળક છે. જ્યારે એક કિશોરી સહિત 8 કિશોર પણ કોરોનાગ્રસ્ત છે. તાજેતરમાં નારોલમાં પણ 2 વર્ષની બાળકીનો રિપોર્ટ પોઝિટિવ આ‌વ્યો હતો.
બુધવારે નોંધાયેલા પોઝિટિવ દર્દીની યાદી
શહેરમાં બુધવારે કોરોના કુલ 78 પોઝિટિવ કેસ નોંધાયા હતા. સરકારે 88નો દાવો કર્યો હતો. જેમાં 10 નામ રીપિટ કરાયા.
પુરુષ
ઉંમર    એરિયા
52    2068,
નવી મોહલાત, પાંચકૂવા
23    2068,
નવી મોહલાત, પાંચકૂવા
48    
બી-1, ઉમિયાધામ સોસા. ઓઢવ
17    
બી-1, ઉમિયાધામ સોસા., ઓઢવ
30    203,
ઈશ્વર દેસાઈની ચાલી,ઓઢવ
30    
મહેશ્વરીનગર, સમીરનગર ઓઢવ
55    
બહેરામપુરા ચેપી હોસ્પિટલ
35    
જૂની રસૂલ કડિયાની ચાલી, બહેરામપુરા
49    
નારણદાસની ચાલી, બહેરામપુરા
40    
આદેશ્વરનગર, નરોડા
55    
સત્યમનગર, અમરાઈવાડી
20    
મહાજનનો વંડો,જ માલપુર
53    403,
સના 2 ફર્જુલા જમાલપુર
45    
કાલુપુર ટાવર
03    
ભગવતી પોળ, દરિયાપુર
42    39,
ઉદયનગર, ઓઢવ
53    
કુબેરનગર બંગલો, રબારી વાસ
50    31,
નારણદાસની ચાલી, બહેરામપુરા
38    6,
બાગેનાશ્રીરી રો-હાઉસ, દાણીલીમડા
67    
મુનશી કોટેજ, શાહઆલમ
30    
પેન્સિઓમપુરા, દૂધેશ્વર
56    
ભંડેરી પોળ, કાલુપુર
33    
બહેરામપુરા, પોલીકો મિલ
49    5,
નિલકંઠ નગર, કાંકરિયા
56    
વાઘજી માસ્ટરની ચાલી, ઓઢવ
40    2,
નવી દૂધવાળી પોળ, દાણીલીમડા
45    2,
નવી દૂધવાળી પોળ, દાણીલીમડા
22    2,
નવી દૂધવાળી પોળ, દાણીલીમડા
65    2,
નવી દૂધવાળી પોળ, દાણીલીમડા
27    3332/2,
સલારજીની ગલી, જમાલપુર
20    
ચાંગોદર
35    
બી-18, અમર ફ્લેટ, બાપુનગર
28    
મોડાદેવા વાસ, ગુલબાઈ ટેકરા
17    
મોડાદેવા વાસ, ગુલબાઈ ટેકરા
40    
શાકમુખીનો વાસ, ગુલબાઈ ટેકરા
31    
મોડાદેવા વાસ, ગુલબાઈ ટેકરા
15    
મોડાદેવા વાસ, ગુલબાઈ ટેકરા
66    
સૂર્યનગરની પાછળ, નિકોલ
46    
બારેજા ગામ
32    
કડીવાડ મસ્જિદ, ખમાસા
27    
ગુજરાત હાઉસિંગ બોર્ડ, સરસપુર
14    
નીલકંઠ નગર, કાંકરિયા
47    
તુલસીનગર, જૂના વાડજ
35    
સરખેજગામ
સ્ત્રી
77    2068,
નવી મોહલાત, પાંચકૂવા
50    2068,
નવી મોહલાત, પાંચકૂવા
27    2068,
નવી મોહલાત, પાંચકૂવા
21    2068,
નવી મોહલાત, પાંચકૂવા
7    2068,
નવી મોહલાત, પાંચકૂવા
07    2068,
નવી મોહલાત, પાંચકૂવા
30    
ચામુંડાનગરની ચાલી, ખોડિયારનગર 
58    
નારણદાસની ચાલી, બહેરામપુરા
65    
દસ્ક્રોઈ ચેમ્બર, ખમાસા
57    1898,
ઓપેરા, ગાંધીચોક, રાયખડ
01     
ઈ-104, સંકલીત નગર, જુહાપુરા
26    957,
પાંચ પીપળી, જમાલપુર
33    
સત્યનારાયણ સોસાયટી, જશોદાનગર
55    
સાંકળચંદ મુખીની ચાલી, બહેરામપુરા 
42    
અત્તાઈબ પાર્ક, દાણીલીમડા
65    
મુનશી કોટેજ, શાહઆલમ
70    
પેન્સિઓમપુરા, દૂધેશ્વર
39    
પેન્સિઓમપુરા, દૂધેશ્વર
13    2,
નવી દૂધવાળી પોળ, દાણીલીમડા
35    2,
નવી દૂધવાળી પોળ, દાણીલીમડા
36    2,
નવી દૂધવાળી પોળ, દાણીલીમડા
52    2,
નવી દૂધવાળી પોળ, દાણીલીમડા
40    2,
નવી દૂધવાળી પોળ, દાણીલીમડા
23    2,
નવી દૂધવાળી પોળ, દાણીલીમડા
70    
જેઠાલાલની ચાલી, બહેરામપુરા
38    
જેઠાલાલની ચાલી, બહેરામપુરા
62    
જેઠાલાલની ચાલી, બહેરામપુરા
39    
જેઠાલાલની ચાલી, બહેરામપુરા
30    
મહેબૂબ નગર, મણિનગર
60    
શક્તિ સોસાયટી, દાણીલીમડા
45    
શાના-2, કાજી કા ઢાબા, આસ્ટોડિયા
22    
મોડાદેવા વાસ, ગુલબાઈ ટેકરા
45    
ગાંધીચોક, રાયખડ
63    
સૂર્યનગર સોસાયટી, નિકોલ
48    
સફી મંજિલ, દાણીલીમડા
74    
સફી મંજિલ, દાણીલીમડા
30    
સફી મંજિલ, દાણીલીમડા
18    
સફી મંજિલ, દાણીલીમડા
38    
સફી મંજિલ, દાણીલીમડા
35    
વાઘજીભાઈની ચાલી
37    
પીરાણા રોડ છાપરા
45    
રસૂલાબાદ, શાહઆલમ
17    
ગોમતીપુર
30    201,
ક્રિસમસ ફ્લેટ, શાહપુર.

શહેરમાં 15 એપ્રિલની સવારથી લઈ અત્યાર સુધી બનેલી મહત્વપૂર્ણ ઘટનાઓ

બોપલમાં સવારે ચાર કલાક જ વાહનનો ઉપયોગ કરી શકાશે 
બોપલમાં કોરોનાનો પોઝિટિવ કેસ નોંધાતા આ વાઇરસને ફેલાતો રોકવા માટે અમદાવાદના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ હર્ષદ વોરાના આદેશથી બોપલ નગરપાલિકા વિસ્તારમાં આજથી આગામી 3 મે સુધી ટુ વ્હિલર અને ફોર વ્હિલર વાહન પર પ્રવાસ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આવશ્યક ચીજ વસ્તુઓ લેવા જવા માટે સવારે 7 વાગ્યાથી સવારે 11 વાગ્યા સુધી વાહન લઇ જઇ શકાશે. આ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાનું રહેશે 
કોટ વિસ્તારોમાં મહિલાઓ માટે બપોરે 1થી 4 ની છૂટ

શહેરના કોટ વિસ્તારોમાં લગાવવામાં આવેલા કરફ્યુ અંગેની વિગતો આપતા પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ જણાવ્યું કે, ખૂબ જ જરુરી ન હોય તો કરફ્યુ વિસ્તારમાં ન જવા અપીલ કરું છું. મહિલાઓ માટે બપોરે 1થી 4 ની છૂટ છે. પરંતુ તેમાં સોશિયલ ડિસ્ટન્સ જરૂરી છે.કોટ વિસ્તારમાં કેસો વધ્યા છે અને આગળ વધે નહિં તે માટે કરફ્યુ મુકવામાં આવ્યો છે. કરફ્યુનો કડક અમલ થશે તો કોરોનાથી છૂટકારો મળી જશે. આજુબાજુની દુકાનમાંથી જ વસ્તુ લેવા જવું. કરફ્યુ વિસ્તારમાં બેંકો ખુબ જ જરૂરી બ્રાન્ચ ખુલ્લી રાખે બાકીની બંધ રાખવામાં આવે તેવી સૂચના આપવામાં આવે છે.
AMC
ના પૂર્વ વિપક્ષ નેતા બદરુદ્દીન શેખને કોરોના

ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા બાદ આજે AMCના પૂર્વ વિપક્ષ નેતા બદરુદ્દીન શેખ અને તેના ઘરની કામવાળીને પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા બદરુદ્દીન શેખની પત્નીને કોરોના થયો હોવાની અટકળો વહેતી થઈ હતી. કોર્પોરેટર બદરુદ્દીન શેખે બે દિવસ પહેલા શંકાસ્પદ લક્ષણ જણાતા સામેથી ટેસ્ટ કરાવ્યો હતો જે આજે પોઝિટિવ આવ્યો હતો. 

બીજી બાજુ કોરોનાના દર્દી ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાના સંપર્કમાં આવેલા દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારના પણ આજે કોરોના ટેસ્ટ માટે સેમ્પલ લેવામાં આવ્યા હતા.

કાલપુરમાં એક જ પરિવારના 8 સભ્યોને કોરોનાઃ મ્યુનિસિપલ કમિશનર નેહરા

શહેરમાં આજે કરફ્યુ અને કોરોનાની સ્થિતિ અંગે અપડેટ આપતા અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ જણાવ્યું કે, કોટ વિસ્તારમાં કરફ્યુ લગાવ્યા બાદ સેમ્પલની કામગીરી ઝડપી બનાવી છે. કાલપુરમાં એક જ પરિવારના 8 સભ્યોને કોરોના થયો છે. દરરોજ 700થી 800 સેમ્પલ લેવામાં આવે છે. તંત્રની 50થી વધુ ટીમો કામે લાગી છે. બહેરામપુરા અને દૂધેશ્વરમાં નવા ત્રણ કેસ સામે આવ્યા છે. મુખ્યમંત્રીના આરોગ્યની પણ તપાસ થઈ રહી છે અને હાલ મુખ્યમંત્રી એકદમ સ્વસ્થ છે. ઈમરાન ખેડાવાલાની હાલત સ્થિર છે જ્યારે ગ્યાસુદ્દીન શેખ અને શૈલેષ પરમારના સેમ્પલ કોરોના ટેસ્ટ માટે મોકલાયા છે.

અમદાવાદમાં ક્યા ઝોનમાં કેટલા કેસ?
જ્યારે AMCની હદમાં નોંધાયેલા પોઝિટિવ કેસોની ઝોન મુજબ વાત કરીએ તો મધ્ય ઝોનમાં 169 કેસ, દક્ષિણ ઝોનમાં 121 કેસ, ઉત્તર ઝોનમાં 18 કેસ,દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં 16 કેસ, પશ્ચિમ ઝોનમાં 43 કેસ ઉત્તર-પશ્ચિમ ઝોનમાં 10 કેસ, પૂર્વ ઝોનમાં 22 કેસ નોંધાયા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post