• Home
  • News
  • UP બસ અકસ્માતમાં 8ના મોત:પૂર્વાચલ એક્સપ્રેસ-વે પર ઉભેલી ડબલ ડેકર બસને બીજી બસે ટક્કર મારી, અડધા ભાગાના ફુરચા
post

દુર્ઘટનમાં ડબલ ડેકર બસના અડધા ભાગને ઈજા પહોંચી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2022-07-25 18:41:29

ઉત્તરપ્રદેશના બારાબંકીમાં સોમવારે સવારે મોટી દુર્ઘટના ઘટી હતી. પૂર્વાચલ એક્સપ્રેસ-વે પર ઉભેલી ડબલ ડેકર બસને બીજી બસે જોરદાર ટક્કર મારી હતી. 8 મુસાફરોના ઘટના સ્થળે મૃત્યુ થયા છે, જ્યારે 18 લોકો ઘાયલ થયા છે. દુર્ઘટના એટલી જોરદાર હતી કે અડધી ડબલ ડેકર બસને નુકસાન પહોંચ્યું હતું. આ દુર્ઘટના નરેન્દ્ર મદરહા ગામ પાસેની છે. પોલીસ અને પ્રશાસનિક અધિકારી અકસ્માત પછી ઘટના સ્થળે પહોંચ્યા છે. રેસ્ક્યુ ટીમ રાહત અને બચાવ કાર્યમાં લાગી છે. ઈજાગ્રસ્તોને સીએચસી હૈદરગઢમાં દાખલ કરાવવામાં આવ્યા છે.

બિહારના સીતામઢીથી દિલ્હી જઈ રહી હતી બસ
એએસપી મનોજ પાંડેયે જણાવ્યું કે બિહારના સીતામઢી જિલ્લાના પુપરીથી રવિવારે એક ડબલ ડેકર બસ(UP 17 AT 1353) દિલ્હી માટે રવાના થઈ હતી. સોમવારે સવારના 4 વાગ્યાથી બસ બારાબંકી જિલ્લામાં પૂર્વાચલ એક્સપ્રેસ-વે પર નરેન્દ્રપુર મદરહા ગામની પાસે ઉભી હતી. બસમાં સવાર મુસાફર યુપીડાની કેન્ટીનમાં ચા-નાસ્તો કરતા હતા.

અડધો કલાક પછી 4.50 વાગ્યે અચાનક ઝડપી ગતિથી આવેલી બીજી બસે ડબલ ડેકરને ટક્કર મારી હતી. આ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર તમામ મુસાફરો બસમાં હતા, જે બિહારથી દિલ્હી કમાવવા માટે જઈ રહ્યાં હતા.

 

બીજી સાઈડમાં બેઠી હતી, ત્યારે જ બસે ટક્કર મારી
બિહારની રૌશન ખાતૂને કહ્યું કે હું દિલ્હી આવી રહી હતી. બસની બીજી સાઈડમાં હું બેઠી હતી. રોડ પર બસ ઉભી હતી, ત્યારે અચાનક જ એક બસે આવીને જોરદાર ટક્કર મારી હતી. એક મુસાફરે કહ્યું- હું તે બસમાં હતો, જેના ડ્રાઈવરે ટક્કર મારી છે. મોટાભાગના લોકો સુઈ રહ્યાં હતા. અવાજ થતા જ અમારી આંખ ખુલી ગઈ હતી.

બસમાં બેઠેલા બિહારના રહેવાસી અશોક કુમારે જણાવ્યું કે હું હાથ ધોવા માટે ગયો હતો. ત્યારે યૂપીડાની કેન્ટીનની સામે પહેલી ડબલ ડેકરના ડ્રાઈવરે બસને પાર્કિંગમાં ન ઉભી રાખતા હાઈવે પર ઉભી રાખી હતી. તેના પગલે બીજી ઝડપી આવી રહેલી બસ અનિયંત્રિત થઈને તેમાં ઘુસી ગઈ હતી. પાછળથી આવેલી બસના મુસાફર મૃત્યુ પામ્યા અને ઘાયલ થયા, કારણ કે પહેલેથી ઉભેલી બસના મુસાફર કેન્ટીનમાં ગયા હતા.

આધાર કાર્ડ દ્વારા 4 મૃતકની ઓળખ થઈ, હાલ ચારની ઓળખના પ્રયત્ન ચાલી રહ્યાં છે.

·         ઓમ પ્રકાશ રાય પુત્ર ઓસિન્દર રાય, ઉંમર 33 વર્ષ, એડ્રેસ- લદોરા કલ્યાણપુર, જિલ્લો- સમસ્તીપુર.

·         શિવધારી પુત્ર મદન સહાય, ઉંમર 42 વર્ષ, એડ્રેસ- ગામ દોલક, જિલ્લો- મધુબની.

·         ચિત નારાયણ પુત્ર રાધાકાંત ઝા, ઉંમર 75 વર્ષ, એડ્રેસ- કાલાપટ્ટી, જિલ્લો- મધુબની.

·         કમલેશ કુમાર પુત્ર રામજી રાય, ઉંમર 23 વર્ષ, એડ્રેસ- ભીમા મકલેશ્વર વોર્ડ 15, જિલ્લો સીતામઢી.

 

18 ઘાયલોને લખનઉમાં રીફર કરાયા
પોલીસ અધિક્ષક અનુરાગ વસ્તે જણાવ્યું કે 18 ઘાયલોને લખનઉ ટ્રોમા સેન્ટર રિફર કરવામાં આવ્યા છે. 18 ઘાયલોને લખનઉ ટ્રોમા સેન્ટરમાં રીફર કરવામાં આવ્યા છે. જે મુસાફરોને હળવી ઈજા પહોંચી હતી, તેમની સારવાર CHC હૈદરગઢમાં કરાવીને તેમને ઘરે મોકલવામાં આવ્યા છે. આ સિવાય દુર્ઘટનામાં બચી ગયેલા લોકોને ઘરે મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

adv

Related News

post
post
post
post
post
post
post