• Home
  • News
  • સાઉથ એક્ટ્રેસ રશ્મિકા સાથે 80 લાખની છેતરપિંડી:વર્ષોથી મેનેજર કરી રહ્યો હતો પૈસાની ચોરી, ખબર પડતા જ એક્ટ્રેસે નોકરીમાંથી કાઢી મુક્યો
post

વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો રશ્મિકા મંદાના આ દિવસોમાં રણબીર કપૂર સાથે તેમની આગામી ફિલ્મ 'એનિમલ'માં વ્યસ્ત છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-06-19 18:44:14

સાઉથ એકટ્રેસ રશ્મિકા મંદાના ​​​​​​ટૂંક સમયમાં રણબીર કપૂર સાથે ફિલ્મ 'એનિમલ'માં જોવા મળશે. આ દરમિયાન હાલમાં જ સમાચાર આવ્યા છે કે રશ્મિકા સાથે 80 લાખ રૂપિયાની છેતરપિંડી થઈ છે. તેમની સાથે છેતરપિંડી કરનાર વ્યક્તિ અન્ય કોઈ નહીં પરંતુ તેમનો મેનેજર જ છે. રશ્મિકાને આ છેતરપિંડીની જાણ થતાં જ મેનેજરને નોકરીમાંથી કાઢી મૂક્યો હતો. જો કે આ સમાચાર પર હજુ સુધી રશ્મિકાની તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.

મેનેજરે રશ્મિકાને 80 લાખની છેતરપિંડી કરી હતી
'
હિન્દુસ્તાન ટાઈમ્સ'ના રિપોર્ટ મુજબ, મેનેજરે કથિત રીતે રશ્મિકા સાથે 80 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી. આ જાણીને રશ્મિકાને ખૂબ જ ગુસ્સો આવ્યો અને તરત જ મેનેજરને નોકરીમાંથી કાઢી મૂક્યો હતો. મળતી માહિતી મુજબ, મેનેજર લાંબા સમયથી રશ્મિકા મંદાના સાથે સંકળાયેલો હતો અને એક્ટ્રેસની જાણ બહાર ધીમે-ધીમે પૈસાની ચોરી કરતો હતો. મીડિયા સાથે જોડાયેલા એક સૂત્રએ જણાવ્યું હતું કે, રશ્મિકા આ ​​વાતને લંબાવવા માગતી નથી, તેથી તેમણે આ વિશે વાત કરી નહીં.

રશ્મિકા રણબીર સાથે 'એનિમલ'માં જોવા મળશે
વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો રશ્મિકા મંદાના આ દિવસોમાં રણબીર કપૂર સાથે તેમની આગામી ફિલ્મ 'એનિમલ'માં વ્યસ્ત છે. હાલમાં નિર્માતાઓએ ફિલ્મનું પ્રી-ટીઝર પણ રિલીઝ કર્યું હતું, આ પ્રી-ટીઝર ​​​​​​ દર્શકોએ ખૂબ પસંદ આવ્યું હતું. આ ફિલ્મ 11 ઓગસ્ટે સિનેમાઘરોમાં આવશે. ઉપરાંત, તે એક જ તારીખે રિલીઝ થનારી બે મોટી ફિલ્મો 'ગદર 2' અને 'OMG 2' ને પણ ટક્કર આપશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post