• Home
  • News
  • 25 વર્ષ પછી આવો વરસાદ:દેશમાં મોનસૂનના 88 દિવસમાં 82% વરસાદ, મોનસૂનની વિદાયમાં 20 દિવસ બાકી, ત્યાં સુધી 106% વરસાદ વરસી શકે છે
post

અનેકવાર લૉ પ્રેશર એરિયાની ટક્કરના કારણે ઓડિશાથી લઈને ગુજરાત સુધી ભીંજાયા

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-28 10:29:28

દેશમાં મોનસૂન સિઝનમાં 88 સેમી વરસાદને સામાન્ય મનાય છે. અત્યાર સુધી મોનસૂનના 88 દિવસમાં 74 સેમી વરસાદ થઇ ચૂક્યો છે. એટલે કે ક્વોટાનો 81% વરસાદ વરસી ચૂક્યો છે અને હાલ મોનસૂનની વિદાય શરૂ થવામાં 20 દિવસ બાકી છે. હવામાન વિભાગ કહે છે કે આ દોર યથાવત્ રહેશે અને આ વખતે વિદાય સુધી મોનસૂન સામાન્યથી 4થી 6 ટકા વધુ ભીંજવશે. ફક્ત ઓગસ્ટની વાત કરીએ તો અત્યાર સુધી 123%થી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. જે ગત 25 વર્ષમાં સર્વાધિક છે.

ભારતીય હવામાન વિભાગના મહાનિર્દેશક ડૉ.મૃત્યુંજય મહાપાત્રા જણાવે છે કે 3, 9, 13, 19 અને 24 ઓગસ્ટે લૉ પ્રેશર એરિયા સર્જાયું દરેક વખતે ઓડિશાથી શરૂ થઇને છત્તીસગઢ, મહારાષ્ટ્રથી થઈને તે ગુજરાત સુધી પહોંચ્યું હતું. આ ક્ષેત્ર જેમ જેમ આગળ વધ્યું દરેક વિસ્તારમાં લાંબા સમયગાળા સુધી વરસાદ વરસ્યો. લૉ પ્રેશર એરિયા વારંવાર સર્જાતા અને તેના મોનસૂનના ટર્મ સાથે સંપર્ક થતાં આ વખતે એકાએક ભારે વરસાદને બદલે અનેક કલાકો સુધી ઝરમર વરસાદનો ટ્રેન્ડ જોવા મળ્યો.

ગત 50 વર્ષમાં ફક્ત 5 વખત મોનસૂનમાં વધારે પડતો વરસાદ
હવામાન વિભાગ મુજબ મોનસૂન દરમિયાન જ્યારે વરસાદ સામાન્યનો 90 ટકા કે તેનાથી પણ ઓછો વરસે તો ત્યારે દુષ્કાળ કહેવાય છે અને જ્યારે વરસાદ 110 ટકા કે તેનાથી વધુ વરસે તો તેને અતિવૃષ્ટિવાળું વર્ષ મનાય છે.

ઈન્ડિયન ડાયપોલ નેગેટિવ, તેમ છતાં લા-નીનાને કારણે સપ્ટેમ્બરમાં વધુ વરસાદ પડશે
ઈન્ડિયન ઓશિયન ડાયપોલના નેગેટિવ(જ્યારે હિન્દ મહાસાગરના પૂર્વ છેડે સમુદ્રી સપાટીનું તાપમાન પશ્ચિમ છેડાની તુલનાએ વધારે ગરમ થઈ જાય છે) થવાની દક્ષિણ પશ્ચિમ મોનસૂન પર વિપરિત અસર થાય છે પણ પેસિફિક મહાસાગરમાં લાલ નીનાને કારણે સંભાવના છે કે સપ્ટેમ્બરમાં પણ સામાન્યથી વધુ વરસાદ પડશે.

હવામાન વિભાગના 36 સબ-ડિવિઝનમાં ફક્ત 4માં સામાન્યથી ઓછો વરસાદ
મોનસૂનની વિદાયની શરૂઆત રાજસ્થાનના પોખરણથી 17 સપ્ટેમ્બરથી થશે અને 15 ઓક્ટોબર સુધી તે સંપૂર્ણ દેશમાંથી વિદાય લઈ લેશે. 36 સબ-ડિવિઝનમાંથી 32માં અત્યાર સુધી સામાન્ય કે સામાન્યથી વધુ વરસાદ થયો છે. ફક્ત જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પશ્ચિમ યુપી અને નાગાલેન્ડ-મિઝોરમ-ત્રિપુરામાં સામાન્યથી ઓછો વરસાદ નોંધાયો .

હવામાન વિભાગના મહાનિર્દેશક ડૉ. મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું કે, ગત વર્ષે મોનસૂનમાં 10% વધુ જ્યારે આ વખતે અત્યાર સુધી 7% વધુ વરસાદ થઈ ચૂક્યો છે. ગત વર્ષે જૂનમાં ખૂબ જ ઓછો અને વિદાયના સમયે ભારે વરસાદ નોંધાયો હતો. ચાલુ વર્ષે જૂનમાં સારો વરસાદ વરસ્યા બાદ જુલાઈમાં નબળો રહ્યો, પછી ઓગસ્ટમાં મોનસૂન સક્રિય થયું છે.

અતિવૃષ્ટિના વર્ષ

1975

+15%

1983

+13%

1988

+19%

1994

+10%

2019

+10%

દુષ્કાળના 9 વર્ષ

1972

-23.9%

1974

-12%

1979

-19%

1987

-19.4%

2002

-19.2%

2004

-13.8%

2009

-21.8%

2014

-11.9%

2015

-14.3%

 

adv

Related News

post
post
post
post
post
post
post