• Home
  • News
  • 90મું ઈન્ટરપોલ સત્ર શરૂ થયું:મોદીએ કહ્યું- ભારતે વિશ્વને વધુ સારું બનાવવા માટે બલિદાન આપ્યા; PAK સહિત 195 દેશો ભાગ લઈ રહ્યા છે
post

ભારત માટે અત્યાર સુધી 780 રેડ નોટિસ જાહેર કરી છે. આમાંથી 33 આ વર્ષે જાહેર કરવામાં આવી છે. બે વર્ષમાં 65 ભાગેડુ ભારતીયોનું લોકેશન મેળવી લીધું છે.

Written By newsonline | Ahmedabad | Published: 2022-10-18 19:22:27

ઇન્ટરનેશનલ ક્રિમિનલ પોલીસ ઓર્ગેનાઇઝેશન (INTERPOL)નું 90મું સેશન મંગળવારે શરૂ થયું. આ 21 ઓક્ટોબર સુધી ચાલશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેનું ઉદ્ધાટન કર્યું. આ પ્રસંગે મોદીએ કહ્યું- 99 વર્ષથી ઇન્ટરપોલ દુનિયાના 195 દેશોની પોલીસને કનેક્ટ કરી રહી છે. આ એટલા માટે પણ મુખ્ય છે, કારણ કે દરેક દેશોનું કાનૂની માળખું અલગ છે. ભારત યુએનના પીસકીપિંગમાં સૈનિક મોકલે છે અને આ સિલસિલો દેશની આઝાદી પહેલાંથી સાલી રહ્યો છે.

મોદીએ આગળ કહ્યું- ભારતે દુનિયાને બહેતર બનાવવા માટે બલિદાન આપ્યા છે. અમારી પોલીસ લગભગ 900 રાષ્ટ્રીય અને 10 હજાર રાજ્યોના કાયદા મુજબ ફરજને અંજામ આપે છે. પાકિસ્તાન સમેત 195 દેશોના ડેલિગેશન આ મિટિંગમાં સામેલ હતા.

ભારતને 25 વર્ષ બાદ આ સેશનને હોસ્ટ કરવાની જવાબદારી મળી છે. આની પહેલાં 1997માં આ ઇન્ટરનેશનલ બોડીને નવી દિલ્હીમાં હોસ્ટ કરવામાં આવી હતી.

પાકિસ્તાનના બે મોટા ઓફિસરો પહોંચ્યા

·         પાકિસ્તાનની તરફથી ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સી એટલે કે FIAના ડાયરેક્ટર પણ આ મિટિંગમાં ભાગ લઇ રહ્યા છે. આના સિવાય પાકિસ્તાનમાં હાજર ઇન્ટરપોલના ડાયરેક્ટર પણ આવી રહ્યા છે. પ્રગતિ મેદાનમાં આ સંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

·         સેશનમાં કુલ 195 સદસ્ય દેશોનાં ડેલિગેશન હાજરી આપી રહ્યાં છે. આમાંથી કેટલાક મિનિસ્ટર, પોલીસ ચીફ અને સેન્ટ્રલ એજન્સીઓના ઓફિસરો છે. આ રીતની મિટિંગ વર્ષમાં એક વાર ઓર્ગેનાઇઝ કરવામાં આવે છે. ભારતમાં છેલ્લી વાર 1997માં આનું આયોજન કરવામાં આવ્યું હતું.

·         ભારતમાં આઝાદીનાં 75 વર્ષ પૂરાં થવાના અવસરે આ આયોજનનો પ્રસ્તાવ મોકલ્યો હતો. ઇન્ટપોલે તેને સ્વાકાર કરી લીધો હતો. ભારતની કાનૂન વ્યવસ્થા બાબતે આ સેશનમાં જણાવવામાં આવશે.

 

ઇન્ટરપોલના પ્રેસિડેન્ટ પણ પહોંચ્યા
ઇન્ટરપોલના પ્રેસિડેન્ટ અહમદ નસ્ર રઇસી અને સેક્રેટરી જુર્ગેન સ્ટોક જનરલ એસેમ્બલીમાં હાજર હતા. 21 ઓક્ટોબર આ સેશન પૂરું થશે ત્યારે હોમ મિનિસ્ટર અમિત શાહ એને સંબોધિત કરશે.
જનરલ એસેમ્બલી ઇન્ટરપોલની હાઇએસ્ટ ગવર્નર બોડી છે. આમાં સદસ્ય દેશોનાં ડેલિગેશન સામેલ થાય છે. આની સંખ્યા નક્કી નથી થતી.

સેક્રેટરી જનરલે શું કહ્યું

·         સેશનના પહેલાં એક ઇન્ટરવ્યૂમાં ઇન્ટરપોલના સેક્રેટરી જનરલ જુર્ગેન સ્ટોકે કહ્યું- સ્ટેટ સ્પોન્સર ટેરરિઝમ એટલે એવો આતંકવાદ જેને સરકાર સમર્થન કરતી હોય, આને રોકવામાં અમારી કોઇ ભૂમિકા નથી હોતી. અમે બાળશોષણ, રોપ, મર્ડર, ડ્રગ સ્મગલિંગ અને સાઇબર ક્રિમિનલ્સની વિરુદ્ધ કાર્યવાહી કરીએ છીએ. દર વર્ષે અરબો ડોલરની કમાણી આ ગેરકાનૂની કામોથી કરે છે.

·         એક સાવલના જવાબમાં સ્ટોકે કહ્યું- રેડ નોટિસ એટલે કે ઇન્ટનેશનલ એરેસ્ટ વોરંટનો મતલબ એ નથી કે અમે કોઇ સદસ્ય દેશ પર અપરાધીને ગિરફ્તાર કરવાનું દબાણ નાખીએ. આ એ દેશની ક્રિમિનલ સિસ્ટમ કે કાનૂન નક્કી કરે છે.

·         ભારત માટે અત્યાર સુધી 780 રેડ નોટિસ જાહેર કરી છે. આમાંથી 33 આ વર્ષે જાહેર કરવામાં આવી છે. બે વર્ષમાં 65 ભાગેડુ ભારતીયોનું લોકેશન મેળવી લીધું છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post