• Home
  • News
  • અમદાવાદમાં 97 પોલીસકર્મીઓને કોરોના, 14 પોલીસકર્મીએ કોરોનાને પરાસ્ત કર્યો
post

કોરોનામુક્ત થયેલા દરિયાપુર પોલીસ સ્ટેશનના પોલીસકર્મી કિસ્મતસિંહ રાઠોડ

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-29 09:50:56

અમદાવાદ: કોરોનાનો ફેલાવો હવે પોલીસકર્મીઓમાં વધી રહ્યો છે. ખાસ કરીને જે પોલીસફોર્સ બંદોબસ્તમાં છે એવા SRP, હોમગાર્ડ અને TRBના જવાનો કોરોના પોઝિટિવ આવ્યા છે. 97 જેટલા પોલીસકર્મીઓ કોરોના પોઝિટિવ છે જેમાં 36 સ્થાનિક પોલીસકર્મીઓ અને 61 પોલીસફોર્સ, TRB અને હોમગાર્ડના જવાનો છે. 14 જેટલા પોલીસકર્મીઓ કોરોનાને પરાસ્ત કરી ઘરે પરત ફર્યા છે. સૌ પ્રથમ જે પોલીસકર્મી સંદીપ પરમાર જે કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે તેઓ સ્વસ્થ થઈ ઘરે પરત ફર્યા છે. તેમજ દરિયાપુર પોલીસ સ્ટેશનના પોલીસકર્મી કિસ્મતસિંહ રાઠોડ કોરોનાથી સ્વસ્થ થઇ પરત આવતા પોલીસ સ્ટેશનમાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

500 જેટલા પોલીસકર્મીના પરિવારજનો ક્વોરન્ટીન

500 જેટલા પોલીસકર્મીના પરિવારજનો ક્વોરન્ટીનમાં છે. ક્વોરન્ટીનમાં રહેલા પોલીસ પરિવારો માટે ફોનમાં SOS સિસ્ટમ આપવામાં આવી છે. જેથી તેમને કોઈપણ જરૂરિયાત ઉભી થાય તો SOS એપની દ્વારા તેઓ મદદ મેળવી શકે છે. 

લોકડાઉન ભંગના 4000થી વધુ ગુના નોંધાયા
પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે લોકડાઉનનો પોલીસ દ્વારા કડક અમલ કરવામાં આવી રહ્યો છે. 4000થી વધુ ગુના લોકડાઉનના ભંગના નોંધ્યા છે જેમાં 15000થી વધુ લોકોની ધરપકડ થઈ છે. સોમવારે 300થી વધુ ગુના નોંધી 371 લોકોની ધરપકડ કરી હતી. જે લોકો કન્ટેઈનમેન્ટ એરીયામાં વાહન લઈને નીકળે છે તેમના વાહન ડિટેઇન કરવામાં આવે છે. ટુ વ્હીલર પર એકથી વધુ વ્યક્તિ નથી જય શકતી છતાં બહાર નીકળતા લોકોના વાહન ડિટેઇનની કાર્યવાહી કરવામાં આવી રહી છે. સોમવારે 700થી વાહનો જપ્ત કરવામાં આવ્યા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post