• Home
  • News
  • NEFT મારફતે 24 કલાક ફંડ ટ્રાન્સફર કરવાની સુવિધા 16મી ડિસેમ્બરથી શરૂ થશે
post

નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ્સ ટ્રાન્સફર મારફતે 24 કલાક ફંડ ટ્રાન્સફરની સુવિધા 16 ડિસેમ્બરથી શરૂ થશે

Written By newsonline | Ahmedabad | Published: 2019-12-07 16:45:50

મુંબઈઃ નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ્સ ટ્રાન્સફર (NEFT) મારફતે 24 કલાક ફંડ ટ્રાન્સફરની સુવિધા 16 ડિસેમ્બરથી શરૂ થશે. આ સુવિધા રજાઓના દિવસોમાં પણ મળશે. RBI એ બેન્કોને આવશ્યક તૈયારી કરવા આદેશ આપ્યો છે. NEFT સુવિધા અત્યારે સવારે 8 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી જ ઉપલબ્ધ છે. મહિનાના પ્રથમ અને ત્રીજા શનિવારે તેનો સમય સવારના 8 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી જ હોય છે.ડિજીટલ ટ્રાન્ઝેક્શન વધારવા માટે RBIએ ઓગસ્ટ મહિનામાં કહ્યું હતું કે ડિસેમ્બર મહિનાથી NEFT સુવિધા 24 કલાક મળવાની શરૂ થશે. જોકે આ માટે ચોક્કસ તારીખ આપી ન હતી.

RBI એ એક જુલાઈથી NEFT અને રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ (NEFT) પર બેન્કો પાસેથી ચાર્જ વસૂલ કરવાનું પણ બંધ કરી દીધુ હતું. આ સાથે એવું કહેવામાં આવતુ હતું કે બેન્કો ગ્રાહકોને તેનો લાભ આપે. દેશની જાહેર ક્ષેત્રની સૌથી મોટી ધિરાણકર્તા SBI RTGS અને NEFT પર 1લી ઓગસ્ટથી ચાર્જ વસૂલવાનું બંધ કર્યું હતું.

NEFT મારફતે રકમ ટ્રાન્સફર કરવા માટે લઘુત્તમ મર્યાદા નક્કી નથી. તેના મારફતે ફંડ ટ્રાન્સફરમાં અડધાથી એક કલાક સુધીનો સમય લાગે છે. 2 લાખ રૂપિયા કરતા વધારે રકમ ટ્રાન્સફર કરવા માટે RTGS સુવિધા ઉપલબ્ધ છે. તેના મારફતે ફંડ ટ્રાન્સફર તાત્કાલિક થાય છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post