• Home
  • News
  • સરકાર અને વોટ્સએપ વચ્ચે મોટી ટક્કર, સરકારે ફરી મેસેજ સોર્સની માંગી માહિતી, જવાબ મળ્યો- આ શક્ય નથી
post

સરકારે WhatsApp પાસે મેસેજના સોર્સની માહિતી અથવા મેસેજ મોકનાર પ્રથમ યુઝર્સની ઓળખ માંગી

Written By newsonline | Ahmedabad | Published: 2023-10-16 18:14:51

કેન્દ્ર સરકારે પ્રાઈવસી વિવાદ મામલે ફરી WhatsApp પર તવાઈ શરૂ કરી દીધી છે. સરકાર વર્ષ 2021થી વોટ્સએપની પ્રાઈવસી પોલિસી (Privacy Policy) અંગે કંપની પાસેથી જવાબ માંગી રહી છે, જોકે આ મામલાનો હજુ સુધી કોઈ નિવેડો નિકળ્યો નથી, ત્યારે 2024ની ચૂંટણી પહેલા ફરી પ્રાઈવસી વિવાદ શરૂ થઈ ગયો છે. સરકારે ફરી WhatsApp પાસે મેસેજ સોર્સની માહિતી માંગી છે, જેને વોટ્સએપે દેવાનો ઈન્કાર કરી દીધો છે.

સરકાર અને WhatsAppનો વિવાદ શું છે ?

  • સરકારનું કહેવું છે કે, WhatsApp કોઈપણ મેસેજના સોર્સની માહિતી આપે અથવા મેસેજને પહેલા કોણે મોકલ્યો, તેની જાણકારી સરકારને જોઈએ.
  • WhatsAppનું કહેવું છે કે, આ બાબત યુઝર્સની પ્રાઈવસી પર હુમલો છે. જો WhatsAppના મેસેજનો સોર્સ જાહેર કરી દેવાયો તો Appsની પ્રાઈવસી ખતમ થઈ જશે.
  • સરકાર દ્વારા દલીલ અપાઈ છે કે, ચૂંટણી દરમિયાન વોટ્સએપ દ્વારા નકલી, સ્પામ અને ખોટી માહિતી શેર થવાની વધુ સંભાવના છે, તેથી વોટ્સએપએ આવી માહિતી ઉપલબ્ધ કરાવવી જોઈએ.
  • વોટ્સએપનું કહેવું છે કે, તેના મેસેજો એન્ડ ટૂ એન્ડ એન્ક્રિપ્ટેડ થાય છે અને તે મેસેજની માહિતી માત્ર 2 લોકોને જ હોય છે, એક મોકલનાર અને બીજો જેને મેસેજ મળ્યો છે તેને જ હોય છે.
  • વોટ્સએપનું કહેવું છે કે, પોતાને પણ મેસેજની માહિતી હોતી નથી. 
  • સરકાર IT નિયમ 2021 હેઠળ, વોટ્સએપ પર નકલી, સ્પામ અને ખોટી માહિતી શેર કરનાર પ્રથમ યુઝર્સ કોણ છે, તેની માહિતી કંપની પાસેથી મેળવવા આદેશ આપી શકે છે. 
  • સરકારને ચૂંટણી દરમિયાન સૌથી વધુ ડીપફેક વીડિયો શેર થવાનો ડર છે. આ વિવાદ 2021થી દિલ્હી હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે.
adv

Related News

post
post
post
post
post
post
post