• Home
  • News
  • વડોદરામાં શિવમ પેટ્રો કેમિકલ્સમાં ભીષણ આગ લાગી, 5 કર્મચારી દાઝ્યા, 8 કિલોમીટર દૂર સુધી રિએક્ટર ફાટવાનો અવાજ સંભળાયો
post

ભારે ધડાકા-ભડાકા સાથે આગ લાગતાં આકાશમાં કાળાં ડિબાંગ વાદળો સર્જાયાં હતાં

Written By newsonline | Ahmedabad | Published: 2021-03-19 10:30:51

વડોદરામાં સાવલી ખાતે શિવમ પેટ્રો કેમિકલ્સ નામની કંપનીમાં ભીષણ આગ લાગવાથી અફરાતફરી મચી જવા પામી હતી. આ ઘટનામાં પાંચ કર્મચારી દાઝ્યા હોવાનું જાણવા મળ્યું છે. ભીષણ આગને પગલે ફેકટરીમાં વ્યાપક નુકસાન થયું છે, આશરે આઠ કિલોમીટર સુધી રિએકટર ફાટવાનો અવાજ સંભળાયો હતો. ભારે ધડાકા સાથે આગ લાગતાં આકાશમાં કાળાં ડિબાંગ વાદળો સર્જાયાં હતાં. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગને કાબુમાં લેવા માટેના પ્રયત્નો શરુ કરી દીધાં હતાં. રીએક્ટર ફાટવાના અવાજથી કંપનીની આસપાસ રહેતા લોકોમા પણ ફફડાટ ફેલાઈ ગયો હતો.

આગમાં 5 કર્મચારી દાઝયા
ફેકટરીમાં રિએકટર ફાટતાં આગમાં 5 કર્મચારી દાઝયા હતા અન તેમને વધુ સારવાર માટે વડોદરાની SSG હોસ્પિટલ લઇ જવાયા છે. ભીષણ આગને પગલે ફેકટરીમાં વ્યાપક નુકસાન તો થયું જ છે. ભારે ધડાકા અને ભડાકા સાથે આગ લાગતાં આકાશમાં કાળાં ડિબાંગ વાદળો સર્જાયાં હતાં અને આજુબાજુના લોકોમાં પણ ભય ફેલાઈ ગયો હતો. વડોદરા ફાયર તેમજ અન્ય કંપનીઓના ફાયરની ટીમો પણ આગને કાબૂમાં લેવા માટે પ્રયત્નશીલ બની છે. વિવિધ કેમિકલ તેમજ પાઉડર બનાવે છે શિવમ કંપની અને એ સાવલીના ગોઠડા ગામે આવેલી છે.

adv

Related News

post
post
post
post
post
post
post